________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૨
થઈ હોય તો શા કારણે ન થઈ? અને થઈ હોય તો તેવાં કારણો → વિશેષ સેવવાનો નિશ્ચય કરી લાભ મેળવે છે. આવા પ્રસંગો મળ્યા છતાં જો લાભ લઈ શક્યો નહીં એમ લાગે તો ફરી તેવા પ્રસંગોમાં તેવો દોષ ન થાય તેવી ચેતવણી મળે છે. વિચાર કરે તો મનને થાય કે ફરી એવું ન થવા દેવું. ૯૦. આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં.
કૂવા કૂદનારનું દૃષ્ટાંત :– (૧) પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે કૂવો કૂદવા માટે કોઈએ રૂા.૨૦૦નું ઈનામ રાખ્યું હતું. એક માણસ આવ્યો જે સપાટ જમીન ઉપર તો કૂવાના કરતાં વધારે અંતર કૂદી શકે, પણ કૂવાનો ખાડો દેખીને ભડકી જતો ને કૂદવાનો વખત આવે ત્યારે પાછો ફરી જતો. તેને એક માણસે હિમ્મત આપી કે હું તારી સાથે આવું છું ચાલ. હું હોંકારો કરું તેની સાથે તું છલાંગ મારીને કૂવો કૂદી જજે.
દોડીને કૂવા પાસે તે માણસ આવ્યો ત્યારે પેલા માણસે જો૨થી હોકારો કર્યો તેથી તેને શૂર ચઢ્યું અને તે કૂવો કૂદી ગયો. તેમ આ વાક્યમાં કામ ગમે એટલું ભયંકર દેખાતું હોય, પણ જો તે ઉત્તમ કૃત્ય હોય તો સત્પુરુષો તેની પીઠ થાબડે છે અને નાહિમ્મત ના થઈશ એમ કહે છે.
૧૧૩
પુષ્પમાળા વિવેચન
ગૌતમસ્વામીનું દૃષ્ટાંત – (૨) ગૌતમસ્વામીને બધાને કેવળજ્ઞાન થાય ને એમને ન થાય તેથી, વિકલ્પો થવા માંડ્યા કે મને કેવળજ્ઞાન થશે કે નહીં? ત્યારે ભગવાને ઉત્તરાધ્યયનના સૂત્રમાં ધ્રુમપત્રક અધ્યયન છે તે આખું કહી સંભળાવ્યું. તેમાં જણાવ્યું છે કે આ જીવ નિગોદમાંથી નીકળીને અનંતકાળ ખોટી થવું પડે તેવી યોનિઓ ઓળંગીને આ મનુષ્યભવમાં આવ્યો છે, ઘણો અભ્યાસ કરીને ક્ષયોપશમ મેળવ્યો છે, સંસારસુખ ત્યાગીને સાધુ થયો છે, કેવળીની સાથે વિચરે છે, તે આખો સમુદ્ર તરીને “કિનારા પાસે આવે તેવું થયું છે, હવે જરા જોર કરીને કિનારે ચઢી જવાનું છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કર એમ ગૌતમસ્વામીને હોંકારો કરે એવું કહ્યું—બળ આપ્યું. મહાપુરુષોના વચનો આપણને હિમ્મત આપે એવા હોય છે.
૯૧. શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે.
આખા દિવસમાં જેટલાં સત્કૃત્ય કર્યા હોય તે બધાનું જીવન સર્વોપરી એવી ભક્તિ છે. ભક્તિ ના હોય તો બીજા બધા કામો નિર્જીવ મડદાં જેવા છે. બીજા કામથી સંતોષ માનવા જેવું નથી. શુદ્ધ સ્વરૂપની ભક્તિ પડી મેલીને બીજા લૌકિક કામમાં ખોટી થવા જેવું નથી. ઘણી વખતે જીવ ઠગાય છે. બીજાં લૌકિક શુભ કામોમાં જીવને મહત્ત્વ લાગે છે ત્યારે વિચારે છે કે હું તો સારું જ કરું છું ને! હું ક્યાં ખોટું કરું છું? આમ જિંદગીનો મોટો ભાગ અનંતકાળ, એમ ને એમ વહી ગયો. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.’’
આ ભવમાં તો મોક્ષસ્વભાવ ઊપજે તેવું કરવા જેવું છે.
૯૨. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે.
સુગંધવાળું પુષ્પ હોય તે દેવપૂજા વગેરેના કામમાં આવે છે. તેમ ઉપર જણાવેલાં કામ જો થયાં હોય તો આજનો દિવસ લેખે આવ્યો, સુગંધવાળો થયો એમ ગણવું. નહીં તો માત્ર દિવસ દેખવા પૂરતો હતો—જેમ આવળના ફૂલ દેખાય એવો. આવળના ફૂલ દેખાવે સુંદર હોય પણ તેમાં સુગંધ ન હોય તેમ.