Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 75
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૨ / એમાં ચિત્ત રહે. કામનો બોજો રહ્યા કરે. તેથી મોક્ષનો લક્ષ પછી રહેતો નથી. નિયમિત કામ કરે તેને વધારે કામ થાય અને ફિકર ચિંતા ન થાય.” (પૃ.૨૩૩) ૧૨. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. જ્ઞાનીઓએ અત્યંત પુરુષાર્થ કરીને આત્માના અદ્ભુત અનંત ગુણોરૂપ રત્નોનો ખજાનો એકત્ર કરેલ છે તેનો ઉપભોગ કરવાવાળા તમે પણ થાઓ એમ પરમકૃપાળુદેવ જણાવે છે. આત્માના અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય તથા ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ ગુણોરૂપ રત્નો છે. તેને સદ્ગુરુના આજ્ઞાંકિત શિષ્ય થઈને મેળવી શકાય. તે પ્રાપ્ત કરવા માટે સદા પુરુષાર્થશીલ રહીએ તો જરૂર તે અનંતગુણોરૂપ અદ્ભુત આત્મનિધિના ઉપભોગી થઈ શકાય. ૧૩. સ્ત્રી જાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. સ્ત્રીઓમાં માયાકપટ છે પણ સાથે ભોળપણ પણ છે. એના મનમાં જાણેલી વાત ટકે નહીં, બીજાને કહ્યા વગર રહેવાય નહીં. માટે સ્ત્રીઓને ગુરૂવાત કહેવાય નહીં. સાદી શિખામણ'માંથી :- સ્ત્રીનું હૃદય બહુ કોમળ હોય છે. તેથી તેના મનમાં કોઈ પણ વાત ટકી શકતી નથી. તે ઉપર એક દ્રષ્ટાંત છે. ગરીબ બ્રાહ્મણનું દ્રષ્ટાંત :- કોઈ એક શહેરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેને દરિદ્રતાએ ઘેરી લીધો. તેની સ્ત્રી હમેશાં બહારગામ કમાવા જવાને માટે કહેતી. એક વખતે સ્ત્રીના કંકાસથી પોતે પાસેના જંગલમાં જતો રહ્યો. તે જંગલમાં એક શિવાલય હતું. તેના મનમાં વિચાર થયો કે હું આ શિવજીની પ્રેમભાવે પૂજા કરું તો મારુંદારિદ્ર જતું રહેશે એમ ઘારી શિવજી પાસે તપ કરવા લાગ્યો. ત્રણ દિવસ તેણે કંઈ ખાવું-પીવું નહીં અને શિવજીની એક ચિત્તે ભક્તિ કરવા લાગ્યો. શિવજીએ ખુશ થઈ ત્રીજે દિવસે તે વિપ્રને કહ્યું–જા તારા ઘરના વાડામાં એક હાથ જમીન ખોદજે એટલે તને ઘન સાંપડશે. પણ એ વાત તું તારી સ્ત્રીને કહીશ નહીં. વિખે તે પ્રમાણે કર્યું એટલે શિવજીના વચનથી તે પૈસાવાળો થયો. તેની સ્ત્રી આ ઘન ક્યાંથી આવ્યું તે પૂછવા લાગી, પણ તેને ૧૪૩ વચનામૃત વિવેચન કહ્યું નહીં કારણ કે શિવજીએ કહેલું હતું કે આ વાત તારી સ્ત્રીને પણ ! ) કહીશ નહીં, જો કહીશ તો આ તારું ઘન જતું રહેશે. - તેની સ્ત્રીની બહેન બહુ અદેખી હતી. તેણે પોતાની બહેનને ઘન મેળવવાનું કારણ જાણવા બહુ જ મનાવી પણ તેને કહ્યું કે મને મારા પતિ ઘન આવવાનું કારણ કહેતા નથી. તેથી તેની બહેન બોલી કે તું આજે ઘરમાં રસોઈ કરીશ નહીં. જ્યારે તારો પતિ આવે ત્યારે કારણ પૂછે તે વખતે તું કહેજે કે ઘન મળવાનું કારણ કહો તો રસોઈ કરું. પછી વિપ્ર ઘેર આવ્યો તો સ્ત્રી બેઠી હતી. તેનું કારણ પૂછતાં સ્ત્રી કહેવા લાગી કે ઘન મળવાનું કારણ કહો! ત્યારે વિપ્રે મનમાં વિચાર કર્યો કે “સ્ત્રીહઠ” બહુ ભૂંડી છે. આનું સમાઘાન કર્યા વિના ચાલશે નહીં! તેથી તેણે કહ્યું કે શેર દૂધ આકડાનું પી જવું, પછી દીશાએ જતાં સોનામહોર થઈ જશે. સ્ત્રીએ પોતાની બેનને તે પ્રમાણે કહેતાં તે સ્ત્રીએ શેર દુધ આકડાનું મંગાવી પોતાના ઘણીને પાયું તેથી બીજે દિવસે તે મરી ગયો. એમ સ્ત્રી પાસે સાચું નહીં બોલવાથી તે વિપ્રનું દારિદ્રપણું સદાને માટે ગયું; પણ જો સ્ત્રી પાસે સાચી વાત કરી હોત તો તેની બહેનને તે કહ્યા વિના રહેત નહીં. આ ઉપરથી દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે ગમે તેવી વાત હોય પણ સ્ત્રીના મનમાં રહેતી નથી, માટે સ્ત્રી પાસે કોઈ દિવસ નહીં કહેવા યોગ્ય વાત કરવી નહીં. ૧૪, પઠન કરવાં કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપો. પઠન એટલે વાંચવા કે ભણવા કે મુખપાઠ કરવા કરતાં પણ મહાપુરુષોનો કહેવાનો આશય શું છે? તે સમજવા માટે ઘણું મનન, ચિંતન કરવા ઉપર લક્ષ આપજો. કેમકે “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “૧૦. શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. ૧૧. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. ૧૨. વઘારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.'' -વ્યાખ્યાનસાર-૧ (પૃ.૭૮૪) “મોક્ષમાળા વિવેચન'માંથી :- “એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે? અગાઉ કહ્યું છે તેમ આત્મજ્ઞાન કરવું કે જેથી પરિણામે કેવળજ્ઞાન થઈ મોક્ષ પમાય. પણ આ કાળ ઊતરતો છે તેથી મળેલાં સાધનો પણ નિષ્ફળ થઈ જાય છે. તેમ ન થવા દરરોજ ઓછામાં ઓછો બે ઘડીનો કાળ તો નિયમિત રાખીને

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105