Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 38
________________ શ્રીમદ્ રાજચંદ્ર કાશીનરેશ કહે ‘હા..તે વાત તદ્દન સાચી છે.’' કોશલનરેશ કહે : આ ગરીબ ખેડૂતને પાંચ હજાર સુવર્ણ મહોરો તરત આપી દો, કેમકે આ ખેડૂત તમને કોશલનરેશનું માથું આપે છે. હું પોતે જ કોશલનરેશ છું. આપ મારું માથું કાપી લો. એમ કહી કોશલનરેશે સંન્યાસીનો વેશ ઉતારી દીધો અને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. ૬૮ એ વાત સાંભળી કાશીનરેશની આંખમાં આંસુ ઊભરાઈ ગયા. પોતાની પ્રજાના દુઃખને દૂર કરવા માટે પોતાનું માથું આપી દેનાર કોશલનરેશ પ્રત્યે એને એટલું માન જાગ્યું કે તેના પ્રત્યેના વેરને તે ભૂલી ગયો. ઊભો થઈને કોશલનરેશને ભેટી પડ્યો. ત્યારપછી બન્ને પાકા મિત્રો બની ગયા. જીવનઘડતર પ્રવેશિકા ૫૦. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મકર્તવ્ય અને વિધાસંપત્તિમાં ગ્રાહ્ય કરશે. સાતમા પુષ્પમાં ધર્મકર્તવ્ય અને વિદ્યા પ્રયોજન માટે જો તું સ્વતંત્ર હોય તો એકેક પ્રહર ગાળવા કહ્યું; પણ તેમ ન બને તો અર્થ પ્રહર તો જરૂરનો છે જ. એમ જણાવવા માટે અહીં લખ્યું છે. ઓછામાં ઓછો અર્થ પ્રહર—એટલે દોઢ કલાક. એથી ઓછો રાખે તો આત્માને નુકસાન થવા સંભવ છે અર્થાત્ એની જે દશા છે તે ટકી ન શકે. ઓછામાં ઓછો દેહ ટકાવવા માટે જેટલો ખોરાક જોઈએ તેનું જેમ માપ કાઢ્યું હોય તેની પેઠે આ કહ્યું કે આત્માને ઓછામાં ઓછું આટલું પોષણ તો આપવું જરૂરી છે. થર્મકર્તવ્ય—એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ અને વિદ્યાસંપત્તિ—એટલે નવું શીખવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવી, અથવા પહેલાં શીખેલું હોય તેને તાજું કરવું. એની કાળજી ન રાખે તો ૬ પુષ્પમાળા વિવેચન ભણેલું બધું ભૂલતો જાય. દોઢ કલાક કહ્યો તેમાંથી હું કેટલું કરું છું; ઓછું હોય તો વૃદ્ધિ કરવી, કારણ કે ધર્મકરણી કરવી અતિ આવશ્યક છે. ૫૧. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. કળિકાળમાં જન્મ થયો તે એમ સૂચવે છે કે આત્મા ઉપર કર્મનો ભાર વિશેષ છે. આ કાળમાં આયુષ્ય પણ ટૂંકા છે. તો કેમ જીવવું તેનો નિકાલ કરવા માટે કહે છે કે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી. પૂર્વનું હોય તેટલું પૂરું કરવા લક્ષ રાખે તો જિંદગી લાંબી લાગે. કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એના કરતાં તેના સંબંધી જે આકુળતા હોય છે તે વધારે દુઃખ આપનારી છે. ઘણાં કામ હાથમાં લીઘા હોય તો આકુળતાનો સંભવ છે. માટે પ્રવૃત્તિ ટૂંકાવવી છે એ લક્ષ રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. ઉપાધિનું કાર્ય જેમ બને તેમ ઓછું કરવા કહે છે. ઓછી ઉપાધિ હોય તેને શાંતિ હોય છે. ગાંઘીજી પરનો પત્ર ૫૭૦ છે. તેમાં— ‘‘જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.’’ ૫૨. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધાં સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુ:ખ ૨હ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. મોક્ષમાળામાં સુખ વિષે પાઠ છે. તેમાં આ જ વાત સ્પષ્ટ કરી છે. ઇન્દ્રિયસુખો કર્મબંધના કારણો છે, અને બંધન છે તે દુઃખરૂપ છે; અર્થાત્ ઇન્દ્રિયસુખ ભોગવતાં મોહ વડે દુઃખના બીજ વવાય છે, તેથી ગૌણતાએ તેને દુઃખ કહ્યું છે. અત્યારે એ દુઃખ પ્રગટ નથી, તેથી દેખાતું નથી. માટે ગૌણતાએ એને દુઃખ કહ્યું છે. જેમ ગુલાબના ફૂલમાં મઘમાખ સંતાઈ રહી હોય, તેને કોઈ સૂંઘવા જાય તો મધમાખ ડંખ મારે. તે પ્રકારે ઇન્દ્રિયસુખો અત્યારે ગુલાબના ફૂલ જેવાં દેખાય છે. પણ તેમાં કર્મબંઘરૂપી મધમાખ સંતાઈ રહી છે, તેથી ગૌણતાએ તેમાં દુઃખ જ રહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105