Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 101
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૪ પ્રયત્ન કરો, એમ કહેવાનો મારો ઉત્તમ હેતુ એટલે આશય છે. ૦ ૧૧૩. તમારો માનેલો ઘર્મ મને કયા પ્રમાણથી બોઘો છો તે. મારે જાણવું જરૂરનું છે. એના જવાબમાં જિજ્ઞાસુ કહે છે કે–અનાદિકાળના અજ્ઞાનને કારણે મારો દેહાધ્યાસ ગાઢ હોવાથી હું શરીરને જ પોતાનું સ્વરૂપ માનું છું. અને તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી એમ માનું છું. તેથી દેહની સંભાળ રાખવી એને જ મારો ઘર્મ એટલે કર્તવ્ય સમજું છું, તથા વ્યવહારમાં પણ ‘પ્રથમ સુખ નિરોગી કાયા” એમ પ્રમાણભૂત માનેલ છે. તેથી બીજાને પણ મારા દેહાધ્યાસના કારણે શરીર સ્વસ્થ રાખવાનો જ બોધ આપું છું. ૧૧૪. શિથિલ બંઘ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય. (-જો - નિર્જરામાં આવે તો.) શિથિલકર્મો બાંધ્યા હોય તો ભક્તિ, સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાન, વિચાર કે પશ્ચાત્તાપ વગેરેથી પ્રદેશ ઉદય થઈ નિર્જરી જાય. પણ નિકાચિત કર્મ બાંધ્યા હોય તો તેમાં થોડો ફેરફાર થઈ શકે પણ ભોગવવું તો પડે છે. ૧૧૫. કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. વીતરાગ ભગવંત દ્વારા ઉપદિષ્ટ કોઈપણ શાસ્ત્રોમાં મને કોઈ દિવસ સ્વપ્નમાં પણ શંકા ન થાઓ; હમેશાં નિઃશંકતા જ રહો. કેમકે વીતરાગ પુરુષો કદી મિથ્યા કહે નહીં. મિથ્યા કહેવાનું કારણ અજ્ઞાન અને કષાયભાવ છે. પણ જેનામાં સંપૂર્ણ અજ્ઞાન અને કષાયભાવો નાશ પામી ગયા છે તે કદી મિથ્યા કહી શકે નહિ; માટે મને તેમના વચનોમાં સદા નિઃશંકતા જ રહો. ૧૧૬. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. ઘરમાં દુઃખ હોય, ખાવાનું પણ ઘણી મહેનતે પ્રાપ્ત થતું હોય તેવા સંજોગોમાં દુઃખગર્ભિત વૈરાગ્યથી પોતે દીક્ષા લે અથવા પોતાના કુટુંબ સર્વને દીક્ષા લેવડાવી દે; એવા જીવો લોકોની દ્રષ્ટિમાં મુનિપણું બતાવી તેમને ભ્રમાવે છે. પોતાની વિષયકષાયની વૃત્તિઓ હજુ સુધી શમી નથી, મોહ ભરપૂર પડેલો છે, તેથી ત્યાં પણ શિષ્ય વગેરેમાં મોહ જ પોસે છે. બાળકોએ બાપ સાથે દીક્ષા લીધી હોય તે પણ યથાર્થ વૈરાગ્યને પામેલ ન હોવાથી મોટા થઈ અનર્થ આચરે છે. એમ દુઃખના માર્યા વૈરાગ્ય બતાવી જગતને આ લોકો ભ્રમાવે છે. ૧૯૫ વચનામૃત વિવેચન ૧૧૭, અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. શિષ્ય કહે—અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. હું , તો શરીરને જ મારું સ્વરૂપ માનું છું, આત્મસ્વરૂપને ઓળખતો નથી. જ્ઞાની ગુરુ મળે આત્માનું ભાન થાય કે હું પરમાત્મા જેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા છું એવું પ્રથમ જ્ઞાન થાય, પછી પુરુષાર્થ કરવાથી અનુભવ થયે તેનું પૂર્ણ ભાન થઈ શકે છે. ૧૧૮, તું સન્દુરુષનો શિષ્ય છે. પરમકૃપાળુદેવ જણાવે છે કે આત્માનું ભાન થવા માટે પ્રથમ તું તારી જાતને સપુરુષનો શિષ્ય છું એમ માન. પછી શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાથી પોતે પણ સત્પરુષ જેવો થઈ શકે છે. ૧૧૯. એ જ મારી આકાંક્ષા છે. શિષ્ય કહેસફુરુષનો હું ખરો આજ્ઞાંકિત શિષ્ય બનું એ જ મારી આકાંક્ષા છે, કેમકે સત્પરુષની આજ્ઞા ઉપાસ્યા વિના ત્રણે કાળમાં જીવનો મોક્ષ નથી. ૧૨૦. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી ઘગધગતા અંગારા ભર્યા તો પણ તેમણે સમતાભાવ મૂક્યો નહીં, ક્ષમા જ ધારણ કરી રાખી; તેમ પરમકૃપાળુદેવ જણાવે છે કે મને પણ કોઈ ગજસુકુમાર જેવો વખત આવો જેથી હું પણ સમતાભાવમાં સ્થિર રહી સર્વ પ્રકારના કર્મોને નિર્જરાવી કેવળજ્ઞાન પામું. ૧૨૧. કોઈ રામતી જેવો વખત આવો. રાજેમતીનું સગપણ શ્રી નેમિનાથ સાથે થયું હતું. તોરણથી નેમિનાથ પાછા ફર્યા તે વખતે રાજમતીને કેવો આઘાત લાગ્યો હશે, છતાં પણ અન્ય પુરુષને તે ઇચ્છતી નથી કેમકે તે સતી છે. શ્રી નેમિનાથના ભાઈ રથનેમિએ તેની માગણી કરી છતાં રાજેમતીનું મન તેવું જ દ્રઢ છે. એક ઘણી ધાર્યા તે ધાર્યા, તે તારે કે મારે. એવી ટેક રાજમતીની હતી. તેવી ટેક આપણે પણ રાખવી જોઈએ. રાજેમતી જેવો વખત આવ્યે બીજામાં મન ભટકવું ન જોઈએ; તેને બદલે બીજાને પણ ઠેકાણે લાવવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105