Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 86
________________ ૧૬૫ શ્રીમદ્ રાજચંદ્ર ૧૬૪ ( ખરેખર દુર્ભાગ્યશાળી કોણ છે? તો કે જે સંસારમાં રચ્યાપચ્યા રહે છે. વિષયકષાયમાં જ જેની વૃત્તિ તન્મય છે. જેને જ્ઞાની પુરુષનો યોગ મળ્યો નથી અથવા મળ્યો હોય પણ તેમના પ્રત્યે દુર્લક્ષ છે. તે જ ખરેખર દુર્ભાગ્યશાળી છે. તેની દયા સટુરુષને કે સપુરુષના આશ્રિતને આવે છે. સમકિતી રોગી ભલો, જાકે દેહ ન ચામ; વિના ભક્તિ ગુરુરાજકી, કંચન દેહ નકામ.” ૬૩. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. તીર્થકર ભગવાનની કે કૃપાળુદેવની પ્રતિમા તથા ચિત્રપટ, પુસ્તક, માળા વગેરે શુભ દ્રવ્ય છે. તે શુભભાવનું કારણ છે. જીવ નિમિત્તને આધીન છે. નિમિત્તને આધીન જીવને શુભ કે અશુભ ભાવ થાય છે. ઘરમાં અનેક પ્રકારની ઉપાધિના કારણે પ્રવૃત્તિમય જીવન હોય છે, તેમાંથી થોડીવાર પણ નિવૃત્તિ લઈ મંદિરમાં જઈને આત્મશાંતિ મેળવી શકાય છે, માટે મંદિર, પ્રતિમા, પુસ્તક કે ચિત્રપટ આદિ તે શુભ ભાવ થવાના પ્રબળ નિમિત્ત કારણ છે એમ મહાત્મા પુરુષો કહે છે. “નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્દભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૩૬) પ્રભુશ્રીજીને એકવાર મોહનભાઈ બ્રહ્મચારીએ કહ્યું કે પ્રભુ ઘરે ભક્તિ કરીએ તો ઝટ પતી જાય અને સભામંડપમાં ઘણો સમય લાગે ત્યારે પ્રભુશ્રીજીએ જવાબમાં કહ્યું કે ઘરે જમવું અને જમણવારમાં જમવા જવા જેટલો આમાં ફરક છે. સભામાં ભક્તિ કરીએ તે જમણવાર જેવું અને ઘરે ભક્તિ કરીએ તે સાદું ભોજન જમવા જેવું છે. તેથી શુભ ભાવ માટે શુભ નિમિત્તોની ઘણી જરૂર છે. ૬૪. સ્થિર ચિત્ત કરીને ઘર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરે. | ચિત્તની સ્થિરતા સહિત ઘર્મધ્યાનની પ્રવૃત્તિ મોક્ષ આપનારી છે. સ્થિરતા વિના શુક્લધ્યાનની પ્રાપ્તિ થતી નથી. ચોથા ગુણસ્થાનકથી ઘર્મધ્યાનની શરૂઆત વચનામૃત વિવેચન થાય છે. તે સાતમા ગુણસ્થાનક સુધી હોય છે, ઘર્મધ્યાનથી આગળ વધી વઘીને આઠમા ગુણસ્થાનકમાં શુક્લધ્યાન પામીને કેવળજ્ઞાન પ્રગટ કરી શકાય છે. માટે તેવી પ્રવૃત્તિ કરવા વિષયકષાયની વૃત્તિઓને દૂર કરી ચિત્તની સ્થિરતા કરો. જેથી ઘર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય. ૬૫. પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે. ‘મૂછ રાહ:' - મોક્ષશાસ્ત્ર પરિગ્રહ પ્રત્યેનો મૂચ્છભાવ એટલે મમત્વભાવ અથવા આસક્તિ એ જ ખરેખર પરિગ્રહ છે. મમતાભાવ એ પાપનું મૂળ છે. મમતાથી આ જીવ સંસારમાં બંઘાય છે. નિર્મમત્વભાવવાળા એવા જ્ઞાનીપુરુષો આ સંસારથી છૂટે છે, ભરત મહારાજાની જેમ. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- “જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી. પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માતુ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુઘા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી, જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુ:ખના ભોગી થયા છે.” (૨.પૃ.૭૬) ૬૬, જે કૃત્ય કરવા વખતે વ્યામોહસંયુક્ત ખેદમાં છો, અને પરિણામે પણ પસ્તાઓ છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. સંસારના જે જે કામો કરતાં વ્યામોહસંયુક્ત એટલે મોહની વ્યાકુળતા

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105