________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ સભ્યજ્ઞાન દીપિકા અન્ય પણ ત્રણ દૃષ્ટાંત દ્વારા સ્વસમ્યગ્નાનાનુભવ લેવો ૧. જેમ દહીંમાંથી માખણ-ધૃત ભિન્ન થયા પછી ફરી પલટાઈને તે દહીંમાં મળતું નથી. ૨. વૃક્ષની જડ ઉખડી ગયા પછી કેટલાંક વખત સુધી તેનાં ફળ-ફૂલ-પદડાં લીલાં રહે છે પરંતુ પાંચ દશ દિવસમાં (તે) પોતાની મેળે જ સૂકાઈ જાય છે ૩. ચણીક-ચણા શેકાયા પછી વાવે તો તે ઉગતા નથી પણ ખાવામાં આવે તો સ્વાદિષ્ટ લાગે છે; તથા તલમાંથી તેલ નીકળી ગયા પછી તે પલટાઈને (તલની સાથે) મળતું નથી. ઇત્યાદિ...
જેમ સમુદ્ર છે તે ઘણાં રત્ન આદિ અનેક વસ્તુઓથી ભર્યો હોય છે, તે એક જળથી ભરેલો છે તોપણ તેમાં નિર્મળ નાની-મોટી અનેક લહેર-કલ્લોલો ઊઠે છે તે બધી એક જળરૂપ જ છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય સમુદ્ર છે તે રત્નત્રય-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સભ્યશ્ચારિત્ર એ ત્રણ રત્ન આદિ અનેક શુભ-અશુભ-શુદ્ધાદિક વસ્તુઓથી ભરેલો છે તોપણ તેમાં નિર્મળ કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅધિજ્ઞાન તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન આદિ નાની-મોટી તેમા અનેક લહેરો-કલ્લોલો ઊઠે છે તે બધી એક સ્વસમ્યજ્ઞાનમય સ્વસમરસ જળ-નીર જ છે.
જેમ લોદ અને ફટકડીના પુટ વિના મજીઠના રંગમાં ઘણા કાળ સુધી વસ્ત્ર ભીંજાયેલું રહે તોપણ તે વસ્ત્ર સર્વથા લાલ થતું નથી, એ જ પ્રમાણે જીવ, સંસા૨માં ચિરકાળથી છે (તોપણ ) તે સર્વથા પ્રકારે કદી કોઈ પ્રકારથી પણ પોતાના જીવસ્વભાવને છોડીને અજીવની સાથે એક તન્મયરૂપ થતો નથી.
જેમ નિશ્ચયથી સુવર્ણ છે તે કર્દમની (કાદવની ) વચ્ચે પડયું છે તોપણ તે કર્દમની સાથે તન્મય લિસ થતું નથી–સુવર્ણને તન્મયરૂપ કાંઈ (કાટ) લાગતો નથી, એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ જીવ નિશ્ચયથી સંસા૨ કર્દમની વચ્ચે પડયો છે તોપણ તેને રાગ-દ્વેષરૂપ કાટ તન્મય-લિત થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com