________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ સમ્યજ્ઞાન દીપિકા નિરાબાધપણે જાણે, પરંતુ આ લોકાલોક સિવાય બીજો જ્ઞય કોઈ છે જ નહિ. ભાવાર્થ- જાણે કોને? જાણતો જ છે તે શું ન જાણે? આ લોકાલોક તો તે સ્વસમ્યજ્ઞાનમય પરમાત્માનો જ્ઞાનપ્રકાશમાં અણુરેણુવત્ ન જાણે ક્યાં પડયો છે?
જેમ સ્વપ્નની માયાને છોડવી શું તથા ગ્રહણ પણ કેવી રીતે કરવી ? તેવી જ રીતે તે સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા છે તે આ અજ્ઞાનમય લોકાલોક-જગત-સંસારને છોડી તેને કયાં પટક-ક્યાં નાખે? તથા ગ્રહણ કરીને તેને કયાં રાખે-ક્યાં મૂકે ?
જેમ કાચની હાંડીમાં દીપક અંદર-બહાર પ્રકાશરૂપ છે, તે જ પ્રમાણે કોઈ જીવને ગુરુઉપદેશદ્વારા સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાન શરીરની અંદર-બહાર પ્રસિદ્ધ (પ્રગટ) થાય તે જીવ હજારોવાર ધન્યવાદ યોગ્ય છે.
પ્રશ્ન:- સ્વસમ્યજ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્માનો અચળ અનુભવ કેવી રીતે થાય?
ઉત્તર:- હે શિષ્ય! આ ભુવનમાં તું ઉચ્ચસ્વરથી એવો આલાપ (શબ્દ) કર કે “તું હી” [ ચિત્ર ક્રમાંક: ૧૭] ત્યારે શિષ્ય ગુરુ આજ્ઞા પ્રમાણે તે ભુવન-મંદિરમાં ઉચ્ચસ્વરથી કહ્યું કે- “તું હી ” તે જ સમયે પલટાઈને તે ત્યારે જ શિષ્યના કર્ણદ્વારા થઈને અંતઃકરણમાં તેની તે જ પ્રતિધ્વનિ પહોંચી કે “તું હી” એટલે એ શિષ્ય પ્રતિધ્વનિ શ્રવણદ્વારા આવો નિશ્ચય ધારણ કર્યો કેસ્વસમ્યજ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્મા છે તેજ “સોડતું.”
સ્વસમ્યજ્ઞાનાનુભવ સાંભળો! જેમ કોઈ પુરુષ પાણીથી ભરેલા ઘટમાં સૂર્યનું પ્રતિબિંબ દેખીને સંતુષ્ટ હતો, તેને ખરા સૂર્યને જાણનાર પુરુષે કહ્યું કે તું ઉપર આકાશમાં સૂર્ય છે તેને જો, ત્યારે પેલો પુરુષ ઘટમાં સૂર્ય જોવાનું છોડીને ઉપર આકાશમાં જોવા લાગ્યો ત્યારે ખરા સૂર્યને જોઈ પોતાના અંતઃકરણમાં વિચાર કર્યો કે જેવો ઉપર આકાશમાં સૂર્ય દેખાય છે તેવો જ ઘટમાં સૂર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com