Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 103
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૮ કરી તે તીરછા લોક થકી અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે. ૦ ત્યાં અનેક પ્રકારના દેવતાઓના નિવાસ છે. પછી ઈષતુ પ્રાગભારા છે. તે પછી મુક્તાત્માઓ વિરાજે છે. તેને “વંદામિ, યાવતું પાવાસામિ.” તે ઊર્ધ્વલોકથી કંઈક વિશેષ અઘોલોક છે, ત્યાં અનંત દુઃખથી ભરેલા નરકાવાસ અને ભુવનપતિનાં ભુવનાદિક છે. એ ત્રણ લોકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વરહિત કરણીથી અનંતી વાર જન્મમરણ કરી સ્પર્શી મૂક્યાં છે; એમ જે ચિંતન કરવું તે ‘સંસ્થાનવિચય' નામે ઘર્મધ્યાનનો ચોથો ભેદ છે. (વ.પૃ.૧૧૩) તીરછા લોકથી એટલે મધ્યલોકથી ઉપર અસંખ્યાત ગુણો અધિક ઊર્ધ્વલોક છે, ત્યાં પ્રથમ જ્યોતિષી દેવોના વિમાનો આવેલા છે, પછી ૧૨ દેવલોક પછી ૯ ગ્રેવેયિક, પછી ૫ અનુત્તર વિમાન ઉપર ઈષત્ પ્રાગભારા નામની સિદ્ધશીલા આવેલી છે. તેના ઉપર સિદ્ધ ભગવંતો બિરાજે છે. મધ્યલોકથી નીચે પ્રથમ ભુવનપતિઓના આવાસ આવેલા છે. પછી નીચે સાત નરકો આવેલી છે. તેની નીચે નિત્યનિગોદ રહેલી છે. આમ ત્રણેય લોકનું સ્વરૂપ વિચારી, અનંતકાળથી તેમાં ભટકતા આત્માનો કેમ ઉદ્ધાર કરવો, તેનો ઉપાય શોધવો એ જ હિતકારી છે. ૧૨૪. આત્મા જેવો કોઈ દેવ નથી. જગતમાં છ દ્રવ્યો છે. તેમાં આત્મદ્રવ્ય સર્વથી શ્રેષ્ઠ દ્રવ્ય છે. તેના સિવાય બાકીના પાંચે દ્રવ્યો જડ છે. તે કોઈને જાણી શકતા નથી. તે જડ દ્રવ્યોને જાણનાર પણ આત્મા છે. આત્મા સ્વપર પ્રકાશક છે. તેથી આત્મા જેવો કોઈ દેવ નથી. ૧૨૫. કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્રવૃષ્ટિ કે વિરતિ? વિરતિ એટલે બાહ્ય ત્યાગ હોય પણ આત્મજ્ઞાન નથી, જ્યારે અવિરતિ સમ્યકુદ્રષ્ટિને બાહ્યત્યાગ નથી પણ આત્મજ્ઞાન છે; માટે તે જ ભાગ્યશાળી છે. કેમકે આત્મજ્ઞાનના બળે સમયે સમયે જ્ઞાની સંસારથી છૂટે છે. “સમ્મદિઠ્ઠી ન કરેઈ પાવં’ સમ્યફષ્ટિ પાપ કરતા નથી. “ગૃહસ્થો મોક્ષમાર્ગસ્થો નિર્મોહો, નૈવ મોહવાન' આત્મજ્ઞાનના બળે નિર્મોહી થયેલો એવો ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, જ્યારે મોહવાન એવો બાહ્યત્યાગી મુનિ પણ મોક્ષમાર્ગમાં સ્થિત નથી. ૧૯૯ વચનામૃત વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- “અંદરથી છૂટે ત્યારે બહારથી / છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર્ બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેનો સંગ કરવો. કલાઈનો અને ચાંદીનો રૂપિયો સરખો કહેવાય નહીં. કલાઈ ઉપર સિક્કો પાડો; પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પાડો તો પણ તેની કિંમત જાય નહીં. (તેવી જ રીતે અવિરતિ સમ્યગુદૃષ્ટિ જે ગૃહસ્થપણામાં સમકિત પામે, ગુણ પ્રગટે, તો તેની કિંમત જાય નહીં.) સહુ કહે છે કે અમારા ઘર્મથી મોક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તો. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છોડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહુ સાઘન સફળ થાય. આટલા માટે સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે.” ઉપદેશછાયા (પૃ.૭૨૭) ૧૨૬. કોઈની આજીવિકા તોડશો નહીં. કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય, તેની ગમે તેવી વાતો કરીને તેને નોકરીમાંથી છૂટો કરાવવો, તે તેની આજીવિકા તોડવા સમાન છે; તેમ કરવું નહીં.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105