________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫૦ ( ૨૬, સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું
તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
સ્ત્રીના શરીર ઉપર થતો મોહ અટકાવવા માટે તેના શરીર ઉપરથી ચામડી કાઢી નાખી હોય તો કેવું ભાસે? એમ વિચારે તો જોવું પણ ન ગમે, ભયંકર લાગે. એમ શરીરના અંદરનો ભાગ માંસ, લોહી, હાડકાં, નસો, મળ, મૂત્ર વગેરે બહાર લાવીને વિચારે કે હવે તેમાં મોહ કરવા જેવું શું છે? એમ વારંવાર વિચારે તો અનાદિનો મોહ મંદ થાય. એક બે વાર વિચારવાથી અનાદિનો અભ્યાસ ટળે નહીં. પણ જ્યારે જ્યારે મોહ થાય ત્યારે ત્યારે વારંવાર વિચારે તો જરૂર તેના પ્રત્યેનો મોહ થતો અટકે.
પુષ્પમાળામાં પણ કહ્યું છે કે–“જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે.” ૨૭, કુપાત્ર પણ સપુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી
શુદ્ધ થયેલો સોમલ શરીરને નીરોગી કરે છે.
કુપાત્ર એટલે ઘર્મ પામવાને યોગ્ય નથી એવો જીવ પણ જ્ઞાની પુરુષની કૃપાદ્રષ્ટિ વડે પાત્ર બની જાય છે. વૃઢપ્રહારી, અંજનચોર વગેરે મહાપાપોના કરનારા તે પણ મહાપુરુષોના સમાગમે તરી ગયા. અર્જાન માળી જે પ્રતિદિન સાત જીવની ઘાત કરનાર હતો તે પણ ભગવાન મહાવીરની સમીપે જવાથી પાત્ર બની ગયો અને આત્મકલ્યાણ સાધી લીધું.
જેમ સોમલ એમને એમ ખાય તો માણસ મરી જાય પણ જાણકાર વૈદ્ય દ્વારા તેને છાશથી શુદ્ધ કરવામાં આવે તો તેજ સોમલ શરીરને નીરોગી બનાવે છે. ૨૮, આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી
ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
આત્મા મૂળ સ્વરૂપે તો સચ્ચિદાનંદમય છે અર્થાત્ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. પણ ભ્રાંતિને લીધે આત્મા દેહસ્વરૂપે ભાસે છે. ખરી રીતે તે દેહ સ્વરૂપ નથી. ભ્રાંતિથી થોડા પ્રકાશમાં દોરીને સાપ માની લઈએ છીએ તેમ. જેમ આપણે આંખને ત્રાંસી કરીને જોઈએ તો ચંદ્રમા એક હોવા છતાં બે દેખાય છે; પણ ખરી રીતે તેમ નથી. તેમ દેહને આત્મા માનીએ છીએ પણ ખરી રીતે જોતાં તેમ નથી. આત્મા તો
૧૫૧
વચનામૃત વિવેચન “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખઘામ;
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.” ૨૯. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર
ઓળવશો નહીં.
જ્ઞાનીપુરુષના કહેલા યથાર્થ વચનોને ગ્રહણ કરવામાં દંભ એટલે માયા રાખશો નહીં. તેમ જેની પાસેથી યથાર્થ બોઘ મળ્યો હોય તેનો ઉપકાર પણ કદી ઓળવશો નહીં. તેમ કરીએ તો કૃતઘ્ની કહેવાય. કૃતજ્ઞતા જેવો બીજો કોઈ મોટો દોષ મને જણાતો નથી, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે.
“જ્ઞાનીપુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું એ અનંતાનુબંધી માયા છે.” - બો, ભા-૨ (પૃ.૫૦) ૩૦. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે,-ગુપ્ત ચમત્કાર
જ સૃષ્ટિના લક્ષમાં નથી.
પરમકૃપાળુદેવ કહે છે કે અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે પણ તે ગુપ્ત ચમત્કાર લોકોના લક્ષમાં નથી. તે ગુપ્ત ચમત્કારમય ચૈતન્ય એવો આત્મા છે. આ આત્મતત્ત્વ જો સૃષ્ટિમાં ન હોત તો આખું જગત જડવત્ પડ્યું રહેત. બધી વસ્તુને જાણનાર અને જણાવનાર સ્વપર પ્રકાશક એવો આ આત્મા જ છે. પણ તેને લોકો જાણતા નથી.
સમતા, રમતા, ઉરળતા, સાયકતા સુખભાસ;
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” (વ.પૃ.૩૬૭) ૩૧. ૨ડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો.
બાળકના હાથમાં સોમલ હોય તો તેને રડાવીને પણ માબાપ લઈ લે છે. કેમકે તે જાણે છે કે જો તે ખાઈ જશે તો મરી જશે. તેમ ગુરુને શિષ્યમાં દોષ જણાય તો તેને વઢીને, ઘમકાવીને પણ તે દોષો દૂર કરાવે છે. નહીં તો તે દોષોને કારણે શિષ્ય સંસારમાં ડૂબી મરશે એવી અંતરદયા શ્રી ગુરુના હૃદયમાં હોવાથી તેમ વર્તે છે.
ઘમકી ગણે ના કોઈ તો, ગુરુ આમ થફેંકીને કહે; દેખાડતો નહિ મુખ તારું મલિન, માયા જો ગ્રહે;