Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 116
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભ્રાંતિખંડન દષ્ટાંત ] [ ૭૯ દેખાય છે, જેવો અહીં તેવો ત્યાં તથા જેવો ત્યાં તેવો અહીં અથવા ન અહીં કે ન ત્યાં' અર્થાત જેવો છે તેવો જ્યાં-ત્યાં છે, તેવી જ રીતે સ્વસમ્યજ્ઞાનમયસૂર્ય છે તે તો જેવો છે તેવો જ્યાં નો ત્યાં સ્વાનુભવગમ્ય છે, જે છે તેને નય-ન્યાય-શબ્દથી તન્મયરૂપ બની રહેલા પંડિતો એ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્માને અનેક પ્રકારથી કહ્યું છે તે વૃથા છે. જેમ કોઈનો એક પ્રિયપુત્ર બાર વર્ષ પછી પરદેશથી આવ્યો, આવતાંની સાથે માત-પિતા-સર્જનાદિકની સાથે મળતાં તેને જે આનંદ થયો તે આનંદ પછી તો નથી, આનંદનો હેતુ પરદેશમાંથી આવ્યો તે પુત્ર તો વિદ્યમાન છે પરંતુ પ્રથમ મિલાપ વખતે જે પ્રથમ આનંદ થયો હતો તેવો આનંદ હવે નથી. અહીં પ્રથમાનંદ સંભવે છે તે જ આનંદથી સર્વાનંદરૂપ છે, તેવી જ રીતે પ્રથમ સ્વયંસિદ્ધ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા પરમાનંદમય પ્રથમ છે તેનાથી ભોગાનંદ, જોગાનંદ, ધર્માનંદ વિષયાનંદ, હિસાનંદ, દયાનંદ વગેરે જેટલો આનંદ શબ્દ છે તે બધા સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા-પરમાનંદના સૂચક છે. જેમ અંધકૂટીમાં (અંધારી કોટડીમાં બેઠેલો પુરુષ તે કોટડી દ્વારા થઈને બહાર મનુષ્ય-પશુપક્ષી-બળદ-ઘોડા આદિ અન્ય છે તેને જાણે છે તથા પોતે પોતાને પણ જાણે છે, તેવી જ રીતે સ્વસમ્યજ્ઞાનમય સમ્યગ્દષ્ટિ છે તે પોતે દેહરૂપ અંધકૂટીમાં બેસી સ્વપરને જાણે છે. જેવું બીજ તેનું તેવું ફળ. જેમ જે નેત્રથી દેખે છે પણ નેત્રને દખતો નથી તો તે સ્યાત અંધવત્ છે તેવી જ રીતે જે જ્ઞાનથી જાણે છે પરંતુ જ્ઞાનને જાણતો નથી તો તે સ્યાત્ અજ્ઞાનવત્ છે. જેમ નટ નાના પ્રકારનાં સ્વાંગ ધારણ કરે છે પરંતુ પોતે પોતાના દિલમાં જાણે છે-માને છે કે-આ જેવો સ્વાંગ છે તેવો હું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153