________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫૬ / આવા વૃદ્ધાવસ્થાના દુઃખ પણ આ જગતમાં રહ્યાં છે.
૦ ફરી આગળ જતાં એક માણસને રોગથી ઘેરાયેલો દુઃખથી આકુળવ્યાકુળ થતો જોયો. તે જોઈને તેને વિચાર આવ્યો કે અહો! આ કાયામાં આવા રોગો પણ રહેલા છે! તે ક્યારે આપણા શરીરમાં ફુટી નીકળશે તેની પણ ખબર નથી.
છે.
૧૫૭
વચનામૃત વિવેચન ૪૨. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે?
તો કે હા. જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ. ૭ એ છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. દ્રવ્ય અપેક્ષાએ જોતાં છ એ દ્રવ્ય શાશ્વત છે. ત્રિકાળમાં તે દ્રવ્યોનો નાશ નથી. માટે સર્વ દ્રવ્યોની અપેક્ષાએ જોતાં સૃષ્ટિ અમર થશે. તેમજ પ્રવાહની અપેક્ષાએ જોતાં સર્વ દ્રવ્યોના પર્યાય થવાનો પણ કદી અંત આવશે નહીં. જ્યાં સુધી જીવાદિ દ્રવ્ય અશુદ્ધપણે વિભાવમાં પ્રવર્તશે ત્યાં સુધી તેના વિભાવિક પર્યાય થશે અને જ્યારે દ્રવ્ય પોતાના શુદ્ધ પર્યાયને પામશે ત્યારે તેના શુદ્ધ શુદ્ધ પર્યાય પણ સમયે સમયે થશે. માટે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ એટલે દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાએ જોતાં અમર થશે. ૪૩. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત
તો બહુ વિવેકી ઘોરણથી પરમાનંદમાં વિરાજમાન હોત,
પરમકૃપાળુદેવ કહે છે કે એક અપેક્ષાથી જોતાં જો સૃષ્ટિમાં રહેલા જીવો તે અમારા કહ્યા પ્રમાણે અર્થાત્ ભગવાનના કહ્યા પ્રમાણે વર્તતા હોત તો હિતાહિતનું ભાન પામી સર્વ જીવો આત્માના પરમાનંદમાં બિરાજમાન થાત. પણ મોટે ભાગે કર્મને આધીન જીવોને જ્ઞાની પુરુષોનો ઉપદેશ ચતો નથી. તેથી આત્માના પરમાનંદને પામી શકતા નથી. અને અજ્ઞાનવશ નવા નવા કર્મ બાંથી ચાર ગતિરૂપ સંસારમાં જ રઝળ્યા કરે છે. ૪૪. શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું.
શુક્લ એટલે પવિત્ર નિર્જનાવસ્થાને એટલે જ્યાં લોકોની અવરજવર ન હોય તેવા સ્થાનમાં ધ્યાન અને સ્વાધ્યાય બહુ સ્થિરતાપૂર્વક થઈ શકે. ત્યાં વિક્ષેપના કારણો નથી. માટે પરમકૃપાળુદેવ કહે છે કે એવા એકાંત સ્થાનોને હું બહુ માન્ય કરું છું.
પરમકૃપાળુદેવ એકાંત સ્થાનો માટે ઈડર, ઉત્તરસંડા, કાવિઠા, રાળજ, ઘર્મપુર વગેરે સ્થળોએ રહ્યા હતા. ભગવાન મહાવીર પણ છદ્મસ્થ અવસ્થામાં એવી એકાંત અથવા ઉજ્જડ જગ્યામાં ધ્યાન કરતા હતા. ૪૫. સૃષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે.
સૃષ્ટિલીલા એટલે કુદરતી સૌંદર્ય જેવા કે જંગલો, પહાડો, ગુફાઓ, નદીઓ, તળાવો આવેલા હોય ત્યાં શાંતભાવથી એટલે મનની અનેક પ્રકારની
ફરી આગળ જતાં એક મડદાંને લઈ જતા જોઈ પૂછ્યું. તે પરથી વિચાર આવ્યો કે શું આ સંસારમાં આવી રીતે મૃત્યુ પણ આવશે. આ ચાર કારણો જોઈને ગૌતમબુદ્ધને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી માતા-પિતાને સમજાવી દીક્ષા ગ્રહણ કરી.
માટે પરમકૃપાળુદેવ કહે છે કે ઉપર જણાવેલ બધી વસ્તુઓ વ્યવસ્થિત હોય તો હું મોક્ષની ઇચ્છા કરું નહીં પણ એમાંની એકે વસ્તુ અચળ નથી માટે હું તો મોક્ષની જ ઇચ્છા કરું છું. ૪૧. એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું.
ઉપર જે કહ્યું તેમ કોઈ કાળે થયું નથી અને થવાનું નથી અર્થાત્ ભવિષ્યમાં પણ કોઈ કાળે થશે નહીં માટે હું તો મોક્ષને જ ઇચ્છું છું.