________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૪ બઘાની પહેલાં ‘તારું” એમ વાક્યમાં પરમકૃપાળુદેવે કહ્યું. પછી આ
બઘાનું માન, સન્માન, બીજાના લાભનું કામ થયું હોય તો પોતાના આત્મહિતને મદદ કરનાર છે, આત્માર્થે હોય તો. તારું, તારા કુટુંબનું હિત કે લાભ તથા સત્પરુષનો વિનય વગેરે એ બઘા યથાશક્તિ કર્તવ્ય છે. આજનો દિવસ જીવવાનો મળ્યો તો પોતાના કે પરના હિતને અર્થે ગાળવા યોગ્ય છે. એ આ વાક્યનો સાર છે. માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞાઓ પોષવા માટે તો પશુ પણ પ્રવર્તે છે. પણ જે
“પશુ ટાળી સુર રૂપ કરે જે, સમકિતને અવદાત રે; એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે.” આઠ યોગવૃષ્ટિ સઝાય
અર્થ - પણ આવું પશુપણું ટાળીને સમકિત પ્રાપ્ત કરી દેવરૂપ ધારણ કરે તો આ જીવનને ઘન્ય છે. સમકિત પ્રાપ્ત કરાવનાર એવા મારા રાજપ્રભુના ગુણોને કદી વિસારું નહીં પણ દિનરાત તેમના શુદ્ધસ્વરૂપને સંભારી મારું જીવન આત્મસુગંધમય બનાવું તો મારું જીવન ખરેખર ઘન્યવાદને પાત્ર થાય. ૯૩. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી,
સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
પવિત્રતાનો વાસ એટલે તેના નિવાસસ્થાન બતાવ્યા. જ્યાં છે પદની શ્રદ્ધા છે ત્યાં સમ્યગ્દર્શનનો નિવાસ હોય; તેમ પવિત્રતાનો વાસ ક્યાં છે તે અહીં બતાવ્યું છે“શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગુદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.” તથા “તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” એમ બોલીએ છીએ તેમાં પવિત્રતા લાવવા માટે ઉપર કહેલાં ગુણો કહેવાં છે. તેમાં પહેલું-ક્લેશ વગરનો દિવસ :- ઉપદેશછાયામાં-કલ્યાણ શું? તો કષાય ઘટે તે કલ્યાણ. ક્લેશ વગરનો દિવસ એટલે કષાયરહિત દિવસ. શૌચતાથી એટલે મનની પવિત્રતાથી, સૌમ્યતાથી એટલે શાંતિથી, સભ્યતાથી એટલે વિવેકપૂર્વક.
આ વાક્યમાં કહ્યા તે બઘા ગુણો ચિત્તને નિર્મળ કરે છે. તેથી પવિત્ર કહ્યાં. ચિત્તશુદ્ધિ એ કલ્યાણનું કારણ છે. “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા
૧૧૫
પુષ્પમાળા વિવેચન અખંડિત હ–આનંદઘનજી. બઘા શબ્દો લગભગ સરખાં ભાઃ | વાળાં છે. આઠ દ્રષ્ટિમાં પણ શ્રી યશોવિજયજીએ કહ્યું – શૌચ સંતોષને તપ ભલું મન, સઝાય ઈશ્વર ધ્યાન રે મન”
-આઠ યોગવૃષ્ટિ સજાય છોટમ કવિ બ્રાહ્મણ હતા પણ જ્ઞાની હતા. આ સૈકામાં જ થયેલા ૬૦ વર્ષ પહેલા. વસો પાસે મલાતજ ગામના હતા. તેમણે પણ પાંચ નિયમ સંબંધી લખ્યું છે તે નીચે પ્રમાણે -
(દોહા) પાંચ નિયમ
શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન;
પાંચ નેમ એ પાળવાં, રાખી બુદ્ધિ સમાન. ૧ શૌચ દ્રવ્ય અને ભાવથી–
બાહ્ય જળ મૃત્તિકા વડે, પવિત્ર રાખે દેહ;
રાગદ્વેષ મનથી તજે, શૌચ કહાવે તેહ. ૨ ખરો સંતોષ–
લાભ થકી હરખે નહિ, હાનિથી નહિ શોક;
સુખદુ:ખમાં સમતા રહે, તે કહિયે સંતોષ. ૩ સ્વાધ્યાય
અર્થ વિચારે વેદને, ઉપનિષદ્ અધ્યાય;
સૂક્ષ્મ વેદ ભૂલે નહીં, તે કહિયે સ્વાધ્યાય. ૪ સમ્યષ્ટિ હોય તે સૂક્ષ્મ વેદ એટલે આત્માને ભૂલે નહીં, તેને ખરો સ્વાધ્યાય કહેવાય. “સૂક્ષ્મબોઘ તો પણ બહાંજી સમકિત વિણ નવિ હોય.”
-ચોથી યોગદૃષ્ટિ સઝાય સૂક્ષ્મબોધ તે સમ્યજ્ઞાન. ખરું તપ
દેહ દમન કરવા થકી, ઇન્દ્રિય નિગ્રહ થાય;
મન મારી મેંદો કરે, તેને તપ કહેવાય. ૫ ઈશ્વરાર્પણ–