Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 47
________________ શ્રીમદ્ રાજચંદ્ર ઈર્ષ્યા કદી કરશો નહીં હરદેવનું દૃષ્ટાંત = રામદેવ અને હરદેવ બે સગાં ભાઈઓ હતા. બન્ને બિચારા ખૂબ ગરીબ હતા. મોટો રામદેવ અને નાનો હરદેવ. મોટા રામદેવની સ્થિતિ નાના હરદેવ કરતાં કંઈક સારી હતી. આથી રામદેવ ઘણીવાર હરદેવને મદદ કરતો અને એની સંભાળ પણ રાખતો. હરદેવ પોતાના કુટુંબનું ગુજરાન કરવાને અસમર્થ હતો. 9 એક દિવસ એક સંન્યાસી હરદેવના ઘરે ભિક્ષા લેવા માટે આવ્યા. હરદેવ રડતા રડતા કહે “સ્વામીજી! હું તમને શી રીતે ભિક્ષા આપું? મારા ઘરમાં તો ખાવા માટે અનાજ પણ નથી.'' એ વાત સાંભળી સંન્યાસીજીનું હૃદય પીગળી ગયું. એમણે હરદેવને કહ્યું : “બેટા! મારી એક વાત સાંભળ. ભગવાન દયાળુ છે. જો તું હિમાલય જઈને ભગવાનની ભક્તિ કરે તો તેઓ પ્રસન્ન થઈ વરદાન આપશે. તે સાંભળી હરદેવ હિમાલય જઈ ધ્યાનમાં તલ્લીન થઈ ગયો. ઘ્યાનમાંથી ડગે નહીં. અંતે ભગવાન પ્રસન્ન થયા અને બોલ્યા : ‘બેટા! તારું નિશ્ચલ ઘ્યાન જોઈ ખુશ થયો છું. ત્યારે એણે કહ્યું : “પ્રભુ તમે જો પ્રસન્ન થયા હો તો મને એક વરદાન આપો કે હું જે ઇચ્છું તે પ્રમાણે બધું જ મળી જાય.'' ભગવાને કહ્યું : બેટા ! તથાસ્તુ. ભલે તેમ થશે. પણ એક વાત સાંભળ. તું જે ઇચ્છીશ તે તો તને મળશે જ; પણ બાજુમાં રહેતા ભાઈ રામદેવને તારા કરતાં બમણું મળશે.’’ હરદેવ કહે : ટાઢ, તડકો વગેરેના દુઃખ મેં સહન કર્યાં અને એને શા માટે મારા કરતાં બમણું મળે? પ્રભુ કહે “એનું ફળ તને મળી ગયું પરંતુ તારો ભાઈ સુખી થાય તેમાં તું શા માટે ઇર્ષ્યા કરે છે ?’’ હરદેવ બોલે તેનાં પહેલા પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હરદેવ ઘરે આવ્યો. આવતાંની સાથે જ તેણે કહ્યું : ‘“પ્રભુ મારા ઝુંપડાની જગ્યાએ સાત માળનો મોટો મહેલ બની જાઓ.'' મહેલ બનવાથી ખુશી થયો. પણ ભાઈને પોતાના મહેલની બાજુમાં જ ચૌદ માળનો મહેલ બની ગયો. તે જોઈને બહુ બળવા લાગ્યો. પછી પોતાના ઘરમાં સાત જણ હોવાથી સાત મોટરો માંગી. તેથી સાત મોટરો થઈ પણ ભાઈને ચૌદ મોટરો થયેલી જોઈને ક્રોધથી વિશેષ બળવા લાગ્યો. ૭ પુષ્પમાળા વિવેચન હરદેવના મનમાં એવો ગુસ્સો ચડ્યો કે ‘ગમે તેમ કરીને રામદેવને હું દુઃખી દુઃખી કરી નાખું.' એણે પ્રભુને કહ્યું : ‘પ્રભુ! અમારા સાત સભ્યો પાસે બે બે આંખો છે, અમારે બેની જરૂર નથી; માટે સહુની એક એક આંખ ફોડી નાખો.’ બધાની એક એક આંખ ફૂટી ગઈ. રામદેવના ઘરના બધાની બન્નેય આંખો ફૂટી ગઈ. રામદેવના ઘરમાં રોકકળ થવા લાગી. હજી હરદેવને ટાઢક નહોતી વળી. એણે કહ્યું -“પ્રભુ! મારા મહેલનું અડધું આંગણું રોકી દે તેવો પહોળો અને ઊંડો કૂવો મારા ઘરના આંગણે બનાવી દો?”’ અને તેમ જ થયું. રામદેવના આંગણામાં ડબલ ખાડો થયો. આંધળા થયેલા હોવાથી એના ઘરના માણસો જ્યારે બહાર જવા લાગ્યા ત્યારે તેઓ ટપોટપ તે કૂવામાં પડીને મરી ગયા. આ સમાચાર જ્યારે હરદેવને મળ્યા ત્યારે રાજી રાજી થઈ ગયો. રાત્રે ભગવાને હરદેવને સ્વપ્નમાં આવીને કહ્યું તેં તારા ઉપકારી ભાઈ અને કુટુંબીઓનો નાશ કર્યો તેથી તું નાલાયક છે. તને આપેલું વરદાન પાછું લઉં છું. હરદેવ પાછો ભિખારી થઈ ગયો. ઇર્ષ્યા એ ભયંકર ડાકણ છે એના પનારે કદી પડશો નહીં. - જીવનઘડતર પ્રવેશિકા ૬૫. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે, એ અપેક્ષાએ દરેક મનુષ્ય લાખો પળનો રોજ વેપાર કરે છે એટલે લક્ષાધિપતિ છે. ૬૦ વિપળની=એક પળ, ૬૦ પળની=એક ઘડી, ૬૦ ઘડીનો=એક દિવસ. એમ એક દિવસની ૨,૧૬,૦૦૦ વિપળો થઈ. મોક્ષમાળા પાઠ૫૦માં પરમકૃપાળુદેવ જણાવે છે કે—“પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તો પણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ઘ છે.’” માટે આ વાત વિચારીને પ્રત્યેક પળનો ઉપયોગ ભવચક્રના આંટા ઓછા કરવા માટે કરવો જોઈએ. ૬૬. વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે. માટે જંજાળમોહિનીથી આજે અત્યંત૨મોહિની વધારીશ નહીં.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105