Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 32
________________ શ્રીમદ્ રાજચંદ્ર ( વાળવા તત્પર રહેવું તે સેવકનું કાર્ય છે. અહીં પ્રિયમાં પ્રિય એવા - શરીરનું વિશેષણ વાપર્યું છે. જીવને વધારેમાં વધારે પ્રિય શરીર હોય છે, અને તે શરીર અન્નથી ટકે છે. તો અન્નદાતાનો બદલો વાળવા તત્પર રહેવું. નમકહલાલ થવું પણ નમકહરામ નહીં આપણા ભારતની એક સંસ્કૃતિ હતી કે જેનું લૂણ ખાધું હોય, કે જેનાથી આપણે ઊંચા આવ્યા હોઈએ તેની સાથે કદી દગો કે ભૂંડું આપણાથી ન થાય. આનું નામ “નમકહલાલ' કહેવાય. જે ઉપકારી વ્યક્તિ સાથે પણ દગો કે વિશ્વાસઘાત કરે તેને ‘નમકહરામ' કહેવાય. એક ચોરનું દ્રષ્ટાંત - આદિતપુર નગરમાં માનચંદ શેઠ કરોડપતિ હતા, એમને ત્યાં એક ચોર ચોરી કરવા આવ્યો. રાતના બે વાગ્યાનો સમય હતો. તેને ભુખ બહુ લાગી હતી. જે બારીથી ઉપર ચડ્યો ત્યાં જ રસોડું હતું. તેણે ડબો ખોલી વસ્તુ મોઢાંમાં નાખી તો તે નમક એટલે લૂણ હતું. હવે શું થાય? જેનું લૂણ ખાધું તેના ઘેર ચોરી કેમ કરાય? તે ચોર ચોરી કર્યા વગર જ તરત બહાર નીકળી જવા લાગ્યો. ત્યાં કંઈ અથડાવાથી અવાજ થયો એટલે શેઠ જાગી ગયા. દીવો કરીને જોયું તો ચોર પાસે આવીને ઊભો. શેઠે પૂછ્યું “અલ્યા, તું કોણ છે? ચોરે કહ્યું–હું ચોર છું. તમારા ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. શેઠ કહે: “સાચું બોલ કે તું કોણ છે ?” પ૭ પુષ્પમાળા વિવેચન ખાધું હોય તેના ઘરમાંથી કશી ચોરી કરાય નહીં. માટે હું ખાલી હાથે ) જાઉં છું. શેઠે ભારતની સંસ્કૃતિને મનોમન વંદન કર્યા. માટે : નમકહલાલ થવું; પણ નમકહરામ કદી ન થવું. જીવનઘડતર પ્રવેશિકા ૪૦. દુરાચારી છે તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. આરોગ્યતા–દુરાચારના બધા દોષો અહીં જણાવે છે – એમાં પ્રથમ આરોગ્યતાની હાનિ છે. લોકનિંદિત કાર્યોમાં મુખ્યત્વે આરોગ્યતાનો ભય છે. સાત વ્યસન વગેરે પાપના કાર્યો કે મુખ્યત્વે વિષય ભોગવનારા પોતાની શરીર શક્તિ ખોઈ બેસે છે. જેમ બહુ ખાનારો માંદો થાય, સિનેમા જુએ તેથી મોહ વધે અને વિષયોની ઇચ્છાને લઈને દુઃખી થાય, આંખોને પણ નુકસાન થાય. તેમ બથી ઇન્દ્રિયોના ભોગ સરવાળે શરીર કે મનને નુકસાન જ કરનારા છે, ભય દુરાચારીને મનમાં ભય રહે છે. પોતાનું મન પણ દુરાચાર કરતાં ના પાડે છે એટલે અંદર ડંખતું હોય છે. દુરાચારીને પણ ખબર પડે, જાણે પણ લક્ષ ન દે, દુરાચારી હોય તેના તરફ સારા માણસોની એટલે સજ્જનોની કટાક્ષવૃષ્ટિ એટલે તિરસ્કારવાળી દ્રષ્ટિ હોય છે. દુરાચારીને કોઈ શિક્ષા પણ કરી બેસે. જેમ બિલાડીએ ઉંદર પકડ્યો હોય, તેને કોઈ લાકડી મારીને પણ છોડાવે છે તેમ. દુષ્કૃત્યો કરનાર ચોર કે એવો જે હોય તેને કોઈ શિક્ષા કરશે એવો ભય હોય છે, જેની વસ્તુ એ બગાડતો હોય તે ઘણી તેને શિક્ષા કરે અથવા સરકારને સોંપે તો કેદ વગેરેનું દુઃખ ત્યાં ભોગવવું પડે. એવા અનેક પ્રકારના આ લોકમાં જ ભય હોય છે. તેના વિશેષ ફળમાં પરલોકના દુઃખની વાત તો વળી જાદી છે. પરતંત્રતા-પરવસ્તુ ભોગવવામાં દુરાચાર છે, અને પરાધીનતા તો છે જ. એક મુનિનું વૃષ્ટાંત :- સ્થૂલિભદ્ર મુનિ ચોમાસુ ગણિકાને (વેશ્યાને) ત્યાં રહ્યા હતા. તેના વખાણ ગુરુ પાસે સાંભળીને બીજા મુનિ તે વેશ્યાને ત્યાં ગયા, અને તેને વશ થઈ ગયા. તેણે પૈસા માગ્યા તેથી નેપાળનો રાજા લક્ષ કામળી (એક લાખ રૂપિયાની રત્નની કામળી) દરેક સાધુને દાનમાં આપતો હતો તે લેવા ગયા. ચાર મહિને તે લઈને આવતા હતા ત્યાં રસ્તામાં ચોરે લૂંટી લીધા. ફરી પાછા નેપાળ ગયા. ફરી કામળી વાંસની નળીમાં નાખીને લઈ આવ્યા, કોઈ જાણે નહીં તેમ. તે કામળી ગણિકાએ પગ લૂછીને ખાળમાં નાખી દીધી. ત્યારે ચોર કહે “શેઠજી! તદ્દન સાચું કહું છું કે હું ચોર છું. હું ચોરી કરવા આવેલો પણ અહીં તમારાં ઘરે ભુખ લાગવાથી ડબ્બો ખોલી મોઢામાં વસ્તુ મૂકી તો તે નમક હતું, ને આપણા દેશની એવી સંસ્કૃતિ છે કે જેનું લૂણ એટલે મીઠું

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105