Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 67
________________ ૧૨. શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૬ મુશ્કેલી દોષ ઓળખવામાં છે. દોષને જ જીવ મોહને લઈને ગુણ * માની બેસે છે. માટે સત્યરુષનો આશ્રય હિતકારી છે. પુરુષનો બોથ, દોષ જોવામાં ને ટાળવામાં મદદ કરે છે. જેમ કૃપાળુદેવ કોઈ પત્રમાં પોતાના દોષો કહે છે-છૂટવાનો જાપ જપીએ છીએ પણ હજી શિથિલતા છે, તેથી ઉગ્ર જાપ જપવાની જરૂર છે, જનક રાજા વગેરે ગૃહસ્થાશ્રમમાં વર્તતા હતા અને આત્મસ્વરૂપમાં રહેતા હતા એવું અવલંબન ક્યારેય લેવા યોગ્ય નથી. જેને છૂટવું હોય તેણે તો તીર્થંકરાદિ પુરુષો જ્ઞાન છતાં બધું છોડીને ચાલી નીકળ્યાં તેનું દ્રષ્ટાંત લેવા યોગ્ય છે વગેરે. જેથી વાંચનારને પોતાના દોષો વિચારવાનું અને વૈરાગ્ય વધારવાનું બળ મળે છે. ૧૦૮, લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિ+ તાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? લાંબી ટૂંકી – એટલે આખી કે ટૂંકી પણ હિતકારી હોય તેવા પોતાને લાગુ પડતાં વચનોની પસંદગી કરેલી આ પુષ્પમાળા. ક્રમાનુક્રમ - કોઈનાથી ૧૦૮ પુષ્પ બઘાએ એકી વખતે વાંચીને વિચારી જવાનો વખત ન હોય તો અનુક્રમે થોડાં થોડાં કરીને પણ થોડા દિવસે પૂરા કરવા. | ગમે તે સ્વરૂપે - પોતાની અનુકુળતા પ્રમાણે જેમ ઠીક પડે તેમ એનો અભ્યાસ રાખશો તો તેનું ફળ શું આવશે? તે હવે કહે છે કે તે મંગળદાયક થશે - મોક્ષનાં કારણરૂપ થશે. કારણ કે પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી છે - લખનાર પુરુષ પવિત્ર છે અને પવિત્ર થવા માટે શિખામણ લખેલી છે. માટે એની પાછળ ગાળેલો કાળ નકામો નહીં જાય. વિશેષ શું કહ્યું - મોક્ષદાયક થશે એમ કહ્યું. એનાથી વધારે શું કહ્યું? “કર વિચાર તો પામ.” “વિચારવાથી મંગળદાયક થશે.” એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે આપણા કલ્યાણ માટે છે. વચનામૃત (‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ ક્રમાંક ૨૧) (વિવેચન સહિત) ૧. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. સંયોગ - જગતમાં ચેતન અચેતનમય વસ્તુનો સંયોગ તે અનાદિકાળથી હોવા છતાં બન્ને દ્રવ્ય જુદા છે. પણ ઘન કુટુંબાદિનો સંયોગ થવો એ સર્વ પૂર્વે બાંધેલા કર્મ અનુસાર છે. વિયોગ - ઇષ્ટ વસ્તુનો વિયોગ થવો તે પણ પૂર્વકર્મના નિયમ પ્રમાણે છે. જેમકે એક રાજાનું દ્રષ્ટાંત - એક રાજાની રાણી મરી ગઈ. તેનો વિયોગ થયો. પણ રાજા અત્યંત રાગને લઈને તે મરી નથી એમ માને છે. પ્રથાને રાજાને રાજ્યના કામ માટે લઈ જઈ તે રાણીના શબને સ્મશાનમાં મૂકાવી દીધું. જ્યારે રાજા મહેલમાં આવ્યો ત્યારે રાણીના શબને જોયું નહીં એટલે દુઃખી થઈ કહેવા લાગ્યો કે જો રાણીને નહીં બતાવો તો હું આહાર લઈશ નહીં. તેથી પ્રથાને તે રાજાને સ્મશાનમાં લઈ જઈ શબ બતાવ્યું. રાણીના મુખ વગેરેને પક્ષીઓ છોલીને ખાતા હતા તે જોઈ રાજા વૈરાગ્ય પામ્યો અને દીક્ષા લઈ લીધી. શ્રીકૃષ્ણના વિયોગથી જેમ બલરામ અત્યંત વિલાપ કરે છે. તે પણ શબને મનાવા અનેક પ્રયત્ન કરે છે. છ મહિના સુધી રાગને કારણે શબ ઊંચકીને

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105