________________
૧૯
પુષ્પમાળા વિવેચન એમ લાગે છે, તેને એ વાક્ય ખેદ નહીં કરતાં હવે પુરુષાર્થ કર એમ
|
કહ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર ભાવના નથી રહેતી. જેનો દેહાધ્યાસ ગયો હોય તેને તો દુઃખ એ
૦ મોક્ષનું પગથિયું લાગે છે, તે પગથિયું ચઢીને જ મોક્ષ થવાનો છે એમ તે નક્કી માને છે. તેથી મનમાં સમ્યક્ સમજણથી આનંદ માને છે.
આજનો દિવસ પણ સફળ કરો- સ્મૃતિ કરવાનું કારણ એ છે કે એવા પ્રસંગો આબે આજનો દિવસ પણ સફળ કરવો છે એમ થાય. સ્મૃતિ વખતે આનંદ થાય છે અને આજનો દિવસ જીવવાનો મળ્યો તે કેમ ગાળવો તેનો પણ લક્ષ બંધાય છે.
નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કશે - આખી જિંદગીમાં તપાસવા જઈએ તો આપણું કોઈ સારું કામ કરી આવે; તેમ જેથી પશ્ચાત્તાપ થાય એવું કંઈ દેખાઈ આવે, તે વખતે વિચાર કરવો કે આવું ન બન્યું હોત તો જિંદગી કેવી સુંદર થાત? એમ વિચારીને ફરી તેવું કામ કદી નથી કરવું, એવું દ્રઢ કરીને તે પ્રસંગ ભૂલી જવો. સારા કામ માટે આનંદ માની તેના વિચારમાં રહેવા કહ્યું હતું, તેમ ખોટા કામ માટે વિશેષ વિચાર કરવાનો નથી. પણ તેમાંથી ન કરવા પૂરતી શિખામણ લઈ તેને ભૂલી જવા કહ્યું. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે કહ્યું – “ભૂલી જાઓ” તે ભૂલી ગયા. નિર્વિકલ્પ થવું હોય તેને તો બધું જ ભૂલી જવાનું છે. પુણ્ય પાપ બધું જ ભૂલી જવાનું છે. ૪. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.
આખી જિંદગીમાં પોતાથી જે સારું ખોટું કામ થયું હોય તે બધું તપાસી જોવા કહ્યું. તેમાં આપણે આપણી દ્રષ્ટિથી સારું ખોટું કહીએ પણ હવે જ્ઞાનીની દૃષ્ટિ કેવી છે તે અહીં જણાવે છે. અનંતભવનું આખું સરવૈયું કાઢીએ તો જે નીકળે તે આ વાક્યમાં કહી દીધું કે આમ ને આમ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો પણ આત્માનો જે મોક્ષ કરવો જોઈએ તે થયો નહીં. જેમ ઘણો લાંબો વેપાર કરી નફો ન મળે તો પશ્ચાત્તાપ થાય; તેમ મોક્ષ નથી થયો તેનો ખેદ મનમાં ઘરવા યોગ્ય છે; અને હવે તો આ ભવમાં મોક્ષ થાય અર્થાત્ સિદ્ધિ થાય તેમ જ પ્રવર્તવું છે. એવો નિર્ણય કરવા યોગ્ય છે. એ માટે પરમકૃપાળુદેવ પત્રાંક ૮૧૯માં જણાવે છે કે
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષ પાટણ સુલભ જ છે.” એમ જે કહ્યું છે તે જે જીવને જાગૃતિ થઈ છે અને કંઈ બનતું નથી
“વ્યવહાર સૂતો મૂકે, તે જાણે આત્મકાર્યમાં;
ચિંતવે વ્યવહારો છે, તે ઊંધે આત્મકાર્યમાં.” એવી દશાવાળાને આ “ક્ષણ ક્ષણ જતાં” એ વાક્ય કહ્યું છે. જે જાગ્યો તેને એમ શિખામણ દીધી છે કે “ખેદ નહીં કરતાં હવે પુરુષાર્થ કર', અને જે જાગ્યો જ નથી તેને કહે છે કે “તેં કર્યું શું આજ સુધી? જન્મ-મરણ તો હજા ઊભાં છે' પૂ.બ્રહ્મચારીજીને પહેલાં આ વાક્ય વાંચવામાં આવ્યું ત્યારે આ ખરું જ છે. એમ બહુ એટલે અસરકારક આ વાક્ય લાગ્યું. શું આટલો બધો પુરુષાર્થ પૂર્વભવમાં કર્યો તેનો સરવાળે મીંડું જ આવ્યું? શું પોતાની દ્રષ્ટિએ કરેલું બધું નકામું ગયું? હવે જ્ઞાનીની દ્રષ્ટિએ પુરુષાર્થ કરે તો જીવની સિદ્ધિ થાય, મોક્ષ થાય.
આ બધા સપુરુષના વાક્યો પુરુષાર્થપ્રેરક છે. જો જીવ વિચારમાં લે તો જે કરીએ છીએ તેથી કંઈક બીજાં કરવાનું છે, અને તે જરૂર કરવું છે એમ જીવને ભાવ થાય. ૫. સફળજન્ય એક્ટ બનાવ તારાથી જો ન બન્યો હોય તો ફરી
ફરીને શરમા.
ત્રીજા વાક્યમાં કહ્યું હતું કે “સફળ થયેલા વખતને માટે આનંદ માનો; પણ સફળજન્ય એવો કોઈ બનાવ જેમકે પરોપકાર કે આત્મહિત એની જિંદગીમાં થયું જ ન હોય તો મારી જિંદગી બધી શરમાવા જેવી જ ગઈ. હવે કોઈ એવું કરવું કે જેથી તેની સ્મૃતિ પણ આનંદ આપે. શરમાવાનું એટલે ખેદ કરવો કે અરેરે ! મારા આટલાં દહાડા ગયા પણ કંઈ જ થયું નહીં. એમ લાગે તો પુરુષાર્થ જાગૃત થવાનું કારણ બને. આ શરૂઆતના બધા વાક્યો છે તે જીવ જે ચીલે ચાલે છે, તે ચીલો બદલાવવા માટે છે, સન્માર્ગ લેવા માટે છે. પ્રભુશ્રીજી કહેતા કે ચીલો બદલવાનો હોય ત્યારે બળદને ખાંધે બહુ જોર આવે છે. તે ને તે ચીલે ખાડા ટેકરા હોય તો પણ તે ચાલવા પસંદ કરે છે. જે રસ્તે ચાલ્યો હોય તે રસ્તે અભ્યાસ થયેલો હોય છે. તેથી આંખો મીંચીને પણ તે રસ્તે જાય. પણ હવે શરમાઈને પણ આત્મહિત કરી જીવન સફળ કર. ૬. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના
યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.