Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 68
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૮ / ફરે છે. એ બધું કર્મને આધીન થઈ રહ્યું છે. એમાં કોઈ ઇશ્વરાદિકનું કરવાપણું નથી. સુખ - શાલિભદ્ર અત્યંત સુખ ભોગવે છે. દુનિયામાં દુઃખ હશે કે નહિં તેનો પણ જેને ખ્યાલ નથી. એ બધું પૂર્વના કરેલ પુણ્યનું ફળ છે. દુઃખ – જગતમાં કોઈને વળી દુઃખનો કિનારો નથી. જેમકે મૃગાપુત્ર લોઢીયો હતો. તેના શરીરમાંથી નિરંતર દુર્ગધમય લોહી પરું નીકળ્યા કરતું હતું. ખાવાના પ્રવાહી પદાર્થ તેના શરીર પાસે રેડે ત્યારે તે પદાર્થ ઉપર આળોટી શરીરના છિદ્રો વડે તે પોષણ પામતો હતો. ખેદ - કોઈની આખી જિંદગી ખેદ કરવામાં જાય છે. કુટુંબસંબંઘી ખેદ, શરીરમાં થયેલ રોગ સંબંધી ખેદ, નિર્ધનતાનો ખેદ, પુત્ર હોય પણ પોતાનું માનતો ન હોય તેનો ખેદ, પોતાની સ્ત્રી સારી હોય પણ મરી ગઈ હોય તેનો ખેદ; આમ અનેક પ્રકારના ખેદમાં જીવો પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. આનંદકોઈને પૂર્વ પુણ્યના યોગે આખું જીવન આનંદમાં વ્યતીત થાય છે. અણરાગ - કોઈને જોઈને અણરાગ એટલે અણગમો ઉત્પન્ન થાય છે કે આ મારી પાસેથી ક્યારે જતો રહે. અનુરાગ - કોઈને જોઈને અનુરાગ એટલે પ્રેમ આવે કે એની સાથે મને નિરંતર રહેવાનું મળે તો સારું. આમ ઉપર કહ્યા તે બઘા સંયોગ-વિયોગ વગેરે જે કંઈ યોગ મળ્યા છે. તે બધા વ્યવસ્થિત કારણ એટલે પૂર્વે જેવા જેવા શુભ ભાવ કે અશુભભાવો કરીને કર્મ ઉપાર્જન કર્યા હતા તેનું ફળ ઉદયમાં આવે છે અને આ બધું જોવા મળે છે. તે કર્મને સમભાવે ભોગવવામાં આવે તો ફરી નવીન કર્મનો બંઘ થતો નથી અને પૂર્વ કર્મ નષ્ટ થયે જીવ મોક્ષમાં જઈ શાશ્વત સુખશાંતિમાં બિરાજે છે. મોક્ષમાળા વિવેચન' માંથી :- “(૧) એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે”: જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે=એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. ૧૨૯ વચનામૃત વિવેચન નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ ન નિયમો પ્રમાણે જગત ચાલે છે, તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.” “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”- શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્ર માંથી : શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્યશધ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંશ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે, એક લાખો અનુચરો પર હકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105