Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 77
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૬ ઊંચી ઊંચી ગુણસ્થાનકની ભૂમિકાઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. ૧૮. એ એક્કે ન હોય તો સમજીને આનંદ રાખતાં શીખો. ઉપર કહેલા એક્ટ ગુણ ન હોય તો તે ગુણો જરૂર મારે પ્રાપ્ત કરવા જેવા છે એ વાતને સપુરુષના બોઘે સમજવા પ્રયત્ન કરો. એ વાત સમજાયા પછી નિર્દોષ આનંદ રાખતા શીખો, જેથી સંસારની વિશેષ વૃદ્ધિ થાય નહીં. નિર્દોષ સુખનિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન, જેથી જંજીંરેથી નીકળે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૯. વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. વર્તનમાં બાળક જેવા નિર્દોષ મનવાળા થાઓ, સત્યની વાતમાં યુવાન જેવી દ્રઢતા દાખવો તથા સમ્યજ્ઞાનમાં વૃદ્ધો સમાન વિશેષ જ્ઞાન મેળવી આત્મ અનુભવી થાઓ. પરમકૃપાળુદેવની ઉંમર નાની હોવા છતાં તેઓ જ્ઞાનવૃદ્ધ હતા. વજસ્વામી માત્ર આઠ વર્ષની ઉંમરે જ્ઞાનવૃદ્ધ હોવાથી આચાર્ય પદવીને પામ્યા. ૨૦, રાગ કરવો નહીં, કરવો તો પુરુષ પર કરવો; દ્વેષ કરવો નહીં, કરવો તો કુશલ પર કરવો. સંસારમાં ક્યાંય રાગ કરવા જેવું નથી. છતાં રાગ કર્યા વિના રહી શકાતું ન હોય તો જેનામાં રાગ નથી એવા સપુરુષમાં રાગ કરવો. એ પ્રશસ્ત રાગ હોવાથી સંસારનો રાગ નાશ કરી વીતરાગતા આપનાર છે. કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નથી છતાં આ જીવને દ્વેષ કર્યા વિના રહેવાતું ન હોય તો પોતાના કુશીલ એટલે દુષ્ટ આચરણ ઉપર લેપ કરવો કે જેથી તારામાં રહેલા દોષોનું નિવારણ થાય. ૨૧. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય અભેદપણે રહેલા છે. “અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાથ સ્વરૂપ” તેનો એક પળ પણ વિચાર કરવાથી પોતાને એ સુખનો ખ્યાલ આવશે કે અહો! મારો આત્મા પણ એવા અનંતસુખથી ભરપૂર છે; છતાં હું સુખ માટે બહાર ભટકું છું. ૧૪૭ વચનામૃત વિવેચન એ મારું કેટલું બધું ગાઢ અજ્ઞાન સૂચવે છે. ૨૨. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. મનને વશ કર્યું તેણે આખા જગતને વશ કર્યું. મનને લઈને આ આખો સંસાર છે. પાંચ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓનો સારથી પણ આ મન જ છે. જેણે મનને જીતી લીધું તેણે સર્વ કષાય પર વિજય મેળવ્યો. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે“મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી, એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુંથુજિન મનડું કિમહિ ન બાજે.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહા-જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે. “મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંઘ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.” મન અકસ્માતુ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિસ્સા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે, ત્યાગ ન ટાગ્યા જેવો થાય છે, લોલજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” -મોક્ષમાળા શિક્ષાપા૬૮ (૧.પૃ.૧૦૭) એક સંતનું દ્રષ્ટાંત :- રાજગૃહી નગરીના રાજાની વિનંતિથી ઉપદેશ આપવા એક સંત આવતા. સંસારની અસારતા સમજાવતા તેથી રાજાને આનંદ

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105