Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 50
________________ પુષ્પમાળા વિવેચન Iો પર શ્રીમદ્ રાજચંદ્ર આત્મપ્રદેશરૂપ રંગથલ એટલે રમવાનું સ્થળ. તે સ્થાનમાં ૦ સમ્યગદર્શનરૂપ રંગવડે હે સવૈયા એટલે હે આત્મસુખના સાથનારા! તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ, ખેલ. ૭૦. અધિકારી હો તો પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા નોકર છે. રાજા કેવો હોય તેનો ખ્યાલ આ વાક્યમાં આપ્યો છે. પ્રજા જેને માન્ય કરે કે મોટો માને તે રાજા પણ, પોતાને પ્રજાનો નોકર માને છે. તો તેના હાથ નીચેના નોકરોએ તો પ્રજાનું હિત એ જ મુખ્ય કર્તવ્ય છે એમ ગણવું જોઈએ. સપુરુષ આખા જગતના શિષ્ય થવાની ઇચ્છા રાખે છે, તો એના શિષ્ય તો વિશેષ નમ્રતા રાખવી જ જોઈએ. એમાં કંઈ કહેવું પડે એમ નથી. અધિકારી હોય તે રાજાનું બહુમાનપણું રાખે છે, અને રાજા પ્રજાના હિતને બહુમાન દ્રષ્ટિએ જાએ છે તેથી અધિકારીએ પણ પ્રજા પ્રત્યે તે દ્રષ્ટિ ચૂકવા યોગ્ય નથી. અધિકારીના બે અર્થ છે : (૧) અમલદાર (વ્યવહારમાં) (૨) આત્મજ્ઞાનનો અધિકારી જ્ઞાની પુરુષ. “ઓઘવ અને અર્જુન જેવા અધિકારી પણ ગુરુશરણે ગયા.” અધિકારી તે મુમુક્ષુ. પ્રજા તે મુમુક્ષુના ગુણો. પ્રજાહિત તે મુમુક્ષુના ગુણો વિકસાવવા. રાજા તે સદ્ગુરુ દ્વારા બોધ આદિથી મુમુક્ષુ પોષાય છે, પુષ્ટ થાય છે. સદ્ગુરુનો લક્ષ મુમુક્ષુને મોક્ષ કે સમકિત પમાડવાનો હોય છે. સદ્ગુરુ આપણને મોક્ષે લઈ જવા ઇચ્છે છે. પણ તે કહે તેમ ન કરીએ તો આપણે અધિકારી ન કહેવાઈએ, નમકહરામ કહેવાઈએ. લૂણ ખાઈને હરામ કરે તે હરામખોર અથવા હરામનું ખાનારો કહેવાય છે. કલમના ઉપદેશનું દ્રષ્ટાંત - એક જજ જજમેન્ટ લખતાં પોતાની કલમ કાને ચડાવી વિશ્રાંતિ લેવા બેઠા હતા. તે વખતે કલમને અચાનક વાચા થઈ અને કાનને કહેવા લાગી કે તારી જ્યાં સુધી અમલદારી છે ત્યાં સુધી તારે હાથે કોઈનું ભલું નહિ થાય તો જેવી મારી ગતિ થઈ તેવી તારી પણ થશે. કારણ કે મને શાહીના ખડિયામાં બોળવાથી જેમાં મારું મોટું કાળું થઈ જાય છે તેમ તારો અધિકાર છૂટી ગયા પછી જો તેં ધણીનું હિત સાચવી અન્યનું ભલું નહીં કર્યું તો તારું મોટું પણ કાળું થશે. અધિકારમાંથી અ શબ્દ નીકળી જતાં ધિક્કારની નજરે તારા જ્ઞાત્મિ બંધુઓ તથા પ્રજાજનો તને જોશે. માટે તારો અધિકાર છે ત્યાં સુધી સત્કાર્ય કરી લેજે; નહિ તો પસ્તાવાનો સમય પેન્શન વખતે આવશે. સારું કરતાં વાર બહુ, નરસું તરત જ થાય.” -સાદી શિખામણમાંથી ૭૧. વ્યાવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્ પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. વ્યાવહારિક કાર્યો પણ લક્ષ દઈને કરવા માટે કહે છે. જે કરવું તે વિવેકપૂર્ણ કરવું. એવી પ્રતિજ્ઞા જાણે લીધી હોય તેમ વ્યવહારકાર્ય પણ વિચારીને કરવું. વ્યવહારિક કાર્ય છે તેથી બગાડવા જેવું નથી. જે કરવું તે સારું કરવું. પ્રતિજ્ઞા માની એટલે પ્રતિજ્ઞા લઈને કરવું એમ કહેવું નથી પણ જાણે કે પ્રતિજ્ઞા લીધી હોય તેવી રીતે કાળજીપૂર્વક વર્તવાનું કહ્યું છે. ઉપયોગ એટલે કાળજી, લક્ષ, કામ બગડે નહીં તેમ. કૃપાળુદેવ વેપાર કરતા હતા ત્યારે કેવી રીતે વ્યવહાર રાખતા તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પૃષ્ઠ ૨૩૫ ઉપર રોજનીશીમાં નીચે પ્રમાણે જણાવ્યું છે - વચનામૃત (રોજનીશી) “અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર–પ્રીતિપૂર્વક ઉતાર. (૧) કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105