Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ ૮ ૭૯ શ્રીમદ્ રાજચંદ્ર ( દેહની હાજતો પૂરતી કાળજી રાખવી પડે તેમાં પણ આનંદ માનવા જેવું નથી. આનંદ મનાય છે એટલી ભૂલ છે, તેટલી વૈરાગ્યની ખામી છે. તે દૂર થવા માટે શરીરનું ચામડી વગરનું કેવું સ્વરૂપ હોય તેવું વારંવાર વિચારવા કહ્યું છે. પુષ્પ-૮માં “ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દ્રષ્ટિ કરજે” એમ જણાવ્યું. ૫૭. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો, - આજીવિકા એ પ્રાણીને પહેલી જરૂરની વસ્તુ છે. આપણાથી કોઈની આજીવિકા તૂટે ત્યાં જેની આજીવિકા તૂટી (એક જ આધાર હોય) તેને આર્તધ્યાન થાય છે. અને જેના હાથે તૂટી તેના પ્રત્યે વેર પણ રાખે. તોડવાની ઇચ્છા કરનારના પરિણામ પણ નિર્દય થાય છે. એ બઘાંયે કર્મબંધના કારણથી બચવા માટે કહ્યું છે. માટે જેમ બને તેમ કર્મબંધના કારણોથી દૂર રહેવું. એવા પ્રસંગે શું કરવું તે દરેકે પોતાનો માર્ગ વિચારીને તે રીતે કરવું. પ૮, આહારક્રિયામાં હવે તેં પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. જમવા પહેલાંની બધી વાત કહી દીધી, જમવાનો વખત આવ્યો. હવે બપોરે શું કરવું તે કહે છે. તેમાં પહેલી આહારની વાત આવી. મિતાહાર એ સુખાકારીનું કારણ છે. જીભનું કામ આ હિતકારી છે કે અહિતકારી છે તે તપાસવાનું છે, તેના બદલે જીભને પ્રિય લાગે એવું હોય ત્યાં લલચાઈ જાય છે, અને વધારે ખાઈ જાય છે. હલકો, તુચ્છ આહાર જે ઓછો પૌષ્ટિક હોય તે પણ વઘારે ખાય તો નુકસાનકારી છે; અને ભારે ખોરાક હોય પણ થોડો ખાધો હોય (જેમ પ્રસાદ આપે છે તેમ) તો નડવાનો સંભવ નથી. મુનિને આહાર માટે સામાન્ય નિયમ એવો છે કે ૩૨ કોળિયા લેવા. સ્ત્રીઓને માટે ૨૮ કહ્યાં છે. એ બધા નિયમો કરવાનું કારણ એ છે કે આહાર સચવાય તો રોગ વગેરે થવાનું ઓછું થાય અને સુસ્તી પણ ન રહે. જેવું ખોરાકનું છે તેવું પેય પદાર્થ એટલે પાનનું પણ છે. દૃષ્ટાંત અકબરનું આપ્યું છે કે ‘મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો.' પ૯. જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિ પરાયણ થજે, કે સશાસ્ત્રનો લાભ લઈ લેજે. પુષ્પમાળા વિવેચન રાત્રે બરોબર ઊંઘતો હોય તેને દિવસે ઊંઘવાની જરૂર નથી. ) જરૂર કરતાં વધારે ઊંઘ એ પ્રમાદ જ છે. સમયમાત્રનો પણ પ્રમાદ ૯ કરવા જ્ઞાનીઓએ ના કહી છે, “ક્ષમ ગોયમ મા પમાણુ'' કાળનો નાનામાં નાનો અંશ તે સમય છે. તેટલા સમય માત્રનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. કૃપાળુદેવે તેનો બીજો અર્થ સમય એટલે તક, અવસર પણ કર્યો છે કે મળેલો અવસર ચૂકવા યોગ્ય નથી. દિવસે સૂવાનો વિચાર થાય ત્યારે વિચારવું કે શામાં વધારે લાભ છે ? સૂવામાં કે ભક્તિ કરવામાં કે શાસ્ત્ર વાંચવામાં? જે વધારે હિતકારી લાગે તેમ કરવું. શાનીઓએ તો ભક્તિ વગેરે કરવા કહ્યું. પ્રમાદને બદલે ભક્તિ કરવાનું કહ્યું છે. જરૂરની ઊંઘ ન લેવી એમ કહ્યું નથી. પણ જેમ વધારે ખવાઈ જાય તેમ વધારે ઊંઘી જવાય છે તે યોગ્ય નથી. ખાવામાં અને ઊંઘવામાં–આહાર ને નિદ્રા બન્નેમાં સંયમની જરૂર છે, આત્મામાં રહેવું તે ખરો સંયમ છે. તે આહાર અને નિદ્રા લૂંટી લે છે. જેને ઊંઘવાનું અને ખાવાનું ન હોય અને સમયનો સદ્ ઉપયોગ કરવાનો ભાવ હોય તેને સુખ છે, જેમકે દેવોને તો ઘણો વખત હોય છે તો પણ ઇન્દ્રિયસુખના ભોગમાં નકામો તે વખત ગુમાવી દે છે, માટે સમકિત કરી લઈ મોક્ષના કારણમાં કાળ કાઢવા યોગ્ય છે. “સM[ કનrrન વારિત્રnfor મોક્ષમાર્ક: ” આત્મા જ આત્માનો માર્ગ શોધે છે. મોક્ષનો માર્ગ આત્માની શુદ્ધિ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” આત્માની શુદ્ધતા જેથી થાય તે જ તેનો પંથ છે અથવા મોક્ષમાર્ગ છે. તે સાચા આત્મજ્ઞાની પુરુષથી પ્રાપ્ત થાય છે. ૬. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. જ્ઞાની પણ પહેલાં આપણા જેવા જ હતા. તે આળસ, પ્રમાદ આદિ મનુષ્યભવનો કેટલો વખત લૂંટી જાય છે તે જાણી જાગૃત થયા છે. તેથી બીજાને પણ એ ચોરો ન લૂટે તે માટે ચેતાવે છે, પોતે લીધેલો ઉપાય બતાવે છે. અભ્યાસ સર્વનો ઉપાય છે :- કોઈ કહે—ઊંઘ આવે ત્યારે બધો પુરુષાર્થ મૂકી દેવો પડે છે. ઊંઘનું સ્વરૂપ એવું છે કે તે સર્વ ઘાતિ પ્રકૃતિ હોવાથી આત્માના બધા પ્રદેશો પર અસર કરે છે. આંખ ઊઘડે નહીં, હાથમાંથી પુસ્તક પડી જાય, કોઈ બોલતો હોય, ઉપદેશ સાંભળતો હોય ત્યારે આંખો મ્ચીને સાંભળું છું કે વિચાર કરું છું કે મંત્ર બોલું છું કે ફેરવી જાઉં છું એમ કરે તો તેને વખતે ઊંઘ પોતાનું જોર જમાવે છે. ત્યારે થોડે થોડે તેની સામે થવા કે તેને

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105