Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 89
________________ શ્રીમદ્ રાજચંદ્ર જનકરાજાએ કહ્યું મારે ત્યાં જમવા આવજો. બીજે દિવસે એ → માણસ જમવા આવ્યો. રાજાએ જમવાની જગ્યા ઉપર ખુલી તલવાર તેના માથા ઉપર લટકાવી દીધી. ત્યાં એ માણસને જમવા બેસાડ્યો. જમ્યો પણ એનો ઉપયોગ તો તલવારમાં જ હતો કે એ મારા ઉપર પડશે અને હું મરી જઈશ. જમ્યા પછી રાજાએ પૂછ્યું કે કેમ રસોઈ કેવી થઈ હતી? ત્યારે એ કે માણસે કહ્યું—મહારાજ ! મેં શું ખાધું તેની મને ખબર નથી, મારો જીવ તો માત્ર તલવારમાં હતો. ૧૭૦ ત્યારે રાજાએ કહ્યું—અમે રાજ્ય કરીએ છીએ પણ હમેશાં મરણ સાંભર્યા કરે છે, તેથી અમારું મન રાજ્યમાં ચોંટતું નથી. તેવો જ એક પ્રસંગ ભરત ચક્રવર્તીના જીવનમાં બનેલ છે. તેથી ભરત ચક્રવર્તી એક વણિકને કહે છે કે— “ભરત ચક્રવર્તી કહે “ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ-આનંદે ન ભળે; પણ મારે છે મરણ ટાળવાં, ભવો અનંત તણાં હમણાં, તો કહે કેમ નજર હું ચૂકું? રાજ્ય, રિદ્ધિ ને યુદ્ધ ઘણાં.’’ -પ્રજ્ઞાવોધ પરમકૃપાળુદેવ કહે છે કે મને પણ એવી અસંગ દશા પ્રાપ્ત થાઓ. વચનામૃત વિવેચન 'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- જડભરતજીની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે; એ દશા વારંવાર સાંભરી આવે છે. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવાં કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભરી આવે છે; અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.’’ (વ.પૃ.૨૭૧) ૧૭૧ જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જો કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે.’' (વ.પૃ.૨૭૪) “વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.'' (વ.પૃ.૩૧૩) ૬૮. સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. જ્ઞાનીપુરુષો અંતઃકરણથી જે પ્રમાણે વીતરાગભાવે પ્રવર્ત્ય અને પોતે વીતરાગભાવે જે ધર્મનો ઉપદેશ આપ્યો તે જ સત્ય ધર્મ. રાગદ્વેષરહિત થવું એ જ આત્માનો ધર્મ છે. ૬૯. અંતરંગ મોહગ્રંથી જેની ગઈ તે પરમાત્મા છે. અંતરમાં રહેલી મોહગ્રંથી એટલે દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વ અને ચારિત્રમોહ એટલે રાગદ્વેષની ગાંઠ જેની સંપૂર્ણપણે ગળી ગઈ અર્થાત્ નાશ પામી ગઈ તે કેવળજ્ઞાની પરમાત્મા છે તથા જેનો દર્શનમોહ નાશ પામ્યો તે પણ અંશે પરમાત્મા છે. ૭૦. વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105