Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ET પુષ્પમાળા વિવેચન એટલામાં રાજાની સવારી આવી પહોંચી. તરત જ પ્રથાનજી | ભિખારી પાસે આવીને બોલ્યા : અરે ! સૂરદાસજી! જરા બાજા પર , ખસશો? રાજા સાહેબ પધારે છે.” ભિખારી બોલ્યો : ‘હા’ પ્રઘાનજી! આ ઊઠ્યો.” ય છે તે ? શ્રીમદ્ રાજચંદ્ર સત્ય, (૨) પરમાર્થ સત્ય. પરમાર્થ સત્ય એટલે આત્માનો લક્ષ ઇ ચૂક્યા વિના બોલવું તે. વ્યવહાર સત્ય ન બોલતો હોય તેનાથી પરમાર્થ સત્ય બોલી શકાતું નથી. સમ્યગુષ્ટિ જ પરમાર્થ સત્ય બોલી શકે. ૫. શૌચ - એટલે નિલભી, નિઃસ્વાર્થી વચન. જ્યાં સ્વાર્થ હોય, કોઈને છેતરવાનું કે કોઈના પાસેથી કંઈ કામ કાઢી લેવું હોય તેથી મીઠાં વચન બોલતો હોય તો તે પવિત્ર વચન નથી. શૌચ એટલે પવિત્ર. લોભાદિ કષાય જ્યાં હોય ત્યાં મલિનતા હોય છે. સામાન્ય પ્રતિજ્ઞા - કોઈ વ્રત લેવા જેવી આ કડક વાત નથી. પણ તે ચૂકવું નથી એવો ભાવ રાખીને દિવસનું કામ કરજે. બીજાની સાથે બોલવું પડે તેમાં બહુ સાચવીને વર્તવા કહ્યું. જો ન સાચવે તો વેર બંધાઈને ભવોભવ સુધી કેટલાયે ભવ કરવા પડે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠના જીવ સાથે વેર બંધાયું હતું તે મોક્ષે ગયા ત્યાં સુધી દસ ભવ સુધી ચાલ્યું. જેવા સંસ્કાર તેવી વાણી એક ભિખારીનું દ્રષ્ટાંત :- એક નગરના રસ્તાના ખૂણામાં એક અંધ ભિખારી બેઠેલો હતો. તે બુદ્ધિશાળી હતો. રાજાની સવારી આવતાં બે ચાર માણસોએ પેલા ભિખારીને કહ્યું – “એય!બેવકૂફ!બાજા પર ખસ, રાજાની સવારી આવે છે. ભિખારી બોલ્યો ‘હા! પ્રજાજન!ખસી જાઉં છું. થોડીવાર પછી સિપાહીઓ આવ્યા અને બોલ્યા : એ આંઘળા! ઊઠ. ખબર નથી પડતી? રાજાની સવારી આવે છે. ભિખારી બોલ્યો “હા'! સિપાહી! હમણાં જ ઊઠી જાઉં છું.” નાણા* ક ત્યાં ઊભેલા પ્રજાજનો, સિપાહી અને પ્રધાનજી બઘા વિચારમાં પડી ગયા. તેમાંથી કોઈક બોલ્યું અરે તમે તો અંઘ છો છતાં તમે પ્રજાજન, સિપાહી અને પ્રઘાન એ ત્રણેયને કેવી રીતે ઓળખ્યા? અંઘ ભિખારી બોલ્યો - તેમણી વાણીથી. આપણી વાણી દ્વારા આપણું કુળ, આપણા સંસ્કાર અને આપણી ખાદાની વગેરે પરખાઈ જાય છે. માટે હમેશાં સભ્ય વાણી બોલવી. -જીવનઘડતર પ્રવેશિકા ૫૬. કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે ‘હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું” એમ આજે વિચારજે. સવારથી ઊઠીને શરીરની સંભાળ લેવી પડે છે. પણ તે કાયા કેવી છે તેનું સ્વરૂપ જણાવ્યું છે. મળમૂત્રનું અસ્તિત્વ છે. એટલે જેમાંથી એ શરીર ઉત્પન્ન થયું તે વસ્તુ ગંદી છે. અને જેનાથી એ પોષણ પામે છે તે ખાધેલો ખોરાક છે. જ્યારે એ જ ખોરાક ઓકી કાઢે ત્યારે જેમાંથી એનું પોષણ થાય છે તે વસ્તુ કેવી છે એ પ્રત્યક્ષ જણાય છે અને મળમૂત્રરૂપે તે આહારનું કેવું વિકૃત સ્વરૂપ થઈ બહાર આવે છે તે પણ દેખાય છે; એટલે શરીર એ અશુચિ વસ્તુનો જ કોથળો કોક છે. જ Sી

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105