________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા ચારગતિ-ચોરાશી લાખ યોનિરૂપ સંસારમાં ભમતો ફરે છે, તથા સ્વસમ્યગ્દષ્ટિ છે તે જેમ કુંભારના ચક્ર ઉપર અચલ બેઠેલી માખી પરિભ્રમણ કરે છે તેવી રીતે સત્ય શાહુકાર જેવો સ્વસમ્યગ્દષ્ટિ છે તે ચારગતિ- ચોરાશી લાખ યોનિરૂપ સંસારમાં નિઃશંક-બેફિકર ભ્રમણ કરે છે.
જેમ દસ જણા નદિ પાર ઉતર્યા તેમાંથી દરેક બીજાઓની ગણતરી કરે નવ ગણે ને પોતાને ભૂલી એક જણ નથી એમ રોવે [ ચિત્ર ક્રમાંકઃ ૧૮] તેમ-અજ્ઞાનીજનો પરને ગણે, જાણે પણ પોતાને ભૂલી રહ્યા છે ત્યાં સુધી દુ:ખી જ છે.
જેમ એક પુરુષ નદીના તટ ઉપર ઉભો રહી તીવ્ર વેગથી વહી રહેલા (તે નદીના) જળને એકાગ્રધ્યાનપૂર્વક જોતો હતો, તેનાથી તેને આવી ભ્રાંતિ થઈ કે “હું પણ વહ્યો જાઉં છું' એમ પોકારતો હતોદુ:ખી થતો હતો તેને દયામૂર્તિ શ્રી સદ્ગુરુ કહે છે- “તું દુ:ખી ન થાતું વહેતો નથી પણ આ તો નદીનું જળ વહે છે, હવે તું આ દુઃખથી સર્વથા પ્રકારે છૂટવા માટે સર્વથા પ્રકારે વહેતા એવા આ નદીના જળને ન જો પણ તું તારી તરફ જો ' ત્યારે ગુરુ આજ્ઞા પ્રમાણે ભ્રાંતિમાં વહેતો તે પુરુષ વહી રહેલા નદીના પાણીને જોવાનું છોડી પોતાના પોતા જ તરફ દેખી પોતાને અચલ-નહિ વહેતો સમજીને ઘણો ખુશી આનંદિત થયો અને ગુરુના ચરણમાં “નમોડસ્તુ' કરી ઘણું કહ્યું કે- “હે ગુરુદેવ! હું વહ્યો જતો હતો ત્યાં આપે મને બચાવી લીધો ” એ જ પ્રમાણે શ્રીગુરુ સંસારમાં વહેતાને બચાવી દે છે સારાંશ હે મુમુક્ષુજન! વહી રહેલા ભ્રમજાળરૂપ સંસારથી બચવાની તમારી ઇચ્છા છે આ ભ્રમજાળરૂપ સંસારને દેખવા માટે તો તમે જન્માંધ જેવા બની જાવ અને તમારા તમારાથી તન્મયી સ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવને દેખવા માટે તમે સહસ્ત્રસૂર્ય જેવા અચળ થઈ જાઓ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com