Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 78
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૮ ( થતો અને સંસાર ત્યાગ કરવાનું મન થતું. પણ ત્યાગ કરવાને - અસમર્થ હતા. રોજ રાજાને ત્યાં ઉપદેશ આપવા આવતાં, પણ સંત રાજાના ઘરનું પાણી કદી પીતા નહીં. રાજાએ એકવાર પૂછ્યું કે ગુરુદેવ ! આપ મારા ઘરનું પાણી કેમ પીતા નથી? મારો શો અપરાશ છે? સંતે કહ્યું : તારા ઘરનું અન્ન, પાણી અમારાથી ન લેવાય. કેમકે તારું અન્ન કદાચ અમારું મન બગાડી નાખે. માટે લેતા નથી. કારણસર લેવું પડે એ જુદી વાત. એક દિવસ રાજાના મહેલમાં ઉપદેશ દેવા આવ્યા. રાજાના ઘણા આગ્રહથી મન પીગળ્યું અને શીખંડ, પૂરીનું ભોજન કર્યું. સંતે રાજાને આશ્રમે જવાનું કહ્યું પણ પેટ ભારે હોવાથી સુવાનું મન થયું અને એક મખમલની પથારી જોઈ તેના ઉપર સૂઈ ગયા. ભારે ભોજનથી સંતને ગાઢ નિદ્રા આવી. જાગ્યા ત્યારે સામે એક રત્નાનો હાર જોયો તે લેવાનું મન થયું અને તે લઈને ચાલ્યા ગયા. - રાણીએ ઘણી તપાસ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. બીજે દિવસે સંતને ઝાડા થયા ત્યારે રાજાના ઘરનું ખાધેલું બધું નીકળી ગયું. ત્યારે સંતને વિચાર આવ્યો કે આ મેં શું કર્યું? ચોરી કરીને હાર લઈ આવ્યો. હવે હારને લઈ જઈ રાજાને સંતે કહ્યું : તારા અન્ને મારું મન બગાડ્યું. જેવું અન્ન તેવું મન અથવા જેવો આહાર તેવો ઓડકાર, એમ કહી રાજાને હાર સંતે સુપરત કર્યો. -જીવનઘડતર પ્રવેશિકા ૨૩. આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. સંસારમાં એક એક જીવ સાથે અનંતી સગાઈ માતારૂપે, સ્ત્રીરૂપે, પુત્રરૂપે, પિતા વગેરે રૂપે થઈ ગઈ છે. “અનંતીવાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ', એવા સંસારને શું કરવો કે જેથી નવા ભવો ઘારણ કરીને જીવો સાથે આવા અનેક સંબંધો કરવા પડે. માટે આ સંસારનો અંત આણવો એ જ હિતાવહ છે. એ જ કલ્યાણકારક છે. ૧૪૯ વચનામૃત વિવેચન ૨૪. નિગ્રંથતા ઘારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ જ લઈને ખામી આણવા કરતાં અભારંભી થજો. દીક્ષા લેવા પહેલાં સંપૂર્ણ વિચાર કરવો કે હું દીક્ષા પાળી શકીશ કે નહીં. દીક્ષા લઈને પછી દોષ લગાડવા તે મહાબંઘનું કારણ છે. જો આપણામાં નિગ્રંથપણું પાળવાની સંપૂર્ણ શક્તિ ન હોય તો અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખીને આત્માને ઉજ્વળ કરવાનો પુરુષાર્થ કરવો. જ્યારે સંપૂર્ણ યોગ્યતા આવી જાય ત્યારે સદ્ગુરુ ભગવંતની હાજરીમાં દીક્ષા લેવી. દીક્ષા લઈને દોષ લગાડવાથી ભારે કર્મોનો બંધ થાય છે. માટે તેમ કરવું નહીં. વવાણીયામાં સ્થાનકવાસી મૂનિઓ વહોરવા માટે ઘેર આવતા ત્યારે પરમકૃપાળુદેવના માતુશ્રી વગેરે વહોરાવતા. તે સમયે પરમકૃપાળુદેવ તે મુનિઓને જણાવતા કે અવળી પ્રરૂપણા કરશો તો અનંતકાળ સંસારમાં રઝળવું પડશે. એમ મીઠો ઠપકો આપતા હતા. પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે કે શ્રાવક કે ટૂકડે, ગજ ગજ લાંબે દાંત; કરે ઘર્મ તો પચે, નહીં તો કાઢે આંત.” ૨૫. સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું. “રે આત્મા તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો; સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” જ્ઞાની પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા છે કે હે ભવ્યો! તમે તમારા આત્માનો ઉદ્ધાર કરો. તે આત્માની શીધ્રપણે ઓળખાણ કરો. જગતના સર્વ જીવોને પોતા સમાન ગણો અને આ વચનને હૃદયમાં કોતરી રાખો. તથા આત્માને ઓળખવા માટે અંતરંગ તથા બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરો. તેના વિષે પ્રજ્ઞાવબોઘમાં જણાવ્યું છે – “તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર, પરિહર પરિહર મોહ તું, કર કર આત્મવિચાર, નિખારણ કરુણા કરી, સંત કરે પોકાર; અગ્નિ આરંભ પરિગ્રહ, બળી મરશો નિરઘાર.”

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105