Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 37
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬૬ ( ૪૯. જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો ૦ અટકજે. જુલમી–એટલે અયોગ્ય ત્રાસ આપનારા જાલમી રાજા હોય કે શેઠ હોય કે જ્ઞાતિનો ઉપરી હોય કે અમલદાર હોય, પણ તે બીજાને ત્રાસ આપતો હોય તો તેને ઉત્તેજન આપતો અટકશે. સારા માણસો એવા જાલ્મીને ઉત્તેજન આપે, એના વખાણ કરે કે એના વખાણ કરવામાં મદદ કરે તો પોતાના હૃદયમાંથી દયાનો અંશ ઓછો થતો જાય છે. કામી–જેમ જાલ્મી વિવેક વગરનો આંધળો કહેવાય છે, બીજાનું સુખ જોઈ શકતો નથી. બીજાને સુખ થાય છે તે જોવાની તેને આંખ નથી. તેમ કામી પણ વિષયને લઈને આંઘળો બને છે. હિત અહિત વિચારી શકતો નથી. પોતાને કેટલું નુકસાન થશે, તેનો વિચાર એને આવતો નથી; અને સામાં વ્યક્તિને આખી જિંદગીનું કલંક ચઢશે તેનો પણ ખ્યાલ આવતો નથી. અને એના સગાંવહાલાઓને આનું પાપ પ્રગટ થતાં કેટલું દુઃખ થશે તેનો પણ વિચાર આવતો નથી. તાત્કાલિક વૃત્તિ પોષવાને માટે તે આંધળો બની જાય છે. પોતાના મરણને પણ ગણતો નથી. તો પછી બીજા ભવમાં દુર્ગતિમાં જવું પડે તેનો વિચાર કામીને ક્યાંથી આવે? એવા જીવની સોબતથી અથવા એને મદદ કરવાથી સદાચારની હાનિ થાય છે. અનાડી–હવે અનાડીની વાત કરે છે. બુદ્ધિ વગરનો માણસ, જે અન્યાય કે દુરાચાર કરતો હોય. બધું જ ખોટું કરતા છતાં એને લજ્જા હોતી નથી. એવા માણસને સુધારવાનો બહુ જ ઓછો અવકાશ છે. એને ઉત્તેજન આપવું તે વાંદરાને દારૂ પાવા જેવું છે, તે ઉત્તેજન આપનારને પણ નુકસાન કરી બેસે. જગતમાં અન્યાય ટકે છે તેનું કારણ–અન્યાયને ઉત્તેજન આપનારા બીજા હોય છે. કોઈ માણસ ચોરી કરતો હોય તેને કોઈ અમલદાર પોલીસનો ઉપરી જે પકડાવનાર હોય તેની જ જો તેને મદદ હોય તો તે દેશમાં ચોરી બંધ થાય નહીં. કેમ કે ચોરી બંધ કરાવનાર જ તેને મદદ કરે છે તેથી. તેમ જાલ્મીને, કામીને, અનાડીને મદદ આપનારા મોટા ગણાતા માણસો હોય, ત્યાં આ ત્રણે જાતના માણસો લોકોને નિરંકુશપણે પીડે છે. એ લોકો પાપ કરે તેનો ભાગ ઉત્તેજન આપનારને પણ મળે છે. માટે ઉત્તેજન તો શું પણ એણે સારું કર્યું એમ અનુમોદન પુષ્પમાળા વિવેચન પણ મનમાં લાવવા યોગ્ય નથી. બીજાના દુઃખે દુઃખી બનતા શીખો. કોશલનરેશનું વૃષ્ટાંત - કાશીનરેશ અને કોશલનરેશ વચ્ચે યુદ્ધ થયું. તેમાં કોશલનરેશનો ઘોર પરાજય થયો. કોશલનરેશ ખુબ પ્રિય અને પ્રજાવત્સલ હતા. પણ પરાજિત થવાથી કાશીનરેશથી બચવા માટે ગુપ્ત રીતે ભાગી છૂટ્યા. કાશીનરેશે, કોશલનરેશનું માથું કાપી લાવનારને પાંચ હજાર સુવર્ણ મહોરોનું ઈનામ જાહેર કર્યું. આ સમાચાર કોશલનરેશને મળ્યાં હતા. છતાં કોશલ દેશની પ્રજાના સુખ-દુઃખની ખબર રાખવા માટે ગુણવેશમાં ઘણીવાર આવતા. - કોશલનરેશ એકવાર સંન્યાસીના વેશમાં પ્રજાની સ્થિતિ જાણવા આવ્યા. તેમને એક ગરીબ ખેડૂત મળ્યો. કોશલનરેશે તેને પૂછ્યું, “તું કોણ છે? તને બહુ દુ:ખ હોય એમ લાગે છે!” ત્યારે પેલો ગરીબ ખેડૂત બોલ્યો : “સ્વામીજી!શું કહ્યું! અમારા ભયંકર પાપ જાગ્યાં તેથી આ કાશીનરેશના રાજ્યમાં અમે સઘળી રીતે દુઃખી દુઃખી થઈ ગયા છીએ. હે ભગવાન! હવે તો તું અમારો જીવ લઈ લે તો સારું.” કોશલનરેશનું હદય રડી ઊઠ્યું. તેમણે તરત જ પેલા ગરીબ ખેડૂતને કહ્યું : “તું મારી સાથે ચાલ હું તારું જિંદગીભરનું દુઃખ દૂર કરી આપીશ. તેઓ પેલા ખેડૂતને લઈને કાશીનરેશની પાસે પહોંચી ગયા. કાશીનરેશને કહ્યું : “રાજનું! મેં સાંભળ્યું છે કે આપે કોશલનરેશનું માથું કાપીને લાવનાર માણસને પાંચ હજાર સુવર્ણ મહોરો ઈનામ તરીકે આપવાનું જાહેર કર્યું છે, તો શું તે સાચું છે?”

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105