Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 72
________________ [I શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૬ “અપાસરામાં એક દિવસે શ્રી લલ્લુજી, દામોદરભાઈ નામના ~ પાટીદાર સાથે શ્રી ભગવતીસૂત્રનાં પાન નીચે વાંચતા હતા. અપાસરાને મેડે હરખચંદજી મહારાજ તે જ સૂત્રનું વ્યાખ્યાન કરતા હતા. ભવસ્થિતિ પરિપક્વ થયા વિના કોઈનો મોક્ષ ન થાય એ વિષે શ્રી ભગવતીસૂત્રમાં અધિકાર આવેલો તે વિષે શ્રી લલ્લુજી દામોદરભાઈને પૂછતા હતા કે ભવસ્થિતિ પરિપક્વ થયે મોક્ષ થતો હોય તો પછી સાધુપણું, કાયક્લેશાદિ ક્રિયાઓ કરવાની શી જરૂર છે? એવામાં અંબાલાલ આદિ બે ત્રણ જુવાનીઆ કંઈક વાંચતા દૂર જણાયા. તેમને શ્રી લલ્લુજીએ કહ્યું, “વ્યાખ્યાનમાં કેમ જતા નથી? ઉપર જાઓ કે અહીં આવીને બેસો.” ઉપર જવાને બદલે તેમની પાસે આવીને તે બેઠા અને ઉપરનો પ્રશ્ન થોડો ચર્ચાયો, પણ સંતોષકારક ઉત્તર ન મળ્યો. પછી હરખચંદજી મહારાજને પૂછવા ઉપર મુલતવી રાખ્યું. ભાઈ અંબાલાલ બોલ્યા કે આવા પ્રશ્નો તો શું, પણ અનેક આગમો જેને હસ્તામલકવતુ છે એવા પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર છે. તેમના પત્રો અને વાંચતા હતા. તે અહીં ખંભાતમાં પઘારવાના છે. આ વાત સાંભળીને તથા પત્રો વાંચીને શ્રી લલ્લુજીને શ્રીમદ્ રાજચંદ્રનો સમાગમ કરવાની તીવ્ર ભાવના જાગી. તે પધારે ત્યારે જરૂર ઉપાશ્રયમાં તેમને તેડી લાવજો એમ વિનંતિ પણ કરી. સં. ૧૯૪૬ના ચોમાસામાં દિવાળીના દિવસોમાં શ્રીમદ્ રાજચંદ્ર ખંભાત પધાર્યા અને અંબાલાલભાઈ વગેરેના આગ્રહથી ઉપાશ્રયમાં પણ ગયા. હરખચંદજી મહારાજે શતાવઘાનની વાત સાંભળેલી તે કરી બતાવવા માટે વિનંતિ કરી. પણ પોતે તે પ્રયોગો જાહેરમાં કરવાનો વિચાર માંડી વાળ્યો હતો, તોપણ સર્વના આગ્રહને લઈને તથા હિતનું કારણ દેખી થોડા પ્રયોગો ઉપાશ્રયમાં કરી દેખાડ્યા. પછી હરખચંદજી મહારાજ સાથે થોડી શાસ્ત્ર સંબંધી જ્ઞાનવાર્તા થઈ તે ઉપરથી તેમણે સર્વની સમક્ષ શ્રીમદ્ભા બહુ વખાણ કર્યાં. એટલે શ્રી લલ્લુજીએ તેમની પાસેથી શાસ્ત્રનો મર્મ સમજવા ગુરુ પાસે આજ્ઞા માગી અને તેમણે આપી. પછી શ્રી લલ્લુજીએ ઉપાશ્રયને મેડે પધારવા વિનંતિ કરી. શ્રીમદ્ ઉપર ગયા. શ્રીમો ગૃહસ્થ વેશ અને પોતાનો મુનિવેશ હોવા છતાં પોતાને તેમનાથી લઘુ માની ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર શ્રી લલ્લુજીએ કર્યા. પછી શ્રીમદે શ્રી લલ્લુજીને પૂછ્યું: “તમારી શી ઇચ્છા છે?” શ્રી લલ્લુજીએ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું, “સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્યની દ્રઢતાની ૧૩૭ વચનામૃત વિવેચન મારી માગણી છે.” શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક / / છે.” વળી શ્રી લલ્લુજી સ્વામીના જમણા પગનો અંગૂઠો પકડી શ્રીમદ્ , તપાસી જોયો. પછી નીચે ગયા અને શ્રી અંબાલાલને રસ્તામાં જણાવ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. આ રેખા લક્ષણો ઘરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય.” (પૃ.૫) ૮. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો. નહીં. જે મહાપુરુષોની કૃપાએ આપણા આત્મા ઉપર રહેલ અજ્ઞાનરૂપ પડદો નીકળીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. કેમકે આત્માથી સૌ હીન છે. જનકરાજાનું વૃષ્ટાંત :- જેમ જનકરાજાએ શ્રી અષ્ટાવક્રને પ્રશ્ન કર્યો કે આ સાચું છે કે તે સાચું? તેનો યથાર્થ જવાબ જનકરાજાને મળતા એમ થયું કે સ્વપ્નામાં જેમ હું ભિખારી થયો તે ખોટું હતું તેમ આ રાજ્યવૈભવ પણ એક પાંચ પચાસ વર્ષના સ્વપ્ના તુલ્ય જ છે. કેમકે મારું મૃત્યુ થયે આ રાજ્યવૈભવ બધા અહીં જ પડ્યા રહેશે, અને હું એકલો પરભવમાં ખાલી હાથે જઈશ. માટે આ સ્વપ્ના જેવા રાજવૈભવથી મારે સર્યું, એમ વૈરાગ્ય પામી બુદ્ધિ આપનાર એવા અષ્ટાવક્રને પોતાના ગુરુ માની તેમને તન, મન, ઘન, રાજવૈભવ વગેરે સર્વસ્વ અર્પણ કરી દીધું. અને ઘોડા ઉપર બેસીને જવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105