________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૮૨ / Tી જણાવ્યું કે સ્વાદનો જય તે ખરો ઉપવાસ છે; ઇન્દ્રિયો જીતવા પ્રથમ
0 સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય પુષ્ટિકારક કે મનને આલાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા પાણીનો ઉપયોગ પણ કરવો. દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે, ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળિયો ભર્યા પછી તુરત પાણી લઈ ઉતારી જવું. જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય તેણે તો જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઈ સ્મરણ વગેરે થર્મ-કાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તો સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તો કેવા રૂપે બહાર નીકળે? તેને ખાવાની ઇચ્છા કેમ થતી નથી? વગેરે સ્વાદથી વિપરીત ભાવનાનો વિચાર કરી, તેથી ઇન્દ્રિય-જય અને આખરે સમકિતનું વિઘ્ન દૂર કરનાર જાણી સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઈ ચીજ મઘુર નથી તેવી ભાવના ખાઈ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો કંઈ ને કંઈ કરતા રહેવા ભલામણ છેજી. “એકાંત સુખી મુનિ વીતરાગ” આદિ યોગ્ય વચનોની મનમાં ઘૂન ચાલતી રહે તેવી ગોઠવણ રસોડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છેજી. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા દિન દિન પ્રતિ વર્ધમાન થાય એ જ સરળ માર્ગ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પૃ.૪૧૭) ૯૪. અભિનિવેશ જેવું એક્કે પાખંડ નથી.
જે મતમાં પોતે પ્રવર્તતો હોય તે મતની ગમે તેવી માન્યતા હોય પણ તેને જ સાચી માની તેનો જ આગ્રહ રાખવો તે અભિનિવેશ છે. સત્ અસને જાણ્યા વિના વળગી પડવું તેના જેવું બીજાં એક્કે પાખંડ નથી. કારણ કુગુરુનો આશ્રય જીવને ભવસમુદ્રમાં બુડાડનાર છે.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે. (પૃ.૪૯૫)
૧૮૩
વચનામૃત વિવેચન ૯૫. આ કાળમાં આટલું વધ્યું :- ઝાઝા મત, ઝાઝા (ST)
તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. પરમકૃપાળુદેવ કહે છે કે આ કાળમાં આટલું વધ્યું.
ઝાઝામતજગતમાં ધર્મના નામે અનેક પ્રકારના ગચ્છા મત પ્રવર્તી રહ્યાં છે. બઘા પોતપોતાને સત્ય મનાવે છે, અને બીજાને મિથ્યાત્વી માને છે.
આ કાળમાં કહેવાતા ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ એટલે વાચાશાનીઓ વિશેષ છે કે જેને માત્ર તત્ત્વજ્ઞાનની વાતો કરવી છે પણ તે પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું નથી, એવા ઘણા મળી આવશે.
ઝાઝી માયા એટલે આ કાળમાં વિશેષ માયાકપટની વૃદ્ધિ થઈ છે. સરળતા ગુણ જીવોમાંથી હાનિ પામ્યો છે.
આ કાળમાં ઝાઝો એટલે ઘણા પ્રકારનો પરિગ્રહ જેમકે ઘન, વસ્ત્ર, અલંકાર, ઘર, ટીવી, ગાડી વગેરે પ્રત્યેનો રાગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે. ૯૬, તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નીરાગી ઘર્મ બોઘી શકું
ખરો.
પરમકૃપાળુદેવ કહે છે કે આત્માદિ તત્ત્વ વગેરે જાણવાની સાચી અભિલાષાથી મને પૂછો તો હું તમને વીતરાગ ભગવંતના ઉપદેશેલા વૈરાગ્યમય ઘર્મનો બોધ આપી શકું ખરો.
“ઘર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - શિક્ષાપાઠ ૮૬ તત્ત્વાવબોઘ–ભાગ ૫
એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ; તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરુષ હતા; એમણે જે બોઘ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષોએ અંગ, ઉપાંગની યોજના કરી છે, તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંઘી પ્રમાણ આપતા હો તો હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તો શું વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી; પણ જે સામાન્ય ભાવે જાણું