________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૪ જે વચનો ગ્રહણ કર્યા તે પ્રમાણે સદ્વર્તન કરજે (સવૃત્તિમાં દોરાજે).
સવૃત્તિમાં વર્તે તેને અશુભભાવ (વૃત્તિઓ) રોકાય છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે મુનિ “વૃત્તિઓને રોકજો.” “કેવળ અંતર્મુખ થવાનો સફુરુષોનો માર્ગ સર્વદુ:ખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહપુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એક માત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગ્રહીત છે. ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. ૐ'' (વ.પૂ. ૬૧૪) ૮૩. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે
સુખે સુવાય.
વિદુરનીતિ–પ્રભુશ્રીજી કહે આ “નીચેના બોલ આત્માને હિતકારી લાભનું કારણ છે.”
“(૧) અવશ્ય કરવા લાયક કર્મ –થીરજ, શમ, સત્ય, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા ધ્યાન, ધારણા અને સમાધિ વગેરેને અનુસરવું. ધ્યાન, ધારણા, સમાધિ આ ત્રણ ધ્યાનના પ્રકાર છે. એકાગ્ર થવાની શરૂઆત તે ધ્યાન. તેમાં ટકે તે ધારણા અને તેમાં સ્થિર થાય તે સમાધિ. હૃદયની અહંતા-મમતારૂપ ગાંઠને અથવા અંતઃકરણની ચપળતાને દૂર કરવી. ઇષ્ટ અનિષ્ટપણું કરવું એ કર્મજન્ય છે. ઇષ્ટ અનિષ્ટપણું ન કરવું. પણ ભેદજ્ઞાન કરવું. આ કરવા લાયક કાર્ય મેં મારા ગુરુ પાસે સાંભળ્યાં છે.
. (૨) ત્યાગ કરવાની વસ્તુઓ (અવશ્ય ન કરવા યોગ્ય) - બીજાને ગાળો ભાંડવી નહીં, બીજાનું અપમાન કરવું નહીં, મિત્રનો દ્રોહ કરવો નહીં, નીચની સેવા કરવી નહીં, અભિમાની થવું નહીં, સદાચારમાંથી ભ્રષ્ટ થવું નહીં. તીક્ષ્ણ તથા રોષવાળી વાણી બોલવી નહીં. (જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું.) આ જગતમાં તીક્ષ્ણ વાણી તે પુરુષોના મર્મભાગને, હાડકાંને, હૃદયને તથા પ્રાણોને બાળી નાખનાર છે. માટે શર્મિષ્ઠ પુરુષે હમેશાં દ્રોહ કરનારી, ભયંકર વાણીનો ત્યાગ કરવો. જે કઠોર વાણી બોલી મનુષ્યના મનને દુભવે છે અને વાણીરૂપ કાંટાઓથી મનુષ્યોને પીડે છે તે કઠોર પુરુષને અકલ્યાણનું પાત્ર સમજવું, અથવા કાળરૂપ વાણીને મુખમાં ધારણ કરનારો જાણવો.
૧૦૫
પુષ્પમાળા વિવેચન (૩) સજ્જન ક્ષમાશીલ જ હોય :- કોઈ દુષ્ટ મનુષ્ય પ્રદીપ્ત ) અગ્નિ અને સૂર્ય જેવાં તીવ્ર વાણીરૂપ બાણથી સજ્જનને ઘાયલ કરે છે, પરંતુ સજ્જન ઘાયલ થયા છતાં અને દુઃખી થયા છતાં પણ જાણે છે કે, “આ મનુષ્ય મારા પુણ્યમાં વઘારો કરે છે.” “ક્ષમા વીરસ્ત્ર પૂવન” ક્ષમા એ જીવને ભૂષણરૂપ છે. કહ્યું છે કે– સોરઠો) “નિંદક વેચે આપ, કછુ ન પાવે નિંદર્ભે, પરજનકો ગ્રહી પાપ, વણજ (વેપાર) કરત હૈ પુણ્ય કો”
તે બીજાનું પાપ લે છે અને પોતાનું પુણ્ય એને આપે છે.
(૪) દેવતાઓ કોને ચાહે છે? :- પોતાની સાથે વાદ કરનારા સાથે વાદ કરે નહીં, બીજાને વાદ કરવા માટે ઉશ્કેરે નહીં, કોઈ મારી જાય તો પણ તેને સામો મારે નહીં, અથવા તો બીજાની પાસે મરાવે નહીં, અને કોઈપણ પાપીને મારવાની ઇચ્છા કરે નહીં; તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને દેવતાઓ તેવા મનુષ્યને ચાહે છે.
(૫) ચાર જાતનું બોલવું :- (ઝાડ મૌન રહે છે.) મૌન રહેવું તે ઉત્તમ છે, તે કરતાં સત્ય બોલવું તે ઉત્તમ છે. તે કરતાં સત્ય પણ પ્રિય બોલવું તે ઉત્તમ છે અને સર્વથી થર્મસ્વરૂપ પરમાર્થ સત્ય બોલવું તે વધારે ઉત્તમ છે. આ પ્રમાણે ચાર જાતનું બોલવું કહેવાય છે.
(૬) વિષયનો ત્યાગ તે જ દુઃખનો ત્યાગ:- પુરુષ જે જે વિષયોથી દૂર થાય છે, તે પુરુષ તે તે વિષયજન્ય દુઃખમાંથી પણ મુક્ત થાય છે; કારણ કે વિષયથી મુક્ત થવાને લીધે ક્યાંયથી અણુમાત્ર પણ દુઃખ ભોગવતો નથી. (વિષયમુક્ત થયેલો પુરુષ પરાજય પામતો નથી.) તે બીજાનો પરાજય કરવા ઇચ્છતો નથી. કોઈ સાથે વેર કરતો નથી. નિંદા તથા પ્રશંસાને સમાન ગણે છે અને નિંદાથી શોક કરતો નથી, તેમ પ્રશંસાથી હર્ષ પામતો નથી.
(૭) ઉત્તમ પુરુષના લક્ષણો - જે મનુષ્ય સઘળાંનું કલ્યાણ ઇચ્છે છે, કોઈના અકલ્યાણમાં મન રાખતો નથી, સત્ય બોલે છે, કોમળ બોલે છે અને જિતેન્દ્રિય છે તે જ ઉત્તમ પુરુષ ગણાય છે.
(૮) મધ્યમ પુરુષના લક્ષણ :- જે પુરુષ પ્રિયવાણીથી સમજાવે છે, કોઈ વસ્તુ (આપવા) માટે પ્રતિજ્ઞા કરે તો તે વસ્તુ આપે છે અને પરના છિદ્રો જાણે પણ કહેતા નથી, તે મધ્યમ પુરુષ ગણાય છે.