________________
શ્રીમદ્ રાજચંદ્ર [ અને આજનો દિવસ પણ જો કાળજી નહીં રાખું તો જોતજોતામાં
જતો રહેશે. માટે સ્મરણ કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ન કરવું. સ્મરણ કરવા યોગ્ય એવી પવિત્ર વસ્તુ તે શુદ્ધ આત્મા -સહજાત્મસ્વરૂપ છે; તેને ભૂલવું નહીં. ૪૪. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી
આજના દિવસમાં પ્રવેશ કરજે.
આહાર, વિહાર અને નિહાર એટલે શરીરના મળ ત્યાગની ક્રિયા. એ નિયમિત રીતે આત્માને બાઘ ન આવે તેમ કરવી.
આહારને લઈને બઘા દોષો, શરીરના રોગો વગેરે થાય છે. ઊંઘને આહાર ઘટાડ્યાં ઘટે અને વધાર્યા વધે છે. આહાર મુનિઓને એષણાસમિતિપૂર્વક શાસ્ત્રમાં લેવા કહ્યું છે. તે પાપ દૂર કરવા માટે છે. જે આહારની કાળજી રાખે તેને પાપ ઓછું લાગે. તેમ વિહારમાં ઇર્યાસમિતિપૂર્વક ચાલવા જણાવ્યું. નિહારમાં પ્રતિષ્ઠાપનિકા સમિતિપૂર્વક વર્તવા જણાવ્યું.
આ બધી ક્રિયાઓમાં તું નિયમ સાચવે છે કે નહીં તે તપાસી જવા કહ્યું. ઉપયોગ ચૂકી જવાના એ બઘા સ્થાન છે. માટે એ ક્રિયામાં આજ્ઞાએ વર્તાય છે કે નહીં તે તપાસી જવું.
આહાર—તુચ્છ વસ્તુ છે. એની કથાને વિકથા કહેવાય છે. મુમુક્ષુએ એમાં ખોટી થવા જેવું નથી. દિશાએ જવાની કોઈ વાતો કરતું નથી તેમ આહારની પણ વાતો કરવા જેવી નથી. આહાર કરતાં મૌન રહેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. સાહેબ લોકો ખાવામાં બબે કલાક વાતો કરતાં કાઢી નાખે.
વિહાર–જરૂર પડે તો કરવા યોગ્ય છે. ઘણા આમ તેમ વાતો કરવા બેસે અને ફર ફર કરે. આ રીતે જિંદગી વાતોમાં જતી રહે છે. તેમ ન થવા દેવા જ્ઞાની ચેતાવે છે.
નિહાર–સામાન્ય નિયમ એવો છે કે યોગીને એકવાર નિહાર હોય, ભોગીને બે વાર, અને રોગીને અનેકવાર. શાસ્ત્રમાં આને માટે ખાસ કહ્યું કે કુદરતી હાજતને રોકવી નહીં. બીજાં કારણ પડી મૂકીને પણ પરવારી લેવું જોઈએ. કારણ તેમ ન કરવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. તેમ જ વૃત્તિ પણ ઠેકાણે રહે નહીં. આહાર-નિહારને બહુ સંબંધ છે. આહાર સાચવે તેને નિહાર
૬૩
પુષ્પમાળા વિવેચન નિયમિત હોય છે. શરીરથી મોક્ષનું કામ લેવું છે માટે શરીરના સંચા / 0 પણ સાચવવા જોઈએ. ૪૫. તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેરઉપયોગનો વિચાર
કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.
ઘણાખરાં કારીગરો જે કળામાં કુશળ હોય છે પણ કામ કરવા માંડે ત્યારે કરે, પણ સામાન્ય રીતે તે આળસુ હોય છે. માટે કારીગરને એમ કહ્યું કે આળસનો વિચાર કરી પછી આજના દિવસમાં પ્રવેશ કરજે.
બીજાં શક્તિના ગેરઉપયોગની વાત કહે છે. જે કુદરતી શક્તિ ક્ષયોપશમ વગેરે કોઈપણ કલા, કાવ્યકલા, લેખનકલા, ચિત્રકલા મળી છે તેને પોતાને ગમતા વિષયમાં વાપરી તેમાં જ આખો દિવસ ખોટી ન થવું; પણ આત્મહિત કરવાનું રહી ન જાય તે માટે કાળજી રાખવી. કળાથી જેમ હિત થાય છે તેમ અહિત પણ થાય છે. મોહને પોષવામાં જો કળા વાપરે તો સ્વપર બન્નેને અહિતકારી છે. જેમ કોઈ કારીગરે ચિત્ર દોર્યું હોય અને તે જો વિકાર ઉત્પન્ન કરે તેવું હોય તો પોતે પણ એ કામ કરતાં સુધી મોહના ચિંતવનમાં રહે અને જે જે તે ચિત્રને જુએ તેને પણ મોહનું કારણ થાય છે. માટે પૈસા મળતા હોય તો પણ આવી રીતે શક્તિનો દુરુપયોગ ન થાય તે લક્ષમાં રાખવા યોગ્ય છે, એમ જણાવ્યું.
પ્રમાદને હણી હમેશાં પુરુષાર્થશીલ રહેવું એક વિદ્યાર્થીનું વૃષ્ટાંત - એક વિદ્યાર્થી નક્કી કરે છે કે હવે હું આજથી રોજ કમસે કમ ૧૦ વાગ્યા સુધી અભ્યાસ કરીશ. પછી રાત પડે છે અને જમે છે. પછી ધીરે ધીરે આળસ તેના ઉપર આક્રમણ કરે છે અને વિચારે છે કે હજુ તો પરીક્ષાને ઘણા દિવસ બાકી છે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી.