________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ સમ્યજ્ઞાન દીપિકા રાજા હોઈ શકે છે, પરંતુ જ્યાં કેવલ જ્ઞાની જ રાજા છે તેના ઉપર કોઈપણ અધિષ્ઠાતા સંભવતો નથી, એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય ગૈલોકયનાથ પરમાત્માના ઉપર તેનાથી અધિક કોઈ છે નહિ, થશે નહિ કે કોઈ થયો નથી.
જ્યાં ભ્રમ થાય છે ત્યાં જ ભ્રમ નથી, જેમ સરલ માર્ગમાં સંધ્યાકાલ સમયમાં રસ્સીને પડેલી જોઈને કોઈ શંકાવાન થયો કે હાય ! સર્પ છે' ત્યારે કોઈ ગુરુએ કહ્યું કે હે વત્સ ! ભય ન કર, આ તો રસ્સી છે-સર્પ નથી.
તન-મન-ધન-વચનથી તથા તન-મન-ધન-વચનાદિકનાં જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે તેનાથી જ તસ્વરૂપ-તન્મયરૂપ થવાની જેને સ્વભાવથી જ ઇચ્છા નથી તે મનુષ્ય જ્ઞાની છે.
કર્તાથી થાય તેનું નામ કર્મ છે; દાન, પૂજા, વ્રત, જપ, તપ, સામાયિક, સ્વાધ્યાય અને ધ્યાનાદિક શુભકર્મ છે તથા પાપ, અપરાધ, ચોરી, હિંસા અને કુશીલાદિક અશુભકર્મ છે, અર્થ એ છે કે-એ શુભાશુભકર્મનો કર્તા છે તે શુભાશુભકર્મની સાથે પોતાને અગ્નિઉષ્ણતાવ એક તન્મયરૂપ સમજીને-માનીને કર્તા છે તે તો મિથ્યાષ્ટિ છે, તથા એ શુભાશુભકર્મથી પોતાને સર્વથા પ્રકારથી ભિન્ન સમજીને પછી શુભાશુભ પૂર્વ કર્મ નબળાઈ વશ કરે છે તે સ્વસમ્યગ્દષ્ટિ છે.
જેમ સૂર્યની અંદર પ્રકાશ તન્મયરૂપ છે તેમ જે વસ્તુમાં દેખવા-જાણવાનો ગુણ તન્મયરૂપ છે તે જ વસ્તુ દર્શન છે. અનેરી વસ્તુને દર્શન માને છે–સમજે છે કહે છે, તે મૂર્ખ મિથ્યાદષ્ટિ છે.
જ્યાં સુધી ઘરમાં અંધકાર છે ત્યાં જ છે પ્રકાશ છે. કારણકે જો પ્રકાશ ન હોત તો અંધકારની ખબર ક્યાંથી પડત-કેમ જાણત? જેના પ્રકાશમાં સૂર્ય અને અંધકાર દેખાય છે તે જ સ્વ-પર પ્રકાશક સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાન પરબ્રહ્મ પરમાત્મા સિદ્ધપરમેષ્ઠિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com