________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ સમ્યજ્ઞાન દીપિકા પણ છે, તેવી જ રીતે સંસારકારાગૃહમાં મિથ્યાષ્ટિ તો કર્મબંધસહિત છે તથા સ્વસમ્યગ્દષ્ટિ કર્મબંધરહિત છે.
દષ્ટાંતમાં તર્ક કરે છે તેને સ્વભાવસમ્યજ્ઞાનનો લાભ થતો નથી.
જેમ સરબતમાં સાકર, ઈલાયચી, દૂધ, કાળામરી, બદામબીજ, કેશર અને જળ મિશ્રિત ઘણા પદાર્થો છે તે બધાય પોતપોતાના સ્વભાવગુણલક્ષણમાં મગ્ન છે તોપણ (એ બધાનું ) એક સરબત નામ છે, એ જ પ્રમાણે જીવ, પુદ્ગલ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાલદ્રવ્ય એ છે (દ્રવ્ય) મય સંસાર છે તેમાં જ્ઞાનગુણ જીવમાં છે અન્ય પાંચ દ્રવ્યમાં નથી.
જેમ સમુદ્રમાં અનેક નદી-નાળાનાં જળ જાય છે તેમાં એવો ભાગ નથી કે “આ જળ તો અમુક નદીનું છે અને આ જળ અમુક નદીનું છે. એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવસમુદ્રમાં એવો વિભાગ નથી કે- “આ જ્ઞાન તો જૈનનું છે, આ જ્ઞાન વિષ્ણુનું છે, આ જ્ઞાન શિવનું છે, આ જ્ઞાન બૌદ્ધનું, આ નૈયાયિકનું, આ ચાર્વાકનું, આ પાતંજલિનું અને આ સાંખ્યનું છે, ઇત્યાદિક પણ ભાગ, વિધિ, નિષેધ સ્વસ્વભાવ સમ્યજ્ઞાનાર્ણવમાં સંભવતા નથી.
જેમ કોઈ પુરુષ સંન્નિપાતસહિત પોતાના ઘરમાં સૂતો છે અને ભ્રમ-ભ્રાંતિસહિત કહે છે કે- “હું મારા ઘરમાં જાઉ છું” એ જ પ્રમાણે સ્વયં જ્ઞાનમય જીવ પોતાના જ્ઞાનમય સ્વભાવ મોક્ષથી જુદો નથી તો પણ ભ્રમ-ભ્રાંતિથી મોક્ષમાં જવાની ઇચ્છા કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com