Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 34
________________ શ્રીમદ્ રાજચંદ્ર Tી ૪૨. ઘર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહારુ સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. સાતમા પુષ્પમાં કહ્યું હતું કે જો તું સ્વતંત્ર હોય તો ઘર્મકર્તવ્ય, ભક્તિકર્તવ્ય વગેરે કરવા માટે બતાવ્યું હતું. ૧૬મા પુષ્પમાં ગમે તેટલો પરતંત્ર હો તો પણ પવિત્રતાને એટલે આત્મશુદ્ધિને વિસ્મરણ ન કરવા કહ્યું. તેમ આ પુષ્યમાં ઘર્મકરણીનો અવશ્ય વખત મેળવવા જણાવે છે. કારણ કે વ્યવહારનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. પણ ઘર્મનું ફળ કોઈકને જ સમજાય છે. પણ તે ધર્મનું કાર્ય ઘણું અગત્યનું હોવાથી અવશ્ય એને માટે વખત મેળવીને પછી વ્યવહાર સિદ્ધિમાં પ્રવેશ કરવા જણાવ્યું. જે વસ્તુ ભૂલાઈ જાય છે તે હવેથી ન ભૂલાય તે માટે ચેતાવ્યા છે. ઘણા લોકો કહે છે કે અમારે તો એટલાં બઘા કામ હોય છે કે ઘર્મ કરવો છે પણ વખત નથી મળતો; એમ કહેવું તે માત્ર બહાના છે. આત્મા સમયે સમયે ઉપયોગી છતાં કામના બોજાને લઈને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત નથી મળતો એમ કહેવું એ સામાન્ય માણસોનું લૌકિક વચન છે. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો અને કામ કર્યું, તો આત્માના ઉપયોગ વિના તે નથી થયું. તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે અને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિય આદિક સુખના કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત એને જરૂરની નથી લાગતી? મતલબ કે આ ચૈતન્ય એવો આત્મા એણે કૃત્રિમ માન્યો છે. સાચો માન્યો નથી.” દેહને જ સાચો માન્યો છે. હું દેહ છું. એમ જ થઈ ગયું છે. એને બાળી નાખશે એમ જાણે છે છતાં એની જ કાળજી રાખે છે પણ અંદર આત્મા બેઠો છે તે સુખી છે કે દુઃખી એનો વિચાર નથી કરતો. આત્માને જેથી શાંતિ થાય તેવું કરવું. આત્માની કાળજી રાખવી. અનિત્ય ભાવનાનો વિચાર કરવો. દુ:ખથી કેમ છૂટાય? એનો વિચાર કરવો. પરવસ્તુ દુઃખકારી છે એમ જાણી પોતાના હિતને અર્થે આ ભવમાં મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરવો. જન્મમરણના પુષ્પમાળા વિવેચન દુ:ખો ટાળવા માટે સત્સંગ, સદ્ગોથ, સશાસ્ત્ર અને સત્ વિચારની [. જરૂર છે. કરવું તો પડશે. બંઘનો ચીલો બદલી હવે મોક્ષનો લેવો જોઈએ. હું દેહ છું, દેહને સુખે સુખી અને તેને દુઃખે દુઃખી એ ભાવ મોળો પાડી, હું દેહથી જુદો એવો આત્મા છું એમ ભાવ કરવાથી ફરી દેહધારણ કરવાનું ન થાય. જ્ઞાનીએ કહેલું કરે, તેનો એક બોલ પણ પકડી વર્તે તો કાળે કરીને પણ છૂટે. મહેનત તો કરવી પડે, કૂવો ખોદવો હોય તો કેટલી મહેનત કરે, કેટલી ધૂળ આદિ કાઢે છે. તે મહેનત કરે તો પછી તે જળ વડે ન્હાય, પાણી પીએ, ચોખ્ખો થાય, લહેર કરે. માટે પહેલાં મહેનત તો કરવી પડશે. ૪૩. કદાપિ પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનના કરજે. મરણનો ભરોસો નથી. અચાનક આવે એવું છે. કંઈ પહેલાં ખબર આપીને આવે એમ નથી. માટે પહેલાં જ ઘર્મકાર્ય કરી લેવું. પછી વ્યવહારમાં પ્રવેશ કરવો. ઊઠીને પહેલું કામ ભક્તિનું કરી લેવું. અપવાદરૂપે તેમ ન બને તો ગમે ત્યારે પણ કરી લેવું. અનુકૂળતા ન હોય - કોઈ દેહનું કારણ હોય, કોઈ આવ્યું હોય, કે ભક્તિ કરવા બેસતાં છતાં કોઈ કારણે ચિત્ત ચોંટે નહીં કે શાંતિ ન મળે એમ હોય ત્યારે એવો લક્ષ, એવો ભાવ રાખવો કે એ અડચણ જતી રહેશે - એટલે ભક્તિ સ્વાધ્યાય કરીશ. જેમ વિપ્નનું કારણ કહ્યું તેમ કોઈ પરોપકારનું કામ આકસ્મિક આવી પડ્યું હોય તો ભાવ એવો રાખવો કે મારું કામ અધૂરું છે તે આ કામ પૂરું થાય એટલે આત્માનું કામ જરૂર કરવું છે. તો બેવડો ભાવ રહે કે કરવું છે કરવું છે પણ તે ન થાય ત્યાં સુધી એવો ભાવ રહે. અપવાદરૂપે કરે તો એવો ભાવ રહે. તેવો ભાવ રહે પણ જો ચેતે નહીં અને બીજી માનાદિ વસ્તુનું જો માહાન્ય રહ્યા કરે તો એ પરોપકારનો ભાવ પણ રહેતો નથી અને ઊલટું છેતરાવાનું થાય. કહે કે મને પરોપકારથી લાભ થશે અને ભાવ બીજી પરવસ્તુમાં રહે, પોતામાં ન રહે. માટે તે વિષે સાવચેતી રાખવી. રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી - કે આમને આમ ઘણાયે દિવસો જતા રહ્યા અને જેને માટે જન્મ્યા છીએ તે ઘર્મ કરવાનું કામ રહી ગયું,

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105