________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ] સ્વભાવ સમરસ નીરસમૂહથી તો તે ઉત્પાદ-વ્યય અવસ્થાને પ્રાપ્ત થતો નથી, પોતાના સ્વસ્વરૂપથી તો સ્થિર રહે છે; પરંતુ મનુષ્ય-દેવતિર્યંચ અને નારકી એ ચારે દિશાઓના પવનથી સંકલ્પ-વિકલ્પ અને રાગ-દ્વેષાદિક કલ્લોલોનો ઉત્પાદ-વ્યય થાય છે, તોપણ તે સદાય નિત્ય ટંકોત્કીર્ણ જેવો ને તેવો છે.
જેમ સોની, આભૂષણાદિક કર્મને કરે છે પરંતુ આભૂષણાદિક કર્મથી તન્મય-તસ્વરૂપ થઈને કરતો નથી તેમ જ તે આભૂષણાદિક કર્મના ફળને તસ્વરૂપતન્મય થઈને ભોગવતો નથી, એ જ પ્રમાણે સ્વસમ્યગ્રસ્વાનુભવી જ્ઞાની, સર્વ સંસારનાં શુભાશુભકર્મને કરે છે પરંતુ તન્મય-તસ્વરૂપ થઈને કરતો નથી તેમ જ સંસારનાં શુભાશુભકર્મના ફળથી તસ્વરૂપ-તન્મય થઈને ભોગવતો નથી.
અધુનાત્ (હવે સમજો)
વસ્તુનો સ્વભાવ વચનથી તન્મય નથી, અર્થાત વચનગમ્ય નથી. લોકાલોકને તથા લોકાલોકમાં પોતપોતાના ગુણ-પર્યાયસહિત અનાદિથી અચલ જેટલા દ્રવ્યો છે તેને જેવાં છે તેવાં એક જ સમયમાં સહુજ જ નિરાબાધપૂર્વક જાણે છે –દેખે છે તે જ સર્વજ્ઞદેવ છે. એવા સર્વશદેવથી (–એવા નિજ મૂળસ્વભાવથી) તન્મય થઈને તેના જ (પોતાના) સ્વસ્વાનુભવજ્ઞાનમાં જે લીન છે તે સંદેહ, શંકા ઉપજાવતા નથી.
જેમ ચંદનવૃક્ષને ઝેરી-વિષમય સર્પ લપેટાયેલો રહે છે તોપણ ચંદન પોતાના સુગંધ-શીતલપણારૂપ ગુણસ્વભાવને છોડી ઝેરીવિષમય-વિષવત્ થતું નથી. એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિને ચારિત્ર દોષથી શુભાશુભકર્મ લાગી રહ્યાં છે (તોપણ) તેનાથી તે તન્મય થતો નથી.
જેમ સૂર્યની અંદર અંધકાર તન્મયરૂપ નથી, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સૂર્યની અંદર અજ્ઞાન તન્મયરૂપ નથી.
જેમ જે નગરમાં અજ્ઞાની રાજા છે, તેના ઉપર તો કેવલ જ્ઞાની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com