Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 52
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૯૬ દે તેમ. સુરતમાં પ્રભુશ્રીજીએ ત્રણ ઉપયોગનું દૃષ્ટાંત આપ્યું હતું— (૧) અશુભ ઉપયોગ—કૂતરાને જેમ ઘરમાં પેસવા ન દે અને પેઠાં હોય તો કાઢી મૂકે; તેમ અશુભભાવ આવવા દેવા નહીં. અને આવે તો કાઢી મૂકવા, સત્સાધનરૂપ લાકડીથી. જ્ઞાનીએ સાધન આપ્યું હોય તે ભક્તિ વગેરે ક૨વા માંડે તો અશુભભાવ નાસી જાય. (૨) શુભ ભાવ—મેમાન આવે તો તેની આગતાસ્વાગતા કરે તેમ શુભ ભાવો માટે બારણાં સામાન્ય રીતે ઉઘાડાં રાખે, અશુભ ભાવોથી બચવા માટે. (૩) શુદ્ધભાવ—બારી બારણાં બંધ કરીને સુરક્ષિત, નિશ્ચિંત જેમ રહે તેમ માત્ર આત્મામાં રહેવું તે. “જ્યાં જીવના પરિણામ વર્ધમાન, હીયમાન (ઘટે) થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે અર્થાત્ ધ્યાનમાં લીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી, નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંઘાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ કોઈપણ પરદ્રવ્યમાં એક સમયે પણ ઉપયોગ સંગ ન પામે, એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.’’ કેવળજ્ઞાન સુધીનો રસ્તો બતાવી દીધો. ૭૩. આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય : (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા, (૪) ફરજ. આખો દિવસ પૂરો થયો. તેમાં જે કામ કર્યા તેને નીચેની ચાર દૃષ્ટિથી તપાસી જવા કહે છે. તે આ પ્રમાણે— (૧) આરોગ્યતા – આરોગ્યતાને હાનિ પહોંચે એવું કોઈ કાર્ય થયું હોય તો કુશળપણે આજનો દિવસ ગળાયો નથી. ફરી એવો દોષ બીજે પ્રસંગે ન થાય તેટલા માટે વિચારવા કહ્યું. જેમકે સ્વાદવશ અપથ્ય ખોરાક લેવાયો હોય આદિ દોષો થયા હોય તે ફરી ન થવા ધ્યાનમાં રાખવા જણાવ્યું. (૨) મહત્તા – એટલે મોટાઈ. તેના બે ભેદ છે. (૧) લૌકિક (૨) અલૌકિક. પુષ્પમાળા વિવેચન (૧) લૌકિક મહત્તા એટલે લક્ષ્મી, માન, કુટુંબ, પુત્ર, અધિકાર આદિ વગેરેની મહત્તા. મહત્તા શાની છે? તો કે પાપજન્ય કર્મની; તેથી ખરી રીતે તે મહત્તા નથી પણ લઘુતા છે. તેથી આ વિષે પરમકૃપાળુદેવે જણાવ્યું કે “લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો; શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું એ નય ગ્રહો.'' (૨) અલૌકિક—એટલે આત્માની મહત્તા. તે સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. ૭ ઉપર જણાવેલી લૌકિક મહત્તા તે કર્મ મહત્તા છે. પણ તે સવળી થઈ શકે છે. જેમકે લક્ષ્મીથી શાણા પુરુષો દાન દે છે, ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક પરણેલી સ્ત્રીમાં જ માત્ર વૃત્તિ રાખી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જાએ છે. કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્રવડે તેને સંસારનો ભાર આપી પોતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજાપ્રજા બન્નેનું હિત કરી ધર્મનીતિનો પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક મહત્તા પમાય ખરી, છતાં એ મહત્તા ચોક્કસ નથી. મરણભય માથે રહ્યો છે, ધારણા ધરી રહે છે. (પડી રહે છે મરણ આવે તેથી.) યોજેલી યોજના કે વિવેક વખતે હૃદયમાંથી જતો રહે એવી સંસારમોહિની છે. એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મમહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે. (મોક્ષમાળા પાઠ-૧૬ ખરી-મહત્તા) (૩) પવિત્રતા – કોઈ પાપથી આત્મા કલંકિત થયો હોય તેને માટે ૧૮ પાપસ્થાનક દ્વારા દિવસના કાર્યો તપાસી જવા. જુદી જુદી દૃષ્ટિએ વિસ્તારથી વિચારવા માટે ૧૮ કહ્યાં છે. તે દોષોને જોઈ દૂર કરી પવિત્ર થવું. સત્પુરુષની આજ્ઞાનું આરાધન એ પવિત્ર થવાનું કારણ છે. તેમાં બાઘાકારી વિષયકષાયના જે પ્રસંગો થયા હોય તે વિચારી દૂર કરવા. તે દૂર કરવાના સાધનોમાં કંઈ ખામી આવી હોય તો દિવસ અકુશળતાથી ગાળ્યો કહેવાય. (૪) ફરજ–કરવા યોગ્ય (આવશ્યક) કાર્ય. કરવાયોગ્ય બિલકુલ રહી

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105