________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા દેખે છે, એ જ પ્રમાણે અંધમનુષ્યવત્ આ સંસારચક્ર છે, તેના ઉપર સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાન છે તે પાંગળાની માફક સંસારચક્ર ઉપર બેઠું થકું માત્ર દેખે છે–જાણે છે. દેખવું-જાણવું એ નિજ ધર્મ કેવલ જ્ઞાનનો છે.
પ્રશ્ન:- સંસારને ‘ચક્ર' સંજ્ઞા કેવી રીતે છે?
ઉત્તર:- જાગ્રતિમાં આ સંસાર દેખાય છે, તે જ પલટાઈને સ્વપ્નમાં દેખાય છે તથા જે સંસાર સ્વપ્નમાં દેખાય છે તે જ પલટાઈને જાગ્રતીમાં દેખાય છે, એ પ્રમાણે આ સંસારચક્ર ફરે છે. પ્રશ્ન:- આ સંસારચક્ર કઈ ભૂમિકા ઉપર ફરે છે?
ઉત્તર: અલોકાકાશમાં અણુરેણુવત્ આ સંસારચક્ર પોતે પોતાના જ આધારે જળ-કલ્લોલવત્ ફરે છે.
પ્રશ્ન:- સુસુપ્તિ અને તુર્યા સમય સંસારચક્ર ક્યાં રહે છે? ક્યાં ફરે છે?
ઉત્તર:- એક પુરુષ સુલોચન છે અર્થાત્ તેને નેત્ર તો છે પરંતુ તેને તન-મન-ધન-વચનાદિક મૂળથી જ નથી. તેની આગળ આ સંસારચક્ર ભ્રમણ સહિત નાચે છે, ત્યાં સ્વલોચનપુરુષ દેખે છે ખરો પણ કહેતો નથી.
જેમ ઓછું–વધતું ભોજન જમવાથી બીમારી–દુઃખ થાય છે, તે જ પ્રમાણે કોઈ સંસારના વિષય ભોગ ઓછા-વધતા ભોગવે છે-કરે છે તે જ દુ:ખી-બિમાર થાય છે અર્થાત્ જ્યાં બરાબરના વ્યવહારક્રિયા-કર્મ છે ત્યાં વિરોધભાવ સંભવતો નથી.
શબ્દાતીતનો શબ્દ સૂચક છે.
જે વસ્તુ નિરંતર છે તેમાં વિધિ-નિષેધનો અવકાશ કદી પણ તેનાથી તન્મયરૂપ સંભવતો નથી.
જેમાં વૈદ્યપુરુષ છે તે વિષને ઉપભોગવતો છતાં મરણને પ્રાપ્ત થતો નથી. કારણ કે એ વૈધની પાસે બીજી વિષનાશક દવા છે, તે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com