________________
.
શ્રીમદ્ રાજચંદ્ર
૬૪ કાલથી નિયમિત ભણવાનું શરૂ કરીશ. કાલ કાલ કરતાં સમય ૭ વીતી જાય છે અને તક હાથમાંથી ચાલી જાય છે.
સારા કામો કરનાર વ્યક્તિઓ સવારમાં વહેલા ઊઠી પથારીનો ત્યાગ કરે છે. વાસ્તવમાં સંસારના ગણાતા મહાન વ્યક્તિઓ સવારમાં વહેલાં જ ઊઠે છે. ઘર્મિષ્ઠ પુરુષો પણ ઊંઘને ઘટાડી, પ્રમાદ છોડી, સવારમાં વહેલા ઊઠી ભગવાનની ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાયમાં લીન થાય છે. તે જીવો જ મનુષ્યજીવનને સફળ કરી શકે છે. માટે આળસને મહાન શત્રુ ગણી હમેશાં પુરુષાર્થશીલ રહેવામાં જ આત્માનું કલ્યાણ છે. ૪૬, તું ગમે તે ઘંઘાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય
ઉપાર્જન કરીશ નહીં.
ઉપર બઘા મુખ્ય ઘંઘા જણાવીને તથા એક રાજાથી ચિતારા સુધી બધી વાત કહીને અહીં સામાન્ય દરેક ઘંઘાને માટે કહે છે, કે આજીવિકા અર્થે પણ અન્યાય કરીને પૈસો પ્રાપ્ત કરવા યોગ્ય નથી. તો પછી કોઈ બીજા હેતુ માટે તો અન્યાય ન જ કરવો જોઈએ. કંઈ ખાવા નથી મળતું તો શું કરીએ? અન્યાય ન કરીએ તો શું કરીએ? પણ ઘર્મની જેને ઇચ્છા છે તેણે અન્યાય છોડવા યોગ્ય છે. ઘર્મનો પાયો નીતિ છે. કેટલાંક નીતિકારો છૂટ આપે છે કે આજીવિકા અથવા પોતાના પ્રાણ બચાવવાનો પ્રસંગ હોય અને જૂઠું બોલે, માયા કરે, બીજાને છેતરે તો તે ગુનો બનતો નથી. એના પ્રાણ જાય અથવા ખાવા મળતું નથી માટે એણે બિચારાએ આ પ્રમાણે કર્યું. માટે દરગુજર કરવા જેવું ગણે છે. પણ ૪૧મા પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે દુઃખી હો તો આજીવિકા (આજની). જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કર, પણ અન્યાયપૂર્વક વર્તવાનું એમાં પણ કહ્યું નથી, કારણ કે ઘર્મ અન્યાયને સહન કરી શકતો નથી. ૪૭. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચક્રિયાયુક્ત થઈ ભગવદ્ભક્તિમાં
લીન થઈ ક્ષમાપના ચાચ.
અત્યાર સુધી જે કહ્યું તે બધું સવારમાં પહેલવેલું કરી લેવા જણાવ્યું. પછી દિશાએ જવા કહ્યું. પછી આજના દિવસમાં પ્રવેશ કરજે એમ જે વારંવાર કહ્યું તેનું કારણ પ્રથમ આજનો દિવસ કેમ ગાળવો છે તેનો વિચાર કરી લીધા પછી પ્રવર્તવાનું કહ્યું. દશવૈકાલિકમાં કહ્યું છે “ઢ ના તો કુવા.” પહેલું
૬૫
પુષ્પમાળા વિવેચન સમજવું (જ્ઞાન) અને પછી ક્રિયા કરવી. ક્રિયા કરતાં પહેલાં શું કરવું છે તેનું વિચારપૂર્વક પ્રથમ જ્ઞાન મેળવવું. એક દિવસમાં પ્રવર્તતા , પહેલાં આટલું ખોટી થવા કહ્યું. પછી શૌચક્રિયા એ દેહની આવશ્યક ક્રિયા છે, તે પતાવવી. તે પતાવી દીધી તો એના સંબંધી વિચાર ન આવે. શરીરનું કામ પરવારી પછી
ભગવદ્ભક્તિમાં લીન થઈ ક્ષમા યાચ - રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી, ભગવાન પાસે ક્ષમા યાચ. કોઈ પ્રત્યે પોતે દોષો કર્યા હોય કે કોઈનું મન દુભવ્યું હોય તો મૈત્રીભાવ થવા અર્થે ક્ષમા યાચવી અને કોઈએ પોતાના પ્રત્યે દોષો કર્યા હોય કે મન દુભાવ્યું હોય તો ક્ષમા આપવી. કારણ કે પોતાના શુદ્ધ ભાવથી જ છૂટવાનું છે. મૈત્રીભાવ થવા માટે ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે- રાગદ્વેષ ઘટાડવાનો ઉપાય છે. ૪૮. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું
અહિત કરી નાખતો હો તો અટકશે.
ઘણાનું ભલું થતું હોય તો પોતાના હિતને જતું કરીને પણ પરોપકારી પુરુષો વર્તે છે. તો તું તારા હિતને અર્થે ઘણાનું અહિત થતું હોય તો તે કામ કરતા અટકજે. સ્વાર્થ આંધળો કહેવાય છે. પોતાને પાઈનો લાભ થતો હોય અને બીજાને રૂપિયાનું નુકસાન થતું હોય તો પણ પોતાના સ્વાર્થનું મહત્ત્વ એટલું હોય છે કે બીજાનું શું થશે તેનો વિચાર આવતો નથી. દરેક કામની અસર પોતાના અને પરના ઉપર થાય છે. પોતાને લાભ થશે કે ગેરલાભ થશે એનો વિચાર કરે છે પણ બીજાને એની શું અસર થશે તેનો વિચાર આવતો નથી તે સ્વાર્થીપણું છે. માટે બન્ને તરફ દ્રષ્ટિ રાખવા કહ્યું. તેમાં પ્રખ્યાત દ્રષ્ટાંત વસુરાજાનું છે.
' વસુરાજાનું દ્રષ્ટાંત:- પોતાના ગુરુની પત્નીના દબાણથી જૂઠું બોલવા તે પ્રેરાયો. પણ યજ્ઞની પ્રવૃત્તિ થશે અને ઘણા કાળ સુથી ઘણા જીવોની હિંસા થયા કરશે તેનો વિચાર વસુરાજા જેવાને ન આવ્યો. તેથી નરકે જવું પડ્યું. એને નરકે જવું નહોતું, પણ ગુરુપત્નીનું કહ્યું નહીં માનું તો એ મરી જશે. એ મુશ્કેલીમાંથી બચવાનો ઉપાય જૂઠું બોલવું એ ઠીક છે એમ માનીને ઘણાનું અહિત થાય એવું અસત્ય વચન તે બોલ્યો. તેને આધારે પછી યજ્ઞોની જીવહિંસાની પ્રવૃત્તિ વધી. તેના ફળમાં વસુરાજાને નરકમાં જવું પડ્યું.