Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 58
________________ ૧૦૯ પુષ્પમાળા વિવેચન ચઢવાનું છે એમ એણે માન્યું. તેવામાં જ આંબા પરથી એક સાખ , નીચે પડી, તે ઊઠીને એણે લીઘી. કેવો સરસ એનો રંગ છે એમ જોઈને સુંઘવાનું મન થયું, અને વિચાર્યું કે સુંઘવામાં ક્યાં ઝેર ચઢવાનું છે? પછી ચપ્પ ગજવામાંથી કાઢયું કે મારે તો ખાવી નથી પણ બીજાઓને ચીરીઓ કરીને આપું. આ કેરી ખાવા જેવી છે. પછી બઘાને જેટલાં ચીરીયા હતાં તે વહેંચી દીધા. પછી ગોટલો રહ્યો. શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૮ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં, સ્પર્શેન્દ્રિયનો પરિચય જીવને અનાદિકાળથી છે. તે દૂર કરવા જ્ઞાની તેનો પ્રથમ ઉપદેશ કરે છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં સ્પર્શનની વાત પહેલી આવે છે. “એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર.” “પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય મતિમાન.” સ્પર્શેન્દ્રિયને જીતવી તે દેહાધ્યાસ દૂર થવાનું કારણ છે. ૮૬. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. કામાંઘ જીવો પોતાનું અને પરનું હિત વિચારી શકતા નથી. તે કામનો અંધાપો દૂર થાય તો આત્મિક અને શારીરિક શક્તિ દિવ્ય થાય છે. દૈવી શક્તિ પ્રગટે છે. તે હવે બીજો રસ્તો લે છે. પહેલાં રાગથી આત્માના ગુણોની ઘાત થાય અને શરીર ક્ષીણ થાય એ ઉપાયમાં પ્રવર્તતો હતો, તે રસ્તો બદલવાથી આત્મવિચારો કરવાનો અવકાશ મળે છે, અને એ વિચારોને અમલમાં મૂકવા યોગ્ય શરીર સંપત્તિ હોય છે તે વધે છે. જે આત્મકાર્ય સાથે તે સાથુ. ખરા સાધુ પુરુષો અનાસક્ત જ હોય છે. જે પ્રેમ સંસારમાં વેરી નાખ્યો છે તે આત્મા કે સન્દુરુષ ઉપર કરવા યોગ્ય છે. તેથી જ આત્માના દિવ્ય ગુણો પ્રગટે છે. જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્યાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” ૮૭. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર-(૦) નવીન વ્યસન કરતાં અટક. અલ્પ પણ શિથિલતામાંથી મહાદોષ જન્મે છે. કેરી ખાનાર રાજાનું દૃષ્ટાંત - એક રાજા બહુ માંદો થયો. તેને કોઈ વૈદ્ય રસાયણ ખવડાવીને મરતો બચાવ્યો, પણ કહ્યું કે કેરી ખાશો તો આવી સ્થિતિ ફરી થશે અને મરી જશો. પછી કોઈ ઉપાય ચાલશે નહીં. તે સાંભળી રાજાએ રાજ્યમાંથી બધા આંબા કપાવી નાખ્યા. એક દિવસ તે જંગલમાં શિકારે ગયો. ત્યાં આંબાનું વન હતું. બીજા કાંટાવાળા ઝાડ હતા તેથી આંબા નીચે એણે બપોરનો વખત ગાળ્યો. આંબાના ઝાડની છાયામાં બેસવામાં આપણને શું ઝેર તે નાખી દેવા જતાં વિચાર થયો કે આ ક્યાં કેરી છે? એમ ઘારીને તેણે મોઢામાં મૂક્યો, તેનો રસ પેટમાં જતાં પાછો વ્યાધિ ઊભો થયો અને દેહ છૂટી ગયો. માટે અલ્પ પણ શિથિલતા સેવવા યોગ્ય નથી. તેમ કરતાં વ્યસનને તો રોજ આધીન થવું પડે એવી વસ્તુ છે. ઉત્તમ ઉપદેશ ચાલતો હોય અને ક્યાંયથી બીડીનો ધૂમાડો આવ્યો હોય તો બીડીના વ્યસનીના આત્મામાંથી વાસનાનો ધૂમાડો નીકળે છે. તે વાસનાના કારણે બોઘમાં વૃત્તિ જોડાતી નથી. પછી કૃપાળુદેવ ઉપદેશછાયામાં બીડીનો હિસાબ ગણીને કહે છે કે તે વ્યસની મનુષ્યની કિંમત એક પાઈના ચાર આત્મા જેટલી થઈ. કારણ કે પાઈની ચાર બીડી મળે છે. આત્માનું હિત થતું હોય તે પણ એ ભૂલી જાય છે અને બીડીમાં ને બીડીમાં જ એનું ચિત્ત રહે છે. પ્રભુશ્રીજી કહેતા કે કોઈ વસ્તુ અહિતકારી લાગી હોય તો તેનો વિચાર કરી, ફરી કદી તે સ્મરણમાં ન આવે એવું કરવા માટે જણાવતા કે

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105