________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ સભ્યજ્ઞાન દીપિકા આ છે કે- ‘સૂર્ય, સૂર્યની અંદર તન્મયરૂપ રહે છે' એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમયસૂર્ય છે તે નિશ્ચયનયથી સ્વસમ્યજ્ઞાનસૂર્યમાં જ રહે છે.
જેમ પુષ્પમાં સુગંધ છે, તલમાં તેલ છે તથા દૂધમાં ધૃત છે, એ જ પ્રમાણે આ લોકાલોકમાં તથા તન-મન-ધન-વચનમાં અને તન-મન-ધન-વચનનાં જેટલાં શુભાશુભ વ્યવહારક્રિયા-કર્મ છે તેમાં અતન્મયપણે સહજસ્વભાવથી જ સ્વસમ્યજ્ઞાન છે.
હૈ મુમુક્ષુમંડળ! સ્વસમ્યજ્ઞાનથી તન્મયરૂપ થઈને જુઓ તો કોણ વિધિ ? અને કોણ નિષેધ ?
જેમ દર્પણમાં કાળો, પીળો, લાલ, અને લીલો આદિ અનેક રંગબેરંગી વિકાર દેખાય છે તે દર્પણથી તન્મયી નથી. એ જ પ્રમાણે સ્વચ્છ સ્વસમ્યજ્ઞાનમય દર્પણમાં આ રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, અને કામ કુશીલાદિકના વિકાર તન્મય જેવા દેખાય છે તે સ્વચ્છ સ્વસમ્યજ્ઞાનમય પરમાત્માના નથી.
જેમ કોઈ નૌકા રંગ-રંગીલી છે તે પણ (ઉતારૂને ) પાર ઉતારી દે છે તથા રંગરંગીલી નૌકા ન હોય તે પણ પાર ઉતારી દે છે, તે જ પ્રમાણે કોઈ ન્યાય, વ્યાકરણ, કોષ, અલંકાર, કાવ્ય, અને છંદાદિ યુક્ત સ્વાનુભવજ્ઞાનમય ગુરુ છે તે પણ સંસારસાગરથી પાર ઉતારી દે છે તથા કોઈ ગુરુ છે તે સ્વસમ્યગ્નાનાનુભવી તો છે પરંતુ ન્યાય, વ્યાકરણ, કોષ, અલંકાર, કાવ્ય, છંદાદિક, રહિત છે છતાં તે પણ સંસારસાગરથી પાર ઉતારી દે છે.
જેમ ગોરસ પોતાના દૂધ, દહીં, ઘી, માખણ, વગે૨ે પર્યાયોથી ભિન્ન નથી અને તે દૂધ, દહીં, ઘી, માખણ, વગે૨ે છે તે ગોરસથી ભિન્ન નથી તે જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનમય ૫રમાત્માથી સુખ, સ્વસત્તાચેતન, જીવ-જ્ઞાનાદિક ભિન્ન નથી, સુખ, સ્વસત્તચેતન, જીવજ્ઞાનાદિક છે તે સ્વસમ્યજ્ઞાનમય ૫રમાત્માથી ભિન્ન નથી.
જેમ ધૂળ ધોવાવાળો ન્યારીયો જો સોનાની કણિકાને જાણતો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com