Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 102
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૬ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૮'માંથી - રાજીમતિનું વૃષ્ટાંત :- શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનો અનુજ બંધુ રથનેમિ રાજીમતિને જોઈને કામાતુરપણે ઇંદ્રિયોને વશ થઈ ગયો, તેથી તે હમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવા વડે રાજુમતીની સેવા કરવા લાગ્યો. તે ભાવને નહિં જાણનારી એવી રાજીમતીએ તેનો નિષેધ કર્યો નહીં. રાજીમતી તો એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના સ્નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતો હતો કે આ રાજીમતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજીમતીને ઘેર જતો હતો, અને દેવરના મિષથી તેનું હાસ્ય કરતો હતો. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા! હું તને પરણવા તૈયાર છું છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? હે મૃગાલિ!મારો બંધુ તો ભોગનો અનભિજ્ઞ હતો, તેથી તેણે તારો ત્યાગ કર્યો છે, તો એમ કરવાથી તે તો ભોગસુખથી ઠગાયો, પણ હવે તમારી શી ગતિ? હે કમળ સમાન ઉત્તમ વર્ણવાળી! તેં એની પ્રાર્થના કરી તો પણ એ તારો પતિ ન થયો અને હું તો તારી પ્રાર્થના કરું છું, તેથી જો અમારા બેમાં કેવું મોટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચારોનો હેતુ સ્વભાવથી સરળ આશયવાળી એવી રાજીમતીના જાણવામાં આવી ગયો. તેથી એ ઘર્મજ્ઞ બાળાએ ઘર્મનું સ્વરૂપ કહેવા વડે તેને ઘણો બોથ આપ્યો. તથાપિ એ દુર્મતિ એવા દુષ્ટ અધ્યવસાયથી વિરામ પામ્યો નહીં. અન્યદા તેને સમજાવવાને માટે સબુદ્ધિવાન રાજીમતીએ કંઠ સુધી દૂધનું પાન કર્યું અને જ્યારે રથનેમિ આવ્યો ત્યારે વમન કરાવનારું મદનફળ (મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યું કે “એક સુવર્ણનો થાળ લાવો.' તત્કાળ તે સુવર્ણનો થાળ લાવ્યો, એટલે તેમાં તેણીએ પાન કરેલું બધું દૂઘ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું કે ‘તમે આ દૂધનું પાન કરો'. રથનેમિ બોલ્યો–શું હું શ્વાનની જેમ વમન કરેલાને પાન કરનારો છું. તમે આ શું બોલો છો?” રાજીમતી બોલી– શું આ પીવા યોગ્ય નથી એમ તમે જાણો છો?” રથનેમિ બોલ્યો, “કેવળ હું જ નહિં, પણ બાળક પણ એ તો જાણે છે.” ત્યારે રાજીમતીએ કહ્યું “અરે જો તું જાણે છે તો નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મારો સંગ કરવાને કેમ ઇચ્છે છે? વળી તેમનો ભ્રાતા થઈને તું એવી ઇચ્છા કરે ૧૯૭ વચનામૃત વિવેચન છે? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારું એવું વચન બોલીશ ની નહીં.” આ પ્રમાણેના રાજીમતીના વચન સાંભળીને રથનેમિ મૌન , થઈ ગયો. પછી લજ્જા પામતો અને મનોરથ ક્ષીણ થવાથી કચવાતે મને પોતાને ઘેર પાછો ફર્યો. (પૃ.૩૮૩) ૧૨૨. સપુરુષો કહેતા નથી, કરતા નથી; છતાં તેની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. સપુરુષો કંઈ ઉપદેશ ન આપતા હોય, શરીરાદિથી કંઈ પ્રવૃત્તિ પણ ન કરતા હોય, છતાં તેમની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રા દ્વારા જાણી શકાય છે. તેઓ કંઈ ચેષ્ટા ન કરે તો પણ એમની મુખમુદ્રા આપણને બોઘ આપે છે. કેમકે અંતરના ભાવ મોઢા ઉપર જણાઈ આવે છે. ૧૨૩. સંસ્થાનવિજયધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરો. સંસ્થાનવિચયધ્યાનવડે લોકના સ્વરૂપનો વિચાર કરાય છે. ખરેખર લોકના સ્વરૂપનું ધ્યાન એટલે ચિંતવન તે પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે. છતાં તમે પણ આ લોકના સ્વરૂપનું યથાશક્તિ ચિંતવન કરો. આ લોકમાં મારો આત્મા અજ્ઞાનતાના કારણે અનંતીવાર જન્મમરણ કરી ચૂક્યો છે. એમ ચિંતવવું તે સંસ્થાન વિજય નામનું ઘર્મધ્યાન છે. સંસ્થાન એટલે સારી રીતે સ્થાપિત છે એવો લોક. તે સુપ્રતિષ્ઠક આકારે છે એટલે કોઈ પુરુષ બે પગ પહોળા કરી કેડે બેય હાથ મૂકીને નિરાંતે ઉભો હોય તેવા આકારે છે. “લોકપુરુષ સંસ્થાને કહ્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ૪. સંસ્થાનવિચય–ત્રણ લોકનું સ્વરૂપ ચિંતવવું તે. લોકસ્વરૂપ સુપ્રતિષ્ઠકને આકારે છે; જીવ અજીવે કરીને સંપૂર્ણ ભરપૂર છે. અસંખ્યાત યોજનની કોટાનકોટીએ તીરછો લોક છે, જ્યાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. અસંખ્યાતા જ્યોતિષીય, વાણ-વંતરાદિકના નિવાસ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની વિચિત્રતા એમાં લાગી પડી છે. અઢી દ્વીપમાં જઘન્ય તીર્થકર વીશ, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર હોય, તથા કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે, તેઓને “વંગ, નમંસમિ, સવારમ, સમાજ, r>1yi, મંગહ્યું, વૈવર્ષ, વેડ્યું, પપ્નવાસfમ'' એમ તેમજ ત્યાં વસતાં શ્રાવક, શ્રાવિકાનાં ગુણગ્રામ

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105