Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 81
________________ શ્રીમદ્ રાજચંદ્ર આત્મા સંબંધી જ્ઞાન અને સીલ એટલે સચારને સાથે દોરજે ૐ અર્થાત્ સાચું જાણીને તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરજે. ૧૫૪ ૩૭. એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. એક સાથે ગાઢ મિત્રતા કરવાથી તેનો વિયોગ થાય ત્યારે ઘણું દુ:ખ થાય. માટે એક સાથે મૈત્રી કરીશ નહીં, પણ કરે તો જગતના સર્વ જીવો પ્રત્યે કરજે. એકેન્દ્રિય આદિ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાથી સર્વ જીવો મારા જેવા જ છે તો તેમને હું કેમ હશું? એવી વિશાળ ભાવના મોક્ષનું કારણ બને છે. “મિત્તિ મેં સવ્વ મુઝેવુ, વેર મળ્યું ન વેળ “उदार चरितानाम् तु वसुधैव कुटुम्बकम्" ૩૮. મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતાં છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે તેને ઘન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગના જેવી સ્ત્રીઓના ક્રીડાવિલાસ જોતાં પણ જેને વૈરાગ્ય છૂટે છે એવા સ્થૂલિભદ્ર મુનિને અમારા ત્રિકાળ નમસ્કાર હો. તેમજ જેને આઠે કન્યાઓ ચલાવી ન શકી એવા જંબુસ્વામીને અમારા ત્રિકાળ નમસ્કાર હો. “નિરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.” શ્રીમદ્ રાજચંદ્ર ૩૯. ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે. ભોગના વખતમાં પણ જેને આત્માની સાથે જોડનાર એવા યોગની જ સ્મૃતિ રહ્યા કરે, એ હળુકર્મીનું લક્ષણ છે. ભરત મહારાજા સંસારમાં રહ્યા છતાં પણ જેને નિરંતર છૂટું છૂટુંના ભણકારા થતા હતા તે હળુકર્મીના લક્ષણ છે. ભરત મહારાજા ઋષભ પ્રભુને કહે છે કે હે નાથ— “આ સંસારે રે હું હō ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે ક્યારે ૨ે હે! પ્રભુ આપશો આ બાળકનેય ભાન ? જાગો ભાર ઉતારો ગહન ભવચક્રનો, ગમતા ની આ ભોગ, તારો તારો વિભાવ પ્રવાહથી દ્યો નિત્ય-શુદ્ધ ઉપયોગ. જાગો વચનામૃત વિવેચન પરમકૃપાળુદેવે એક વખતે જણાવેલ કે સંસારી જીવો એક દિવસમાં પોતાની સ્ત્રી પ્રત્યે જે રાગ કરતા હશે તેટલો રાગ અમે આખી જિંદગીમાં પણ કર્યો નથી. કેવી અદ્ભુત આત્મજાગૃતિ. એ બધા હળુકર્મીના લક્ષણો છે. ૧૫૫ ૪૦. આટલું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર, જીવનપર્યંત બાલ્યાવસ્થા, આત્મતત્ત્વનું ચિંતવન, પરમકૃપાળુદેવ કહે છે કે સંસારમાં આટલી વસ્તુઓ હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી. (૧) આખી દુનિયા સદાચાર પ્રમાણે વર્તે, કોઈ પણ પ્રાણી દુષ્ટ વર્તન કરે નહીં તો હું મોક્ષની ઇચ્છા કરું નહીં. (૨) આયુષ્ય નિયમિત હોય. કોઈ અકાળે મૃત્યુ પામે નહીં. (૩) નીરોગી શરીર રહે, શરીરમાં કોઈ દિવસ પણ રોગ આવે નહીં. (૪) સ્ત્રી, પુત્રાદિ, સગાં કુટુંબીઓ અચળ એટલે સદા સ્થિર રહે. કોઈ મૃત્યુ પામે નહીં. (૫) નોકર ચાકર બધા આજ્ઞાંકિત હોય. (૬) કુળને દીપાવે એવા પુત્રો હોય, બાપના નામને બોળે એવા નહીં. (૭) જીવીએ ત્યાં સુધી બાલ્યાવસ્થા જ રહે, બાળક જેવું નિર્દોષ હૃદય રહે અથવા વૃદ્ધાવસ્થા આવે નહીં. (૮) હમેશાં આત્મતત્ત્વનું ચિંતન રહ્યા કરતું હોય તો હું મોક્ષની ઇચ્છા કરતો નથી. ગૌતમબુદ્ધનું દૃષ્ટાંત – ગૌતમ બુદ્ધ એક દિવસ ફરવા માટે બહાર નીકળ્યા. ત્યાં ચાર જણને જુદી જુદી સ્થિતિમાં જોયા. પ્રથમ નિર્ધનને જોયો, બીજો એક વૃદ્ધને દીઠો. ત્રીજો રોગી જોયો અને ચોથું એક મડદાંને લઈ જતા જોયું. તેના ઉપરથી ગૌતમ બુદ્ધને વિચાર આવ્યો – અહો! આ સંસારમાં નિર્ધનપણાના કેવા દુઃખો રહેલા છે. આગળ જતાં લાકડી લઈને વૃદ્ધને જતા જોઈ વિચાર આવ્યો કે શું

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105