________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૭૩ જેમ શંખ શ્વેત સ્વભાવે છે, તે શંખ સચિત્ત અચિત્ત અને મિશ્ર અનેક પ્રકારનાં દ્રવ્યોને ભક્ષણ કરે છે તો પણ તેના શ્વેતભાવને કૃષ્ણ કરવાને સમર્થ થઈ શકાતું નથી, એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિનો સ્વસમ્યજ્ઞાનમય વિશુદ્ધસ્વભાવ છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર અનેક પ્રકારનાં દ્રવ્યોનો ભોગ, ઉપભોગ ભોગવતો છતાં પણ તેનો સ્વસમ્યજ્ઞાનમય વિશુદ્ધસ્વભાવ છે તેને અજીવ અચેતન અજ્ઞાનમય ભાવ કરવાને સમર્થ થઈ શકાતું નથી.
જેમ હજારો મણ કાચના કટકામાં એક સાચું રત્ન પડ્યું છે તોપણ તે સાચુ રત્ન પોતાના રત્નસ્વભાવ-ગુણ-લક્ષણાદિકને છોડી તે કાચના કટકા જેવું થતું નથી, એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ, અનંત અજ્ઞાનમય સંસારમાં પડયો છે તોપણ તે પોતાના
સ્વસમ્યજ્ઞાનસ્વભાવને છોડી અજ્ઞાનમય સંસારથી તન્મયરૂપતસ્વરૂપ થતો નથી.
જેમ દૂધ અને જળ મળેલાં હોય તેમાં હંસ છે તે જળ છોડીને દૂધ ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે ક્ષીર-નીરવત્ મળેલો આ સંસાર અને સ્વસમ્યજ્ઞાન છે તને સ્વસમ્યગ્દષ્ટહંસ અજ્ઞાનમય સંસારને છોડી સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવને ગ્રહણ કરે છે.
જેમ હાથીના માથામાં માંસ અને મોતી બને મળેલાં છે, તેમાં કાગપક્ષી છે તે તો મોતીને છોડી માસ ગ્રહણ કરે છે તથા હું પક્ષી છે તે માંસને છોડી મોતી ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે મિથ્યાષ્ટિ તો સ્વસમ્યક જ્ઞાન ગુણ છોડી અજ્ઞાનને ગ્રહણ કરે છે તથા સ્વસમ્યગ્દષ્ટિ અજ્ઞાનઅવગુણ છોડી સ્વસમ્યજ્ઞાનગુણને ગ્રહણ કરે છે.
જેમ પરવસ્તુથી તન્મય થઈને પરવસ્તુને જે ગ્રહણ કરે છે તે નિશ્ચયથી તસ્કર-ચોર છે અને તે જયાં-ત્યાં શંકાસહિત ભમતો ફરે છે પણ જે પોતાના જ પોતામય ધનને ગ્રહણ કરે છે તે નિશ્ચયથી સાચો શાહુકાર છે અને જયાં-ત્યાં શંકારહિત બેફિકર ફરતો રહે છે, તેમ મિથ્યાદષ્ટિ છે તે તો તસ્કર ચોરની માફક શંકાસહિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com