________________
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’
પ્રસ્તુત રાસ કવિ ઋષભદાસની અપ્રકાશિત દીર્ધ રાસકૃતિ છે. આ રાસ ૮૩ ઢાળ, ૧૯ ચોપાઈ અને ૯૮ દુહામાં પથરાયેલો છે. તેમાં ૧૮૪૮ કડીઓ કંડારેલી છે. આ રાસ ઈ.સ.૧૬૮૨, આસો સુદ પાંચમ, ગુરુવારે, ખંભાત નગરીમાં રચાયો છે.
આ રાસકૃતિની ત્રણ હસ્તપ્રતો વિવિધ ગ્રંથભંડારોમાંથી પ્રાપ્ત થઈ છે. એક હસ્તપ્રત આણસૂર ગચ્છ (શ્રી વિજય ને. વિ. કડી જ્ઞાનમંદિર), સુરતથી પ્રાપ્ત થઈ છે. તેની પત્ર સંખ્યા ૭૩ છે. પ્રત્યેક પત્ર ઉપર ૧૪ લાઈનમાં સુંદર અક્ષરો વડે કડીઓ આલેખાઈ છે. આ હસ્તપ્રત સં.૧૭૨૯ આસો વદ પાંચમ, કચરવાડા મુકામે પુનઃ લખાઈ છે. આ પ્રત પૂ. વિવેકવિજય મુનિના શિષ્ય કાંતિવિજય મુનિ તથા કેસરવિજય મુનિના અભ્યાસ માટે પુનઃ લખાયેલી છે. આ પ્રતની ક્રમાંક સંખ્યા ૭૯૩/૭૭૬૭ છે. પ્રતનો ડા. નં. ૧૩૨૧છે. તેમાં પત્ર નં. ૧, ઉપલબ્ધ ન હોવાથી ૧થી ૧૩ કડીઓ નથી.
આ રાસકૃતિની બીજી હસ્તપ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણથી મળી છે . આ ગ્રંથનો ડા. નં. ૧૬૨ છે. ગ્રંથ ક્ર. ૬૧૩૮ છે. તેના શબ્દો સપ્રમાણ અને સુઘડ છે પરંતુ પત્ર ક્ર. ૧, ૮ અને પ૬ ઉપલ્બધ નથી. તેની પત્ર સંખ્યા ૯૬ છે . પ્રત્યેક પત્ર ઉપર ક્યાંક ૧ર તો ક્યાંક ૧૩ લીટીઓ છે. આ પ્રત સં.૧૭૮૭, શ્રાવણ વદ ૧૦ ના પુનઃ લખાઈ છે. તેમાં વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
આ રાસકૃતિની ત્રીજી હસ્તપ્રત શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ, ગોપીપુરા, સુરતથી પ્રાપ્ત થઈ છે. તેની પત્ર સંખ્યા ૮૩ છે. આ પ્રત વધુ જૂની હોવાથી જર્જરિત છે. તેમાં વચ્ચે વચ્ચે ઘણા શબ્દો ન હોવાથી ઓળખવામાં મુશ્કેલી પડે છે. ત્રણે રાસકૃતિઓને મેળવીને આ રાસ તૈયાર કર્યો છે. તેની કડી સંખ્યા ૧૮૪૮ છે. સં.૧૬૯૭, મહાવદ આઠમ, રવિવારે સાં યકા વીરાના પાના લાવી તેનું પુનરોદ્વારણ થયું છે. આ પ્રત માધવ ગાંધીના પુત્ર, વર્ધમાન ગાંધી નામના લહિયાએ રામજી (સંભવ છે કે તેના પુત્ર)ના અભ્યાસ માટે પુનઃ આલેખાઈ છે. આ રાસકૃતિના અંતે કવિ ઋષભદાસ દ્વારા રચાયેલી કૃતિઓની યાદી મુકેલી છે.
પ્રસ્તુત રાસકૃતિના સાત ખંડો છે. પ્રથમ ખંડમાં ૨૩૨ કડી, બીજા ખંડમાં ૨૫૫ કડી, ત્રીજા ખંડમાં ૫૦૧ કડી, ચોથા ખંડમાં ૨૨૩ કડી, પાંચમા ખંડમાં ૧૯૨ કડી, છઠ્ઠા ખંડમાં ૨૯૯ કડી, સાતમા ખંડમાં ૧૪૬ કડી છે. કુલ ૧૮૪૮ કડીઓમાં આ રાસકૃતિ પથરાયેલી છે.
જૈન શ્રુત સાહિત્યમાં મહારાજા શ્રેણિકની કથા વિગતે મળે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી નિરયાવલિકા સૂત્ર, શ્રી અંતગડદશાંગ સૂત્ર, શ્રી નંદી સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર, શ્રી ઉવવાઈ સૂત્ર જેવા આગમ ગ્રંથો તેમજ હેમચંદ્રાચાર્ય રચિત ત્રિ.શ.પુ.ચ.માં તેમનું જીવન વર્ણન છે. કવિએ વિવિધ ગ્રંથોમાંથી સંકલન કરી આ રાસકૃતિનો વિસ્તાર કર્યો છે. આ રાસકૃતિનો પટ સાત ખંડમાં વિભક્ત છે. તેની સંક્ષિપ્ત ઝાંખી નીચે પ્રમાણે છે.
પ્રથમ ખંડમાં કવિ કથાનો પ્રારંભ કરતાં મહારાજા શ્રેણિકનો પરિચય આપે છે. તેના સંદર્ભમાં અઢીદ્વીપ, આર્યક્ષેત્રનું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર વર્ણન કરે છે. કમળાવતી રાણી અને પ્રસેનજિત રાજાના વિશિષ્ટ પ્રજ્ઞાવાન પુત્રની કસોટી, પ્રખર તેજસ્વીતા, અપમાનિત રાજકુમારનું પરદેશગમન, વિશિષ્ટ રત્નોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org