________________
શ્રીમદ્ રાજચંદ્ર
प्रकाश करना भी जिन मतमें ही बन सकता है, अन्यत्र नहीं । कहा મૉ .
"जेण तच्यं विबुझज्जः जेण चित्तं णिरुज्झदि ।
जेण अत्ता विसुज्झेज्ज त णाणं जिण सासणे ॥
जेण रागा विरज्जेज्ज जे सेएस रज्जदि । जेण मित्तिं प्रभावेज्ज तं णाणं जिन सासणे ॥"
૩૨
अर्थ :- जिससे तत्त्व का विशेष बोध प्राप्त होता है, जिससे चित्तका निरोध होता है, और जिससे आत्मा विशुद्ध हुआ करती है वह ज्ञान जिनशासन में ही मिल सकता है। जिससे रागभाव दूर किए जा सकते है, और जिससे श्रेयोमार्ग में अनुराग की उत्पत्ति होती है, तथा जिससे मैत्री भावना की प्रभावना हुआ करती है, वह ज्ञान जिनशासन में ही मिल सकता है। यहां पर जिन दो सूत्रो के द्वारा दुर्लभ अर्थात् जिनमत के सिवाय अन्यत्र अलभ्य ज्ञान का माहात्म्य बताया है, उनमें पहिले सूत्र के द्वारा सम्यक्त्व सहचारी और दूसरे सूत्र के द्वारा चारित्रसहचारी ज्ञान का वर्णन किया है; ऐसा समजना चाहिए।"
૫૫. વચન શાંત, મઘુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે,
વીસ દોહામાં ‘વચન નયન યમ નાહીં’' આવે છે. આ પુષ્પમાં વચનના સંયમ માટે સામાન્ય પ્રતિજ્ઞા લેવાનું જણાવ્યું. જ્ઞાનીના વચનને ‘શબ્દ-બ્રહ્મ’ પણ કહે છે. કોઈ ખટપટીઆ માણસનું એક વચન પણ અનેક ઉત્પાત એટલે મન ઊંચું કરી દે અથવા ન હોય તે દુઃખ ઊભું કરી શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને થયું તેમ. એવું વચનનું બળ હોવાથી તેનો સંયમ કરીને સ્વપરના હિત અર્થે વચન વપરાય તેમ કરવા યોગ્ય છે. વચન કેવું બોલવું તે હવે કહે છે,
૧. શાંત —‘આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે.’’ તેમાં કડવાં વચનરૂપી અગ્નિનો ઉમેરો કરવો યોગ્ય નથી; પરંતુ બીજાનું દુઃખ શાંત થાય, પોતાને પણ શાંતિનું કારણ થાય તેવાં વચનો સત્પુરુષનાં બોધને અનુસરીને બોલવાં યોગ્ય છે. આત્મકલ્યાણનો લક્ષ હોય તો વચન શાંત નીકળે છે. આત્મા પોતાના રંગમાં નિરંતર રંગાયેલો હોય તો જે વચન નીકળે તે તેનાથી રંગાઈને નીકળેલા હોય છે. તેથી કષાયને શાંત કરનારા હોય છે.
૩૩
પુષ્પમાળા વિવેચન
૨. મથુર ઃ
“ફૈલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહ્યા કરે;
અપ્રિય, કટુક, કઠોર શબ્દ નહિ કોઈ મુખસે કહા કરે.’’ -મેરી ભાવના આ ત્રણે દોષો નીકળી જાય ત્યારે વચન મધુર થાય. અપ્રિય—એટલે અણગમતું જે સારું ન લાગે તે. તથા કડવું એટલે મનમાં ન ગોઠે તેવો શબ્દ. જે સાચો હોય કે ખોટો પણ કટુક એટલે કડવો લાગે, જીવની લાગણી દુભાય એવો અપ્રિય શબ્દ કરતાં પણ કટુક શબ્દ વિશેષ ભારે અર્થવાળો છે અને કઠોર એટલે ગર્વયુક્ત વાણી, જે કાનને પણ કર્કશ લાગે. દ્રૌપદી એવું વચન બોલી હતી. જેથી મહાભારતનું યુદ્ધ મંડાયું.
પહેલાંના બે અપ્રિય અને કટુક શબ્દની માફક દિલ તો એ પણ દુભવે છતાં કઠોર શબ્દમાં સભ્યતા બિલકુલ નથી. માટે જે કામ કરવાનું કે કહેવાનું હોય તે સારી રીતે સાચવીને ઉત્તમ રીતે થાય તેમ કરવું. મધુર એટલે મીઠી વાણી. જે કહેવાનું હોય તે બીજાને ગળે ઊતરી જાય તેમ મધુર રીતે કહેવું. જેમ દવાની ગોળીઓ Sugar-coated હોય કે ગોળ વીંટેલી હોય તે ઝટ ગળે ઊતરી જાય તેમ મીઠા શબ્દો છે તે સામાને સ્વીકારવા યોગ્ય લાગે છે. મીઠું બોલવાની જેને ટેવ હોય તેનાથી માર્ગની પ્રભાવના થાય છે. પતાસાં વહેંચવાની પ્રભાવના કરતાં તે વધારે છે.
૩. કોમળ :— સૂક્ષ્મ લાગણીને—પ્રેમભાવને માન આપનારો. જેમ કોમળ વસ્ત્ર હોય તે શરીરને સુખશોભાનું કારણ થાય છે, તેમ કોમળ શબ્દો ઠેઠ આત્મા સુધી પહોંચે છે. કવિઓ પાસે એવી કળા હોય છે કે જે અવ્યક્ત ભાવો હૃદયમાં રહેલા હોય તેને સુંદર, લલિત (કોમળ) પદોથી જાગ્રત કરે છે. જેમ સંગીત, ચિત્ર વગેરે કળાઓ તે હૃદયના કોમળ ભાવોને પ્રગટ કરે છે, તેમ શબ્દમાં પણ શક્તિ છે. એવી શક્તિવાળા શબ્દોને કોમળ કહેવાય છે. કોમળ વચન—પહેલી ભૂમિકાનું છે તેનું અત્રે વર્ણન કર્યું છે.
“મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.’ શ્રીમદ્ રાજચંદ્ર ૪. સત્ય :— જેમ હોય તેમ કહેવું તે સત્ય છે. ઉપર જે રીત બતાવી– શાંત, મઘુર, કોમળ બોલવું તેમ સત્ય બોલવું. તેના બે ભેદ છે. (૧) વ્યવહાર