Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 73
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૮ [ ત્યારે અષ્ટાવક્રે કહ્યું : સર્વસ્વ અર્પણ કર્યું તો આ ઘોડો કોનો? એમ 0 કહી જનકરાજાને બ્રહ્મનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું અને આજ્ઞા કરી કે આ રાજ્ય અમારું છે, તેનું તમે પાલન કરો. હવે જનકવિદેહી શ્રી ગુરુની આજ્ઞાને માથે ચઢાવી રાજ્યનું પાલન પહેલાની જેમ જ કરતાં છતાં; આ રાજ્ય મારું નથી પણ મારા ગુરુનું છે એમ માનવા લાગ્યા. મહાપુરુષોને સર્વસ્વ અર્પણ કરવાનું ફળ મમતાભાવનો ત્યાગ આવ્યું. મહાપુરુષોને આપણી પાસે એ જ કરાવવું છે. એ તો સર્વથા નિઃસ્પૃહ છે. ૯, તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. લોકોપવાદ એટલે લોકોએ કરેલી આપણી નિંદા કે આળને એવી રીતે સમભાવે સહન કરવા કે ભવિષ્યમાં તે લોકોને જ તેનો પસ્તાવો થાય. વડવામાં સભામધ્યે ગટોરભાઈએ કરેલા અપવાદ એટલે નહીં બોલવા યોગ્ય વચનો કહ્યાં તેને પરમકૃપાળુદેવે સહજ સ્વભાવે સહન કર્યા. પછી ખંભાતમાં શ્રી દેવકરણજીનું વ્યાખ્યાન સાંભળતા ગટોરભાઈને ઘણો પશ્ચાત્તાપ થયો હતો તે નીચે મુજબ છેઃ શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈનો પ્રસંગ-“ત્યારબાદ પોષ માસમાં અથવા માહ માસમાં મુનિ શ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાતમાં પધાર્યા હતા. ત્યાં મુનિશ્રી દેવકરણજીસ્વામી વ્યાખ્યાન વાંચતા ત્યારે ઘણા લોકો સાંભળવા આવતા. એકવાર જ્ઞાનાવરણીય કર્મ સંબંઘી વિસ્તારથી ઘણો બોવ કર્યો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે વખતે ગટોરચંદ મોતીચંદ કે જેણે પરમકૃપાળુદેવ પ્રત્યે આક્ષેપો કર્યા હતા અને નિંદા કરી હતી તે તેમને સ્મૃતિમાં આવી જવાથી ઘણું રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો! આપણી તો ઘણી જ ભૂલ થઈ છે. તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં તો સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો મારાથી હવે કેવા પ્રકારે છૂટી શકાય? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં જવાનું રાખવું. ત્યારપછી તેઓ ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરે ભાઈઓના સમાગમમાં હમેશાં આવતા હતા.” પ. પૂ. પ્રભુશ્રીજીનો પ્રસંગ-પાલનપુરમાં પ.પૂ.પ્રભુશ્રીજી ઉપર કરેલ ૧૩૯ વચનામૃત વિવેચન અપવાદનો પીતાંબરદાસને પુનઃ પશ્ચાત્તાપ થયો હતો. તે પ્રસંગ વી પ.પૂ.પ્રભુશ્રીજીના જીવનચરિત્રમાં નીચે મુજબ છે – વિહાર કરતા કરતા મુનિવરો પાલનપુર પધાર્યા. ત્યાંના સ્થાનકવાસી સંઘમાં અગ્રેસર પીતાંબરદાસ મહેતા ગણાય છે. તે તેમને મળ્યા અને વાતચીત થતાં બધા મુનિઓ પંચતીર્થી યાત્રા કરીને આવે છે એમ સાંભળ્યું એટલે તેમને થયું કે આમની શ્રદ્ધા ફરી ગઈ લાગે છે. સ્થાનકવાસી તો પ્રતિમાને માને નહીં, દેરાસરોમાં જાય નહીં. તેથી તેમને ઠપકો દેવાના હેતુથી બોલ્યા, “તીર્થ તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચાર જ છે; પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા? આમ મુનિઓ બધે ફરે તો શ્રાવકોની શ્રદ્ધા ઘર્મ ઉપર ક્યાંથી રહે? મુનિઓ ભગવાન વચનની વિરુદ્ધ વર્તે તો મુનિપણું ક્યાં રહ્યું? વગેરે આવેશમાં આવીને તે ઘણું બોલ્યા, પણ મુનિવરો શાંત રહ્યા. રાત્રે પીતાંબરભાઈને વિચાર આવ્યો કે, “આજે મેં મુનિઓને કઠોર વચન કહ્યાં છતાં કોઈ કાંઈ બોલ્યા નહીં, તેમણે તો ઊલટી ક્ષમા ઘારણ કરી. શાસ્ત્રમાં શ્રી નમિરાજર્ષિના ઇન્દ્ર વખાણ કર્યા છે, “હે મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો, તેં અહંકારનો પરાજય કર્યો!” આ શાસ્ત્રવચન મેં પ્રત્યક્ષ આજે સત્યરૂપે જોયાં. ક્રોધને જીતનાર ક્ષમામૂર્તિ આ જ છે. હું ક્રોથથી ઘમઘમ્યો અને કુવચનો વરસાવ્યાં; પરંતુ એમનું રોમ પણ ફરક્યું નહીં. તો મારે પ્રભાતે તેમની માફી માગવી ઘટે છે.” એમ વિચારી સવારે મુનિવરો પાસે આવી ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી માફી માગી.” (પૃ.૩૬) ૧૦. હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડા વચનો પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. જ્ઞાની પુરુષોના હજારો ઉપદેશ વચનો કે બોઘને સાંભળવા કરતાં તેમાંના થોડાં વચનોને પણ ઊંડા ઊતરીને ખૂબ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાંભળ સાંભળ કરે પણ વિચારી વર્તનમાં ન ઉતારે તો સાંભળેલું શું કામનું? વૃષ્ટાંત:- જેમ શિવભૂતિ મુનિ “મા રુષ, મા તુષ” એ મંત્ર વચનો ગુરુ પાસેથી પામી અંતે તેના પર વિચાર કરીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું. ચિલાતીપુત્રે ગુરુ પાસેથી “ઉપશમ, વિવેક, સંવર’ આ ત્રણ શબ્દોને મંત્રરૂપે ગુરુ પાસેથી જાણી, તેનો વિચાર કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105