________________
શ્રીમદ્ રાજચંદ્ર સત્યરુષનો આધાર મળ્યો તેથી મારે આત્મહિત કરવું છે એમ લાગે ત્વ તો જરૂર કામ થાય.
ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો - ભાવનિદ્રામાં અજ્ઞાન અને પ્રમાદ બે મુખ્ય છે. અજ્ઞાન એટલે દર્શન મોહનીય કર્મના ઉદય સહિત જે જ્ઞાન તે મિથ્યાત્વ અથવા અશાન છે, પ્રમાદ એટલે જાણતો હોય અથવા જેમ છે તેમ સાંભળ્યું હોય પણ ખરા સમયે ઉપયોગ રાખવો ભૂલી જાય તે પ્રમાદ છે. ક્રોથ ન કરવો એમ જાણ્યું હોય, સાંભળ્યું હોય પણ તેવો પ્રસંગ આવે ત્યારે ઉપયોગ ચૂકી જાય અને ક્રોથ કરે તે પ્રમાદ છે, માટે હવે પ્રયત્ન કરજો એટલે અજ્ઞાન અને પ્રમાદ ટાળીને આત્મા જાણવા માટે અને આત્મામાં સ્થિર થવા માટે પુરુષાર્થ કરજો. ૨. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર વૃષ્ટિ ફેરવી જાઓ.
વ્યતીત રાત્રિ - એટલે રાત પૂરી થઈ તો હવે સવારમાં ઊઠીને પહેલાં શું કરવું? તે બતાવે છે. તે બે પ્રકારે વિચારવાનું.
(૧) દ્રવ્યથી આખી રાત્રિ ગઈ તેમાં જે કંઈ દોષ થયા હોય, સારાં કે ખોટાં કામ થયાં હોય તેના તરફ નજર કરી જવી, તપાસવું અને તેનું પ્રતિક્રમણ કરવું, અર્થાતુ પાપથી પાછા હટવું. સારાં કામ માટે આનંદ અને ખોટાં કામ માટે પશ્ચાત્તાપ કરવો. રાત્રિમાં કોઈ ચોરી કરે, સાત વ્યસન સેવે એવા વિષયાદિ તે ખોટા કામ છે, ઘર્મને માટે જાગૃતિ, સ્વાધ્યાય, ગોખવાનું, ઉત્તમ વિચાર કર્યો હોય કે પરોપકારનું કામ કર્યું હોય જેમકે કોઈ લૂંટાતો હોય કે આફતમાં આવ્યો હોય તેને બચાવે, પ્રાણ બચાવી આશ્વાસન આપી, સમાધિમરણ કરાવી પોતાનું સમાધિમરણ થાય તેમ કરે તે સારા કામ છે; એમ કરવું તે દ્રવ્યથી કાર્ય કર્યું કહેવાય,
ગઈ જિંદગી – એટલે આજ સુધી જે આયુષ્ય ગયું છે. આટલો બધો કાળ શામાં ગાળ્યો? સારાં કામ કર્યા હોય તે દ્રષ્ટિમાં લાવવા અને ખોટાં કામ કર્યા હોય તો તેનો પશ્ચાત્તાપ કરવો એ દ્રવ્યથી કાર્ય કર્યું કહેવાય.
(૨) હવે ભાવથી - એટલે મનુષ્યભવ ન હતો ત્યારે બીજી ગતિઓમાં કેટલાં બધાં દુઃખ હતાં. જૂઠ, ચોરી વગેરે અનેક પાપો જોઈ આજે આપણા ભાવ બગાડીએ છીએ, કોઈનો તિરસ્કાર કરીએ છીએ, પણ પોતાને જ્યારે મનુષ્યભવ નહોતો ત્યારે એવા જ દુ:ખ ભોગવ્યા છે અથવા પાપો કર્યા છે. એમ વિચારી
૧૭
પુષ્પમાળા વિવેચન પૂર્વભવમાં સેવેલાં કુસંસ્કારો ટાળવા માટે અને પારકી પંચાત મૂકી દેવા માટે આ મનુષ્યભવ છે એમ વિચારવું તે ભાવથી દ્રષ્ટિ ફેરવી ગયા કહેવાય. ૩. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ
પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો.
વિચારતાં એમ લાગે કે આપણો અમુક વખત, આખો દિવસ કે આખી જિંદગી, કે અમુક ધન્ય પળ ગઈ હોય એવું લાગે તેટલો આનંદ માનવો. જેમ કે કોઈ સત્પરુષનાં દર્શન થયાં હોય, બોઘ મળ્યો હોય તો તેને તે જીવવાનો આધાર મળ્યો; તેને સંભારીને ભલે આંખ હવે જાય તો પણ એને ખેદ ન થાય. આ ભવમાં જે આંખથી જોવા યોગ્ય હતું એવા સપુરુષને જોયા છે તે પોતાનું અહોભાગ્ય માને કે મેં તો પુરુષને જોયાં છે. ભલે હવે આંખો ન હોય તો પણ મારે શું? તેવી રીતે અપમાનના પ્રસંગ આવે, દુઃખ વેદનીના પ્રસંગો આવે તો પણ એને મળેલ સત્પરુષની ઘન્યપળ સાંભરે તો બીજા દુ:ખની એને ગણતરી રહે નહીં. જેમ કે
પાનંદી મુનિ, ‘પવાનંદી પંચવિંશતિ' ગ્રંથમાં પરમાર્થ-પ્રકરણમાં જણાવે છે કે– “જિસસે નિત્યાનંદ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત હોતા હૈ ઐસા સદ્ગુરુકા વચન અગર જો મેરે દિલમેં મૌજુદ (હાજર) હૈ તો મુનિશ્વર મેરે પર પ્રેમ ન કરે, શ્રાવક મુજે ભોજન ન દે, મેરે પાસ દ્રવ્ય ન હો, શરીર નિરોગી ન હો, મુજે નગ્ન દેખ કર લોગ નિંદા કરે, તો ભી મુજે ઉસકા દુઃખ નહીં.” અત્યારે મરણ આવે તો પણ તે મુનિને ફિકર નથી કારણ કે સદ્ગુરુનું વચન સ્મૃતિમાં-હૃદયમાં છે. કૃતકૃત્યતાના પ્રસંગની સ્મૃતિ કરવાથી જીવન સફળ સમજાય છે. મોક્ષનું પરંપરાએ પણ સાચું કારણ તે સદ્ગુરુનો યોગ છે. તે જો મળ્યો હોય તો અનેક સંકટોમાં ધીરજ રહે છે. અને આ ભવે નહીં તો આગળના ભવે પણ મોક્ષ તો થશે એમ એને રહે છે. જેમ કે શ્રેણિક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. ત્યાં ઘણી વેદના-દુ:ખ છે તો પણ સમ્યદ્રષ્ટિ હોવાથી એને આશ્વાસન મળે છે. તેવી શ્રદ્ધા હોવાને લીધે દુ:ખ છે તેને સમભાવે વેદે છે. એ પોતાના આત્માનું બળ છે. સાચું શું છે તે એ જાણે છે. સમ્યદ્રષ્ટિ છે તેથી દુઃખથી છૂટવું એવી એને