________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ] .
[ સમ્યજ્ઞાન દીપિકા પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમયસૂર્યને અને અજ્ઞાનમય અંધકારને પરસ્પર એક તન્મયરૂપ મેળ નથી. “જે જેનાથી ભિન્ન છે તે તેનાથી ભિન્ન છે” એ ન્યાયાનુસાર.
જેમ સૂર્ય પ્રસિદ્ધ છે તેના પ્રકાશમાં ઘટ, પટ, મઠ વગેરે પ્રસિદ્ધ છે. તે જ પ્રમાણે સ્વયં સમ્યજ્ઞાનમયસૂર્ય પ્રસિદ્ધ છે, તેના જ પ્રકાશમાં આ લોકોલોક-જગતસંસાર પ્રસિદ્ધ છે.
આ તન-મન-ધન-વચનાદિક છે તે તથા તન-મન-ધનવચનાદિકનાં જેટલાં શુભાશુભ ભાવ-કર્મ-ક્રિયાદિક અને તેનાં ફળ એ બધાં સ્વસ્વરૂપ સમ્યજ્ઞાનને જાણતા નથી.
સ્વસમ્યજ્ઞાનનો અને આ લોકાલોક-જગત સંસારનો મેળો એવો છે કે જેવો ફૂલ-સુગંધવત્ દૂધ-ધૃતવત્ તથા તલ-તેલવત્ વળી આ લોકાલોક-જગતસંસાર છે તેનો અને સ્વયં સમ્યજ્ઞાન છે તેને પરસ્પર અંતરભેદ છે તે એવો છે કે જેવો સૂર્ય-અંધકારને પરસ્પર અંતરભેદ છે.
જેમ જ્યાં સુધી સમુદ્ર છે ત્યાં સુધી કલ્લોલ લહેર ચાલે છે, તે જ પ્રમાણે જ્યાં સુધી સ્વસમ્યજ્ઞાનને આવરણ છે ત્યાં સુધી દાન, પૂજા, વ્રત, શીલ, જપ-તપ, ધ્યાનાદિક તથા કામ-કુશીલ-ચોરી-ધનપરિગ્રહ, ભોગવિલાસની ઇચ્છા-વાંચ્છારૂપ લહર-કલ્લોલ ચાલે છે.
જેમ કમળ, જળમાં જ ઉત્પન્ન થયું થયું જળમાં જ રહે છે પરંતુ જળની સાથે તન્મય લિમ થતું નથી, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ આ લોકાલોક-જગત-સંસારમાં ઉત્પન્ન થયો થકો એ જ સંસાર-જગત-લોકાલોકમાં રહે છે પરંતુ આ સંસાર જગતલોકાલોકની સાથે તન્મયલિત થતો નથી.
જેમ નદી, સમુદ્રથી ભિન્ન નથી, તે જ પ્રમાણે જે વસ્તુમાં જ્ઞાનગુણ છે એવો જીવ, નિંદ્રથી ભિન્ન નથી.
જેમ સુવર્ણની વસ્તુ સુવર્ણમય જ છે તથા લોહની વસ્તુ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com