Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 100
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૨ 0 शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताभयं, 0 સર્વ વસ્તુ મર્યાન્વિત મુવ 7 વૈરાવવામાં. ભાવાર્થ –ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે. !!! મહાયોગી ભર્તુહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્વળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી – સંસારશોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રવ્રુશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ઘામ ઠર્યું; મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યો; સંસારચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માને પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે; રૂપ-ક્રાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે તો ત્યાં તેને ઘારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે. તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે.” (પૃ.૩૩) ભર્તુહરિ દ્વારા રચિત “વૈરાગ્યશતક' નામના પુસ્તકમાં નીચે પ્રમાણે ત્યાગની વાતોનું વર્ણન છે - ૧૯૩ વચનામૃત વિવેચન બ્રહ્મજ્ઞાનના વિવેકવાળા, નિર્મળ બુદ્ધિવાળા પુરુષો ખરેખર આશ્ચર્ય પમાડે તેવું દુષ્કર કાર્ય કરે છે, કારણ કે તેઓ તદ્દન નિઃસ્પૃહ બનીને સર્વ ઇન્દ્રિય સુખ, સોનું, ઘન વગેરે ત્યજી દે છે. જ્યારે અમે તો ભૂતકાળમાં ન મળેલાં, હમણાં ન મેળવેલાં અને જેમની પ્રાપ્તિ માટે ભવિષ્યમાં પણ આશા નથી તેવા, માત્ર ઇચ્છામાં જ પકડી રાખ્યું છે એવાં ઘનને પણ ત્યજવા શક્તિમાન થતા નથી.” ગિરિની ગુફામાં રહેતા તે પરમજ્યોતિનું એટલે પરબ્રહ્મનું ધ્યાન કરતા ઘન્ય પુરુષોના આનંદનાં આંસુ (બ્રહ્માનંદને લીધે આવતાં આંસુ) તેમના ખોળામાં બેઠેલાં પંખીઓ પીએ છે. જ્યારે મનોરથોથી રચાયેલી હવેલીઓની વાવના તટ ઉપર આવેલા સુંદર બાગમાં ક્રીડા કરવાની ઉત્સુકતા સેવતાં સેવતાં જ અર્થાત્ મિથ્યા કલ્પનાઓમાં જ અમારું તો આયુષ્ય પૂરું થઈ જાય છે.” "भोगे न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ताः । कालोन यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ।।" “અમે ભોગોને નથી ભોગવી શક્યા, પણ ભોગો અમને ભોગવી ગયા. અર્થાત્ અમને ક્ષીણ શક્તિવાળા બનાવી દીધા. અમે તપ નથી તપી શક્યા પણ માત્ર સંતાપ જ પામ્યા. કાળ નથી ચાલ્યો ગયો પણ અમે જ ચાલ્યા જવા જેવા થયા છીએ અર્થાત્ મરણને આરે આવીને ઊભા છીએ. અમારી તૃષ્ણા જીર્ણ થઈ નહી પણ અમે જ જીર્ણ થઈ વૃદ્ધ બની ગયા છીએ.” ૧૧૨. કોઈ ઘર્મથી હું વિરુદ્ધ નથી. સર્વ ધર્મ હું માનું છું. તમે સઘળા ઘર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં માસે ઉત્તમ હેતુ છે. સઘળા પદાર્થોમાં રહેલા તેમના ઘર્મોને હું સ્યાદ્વાદશૈલીથી માન્ય કરું છું. કોઈ પદાર્થના ઘર્મથી હું વિરુદ્ધ કહેતો નથી. સર્વ પદાર્થોના ઘર્મોને હું પાળું છું અર્થાત્ તે સર્વ મને અનેકાંત શૈલીથી માન્ય છે. - તમે સઘળા પદાર્થમાં રહેલા ઘર્મોથી વિરુદ્ધ વર્તન કરો છો. એમ કહેવામાં મારો ઉત્તમ આશય છે. જેમકે તમે આત્મદ્રવ્ય છો. પણ તમે તમારા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રમય સર્વ મૂળભૂત ઘર્મ એટલે સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરો છો; અર્થાત્ મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તન કરો છો. તમને તમારા આત્મધર્મનું ભાન પણ નથી. માટે તે આત્મસ્વરૂપનું ભાન મેળવવા

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105