Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 27
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૬ ભાવો કરી પોતાનું મરણ બગાડવા યોગ્ય નથી. આત્મા અમર છે. આત્માનું સમાધિમરણ થયું તો આખું જીવન સફળ છે. અનેક મહાપુરુષોને ઉપસર્ગ આવી પડ્યા ત્યારે ઉપસર્ગ આપનાર પ્રત્યે દૃષ્ટિ કરી નથી પણ સર્વ જીવને ખમાવી નિષ્કષાયી બની, બને તેટલો સમભાવ ધારણ કરી પોતાના આત્માની દયા ખાઘી છે; માટે બધું ભૂલીને હવે આત્મા છે, તે નિત્ય છે, કર્તા ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. એ છ પદની શ્રદ્ધા સાથે લઈ જવા જેવી છે. આમ જણાવી ઘર્મમાં દૃઢતા કરાવીને પતિનું મરણ સુધાર્યું, એમ પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભારવા યોગ્ય છે. દોષ થયા હોય તેની ક્ષમા યાચ – જેની સાથે આખી જિંદગી રહેવાનું થયું હોત તેનું ચિત્ત જાણે – અજાણે દુભાવ્યું હોય, તેની ક્ષમા યાચવાને યાદ દેવડાવે છે. તેથી નિઃશલ્ય થવાય છે. મનમાં ખૂંચતું હોય તે કહી દેવાથી મન હલકું થઈ જાય છે. પછી મન ઉપર ભાર રહેતો નથી. કુટુંબ ભણી દૃષ્ટિ કર – પોતાના આધારે જીવતાં બાળકો હોય, નોકરો હોય, તેના પ્રત્યેની પણ ફરજ સંભારી જવા જણાવ્યું. બાળકોમાં ઉત્તમ સંસ્કાર પાડવા એ માતાની ફરજ છે. ૩૦. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. કવિમાં વચનબળ હોય છે. તેને યોગ્ય રીતે વાપરે તો સ્વપરનું હિત થાય. અને અસ્થાને વાપરે તો સ્વપરને મોહની વૃદ્ધિ થાય અને પ્રતિબંધ વધારે. આખું જગત મોમદિરા પીને ઉન્મત્ત થયેલું છે. તે કવિના વખાણ વગર પણ મોહમાં જ પ્રવર્તે છે. તેમને મોહમાં વિશેષ દોરવા માટે કવિતા કરવી તે મહા દોષરૂપ છે. ભગવાનની પ્રશંસા કરવી જોઈએ તેને બદલે મળમૂત્ર આદિથી ભરેલા શરીરની પ્રશંસા કરવી તે કવિને છાજતું નથી. તે અસંભવિત પ્રશંસા છે. જ્યાં મળમૂત્રમાં સૌંદર્યનો સંભવ નથી ત્યાં કલ્પનાથી સુંદરપણાનો આરોપ કરવો અને તેવી કવિતા રચવી એ સાવ અયોગ્ય છે. આ પ્રમાણે કવિઓનો દોષ ઘ્યાનમાં લાવી કહ્યું કે કવિઓએ મોહથી અસંભવિત પ્રશંસા કરી સ્વપરનો મોહ કદી વધારવો નહીં. ૩૧. જો તું કૃપણ હોય તો, – જે કૃપણ એટલે ઘનમાં અત્યંત આસક્ત હોય તેની વૃત્તિ ઘન ઉપરથી ૪૭ પુષ્પમાળા વિવેચન ખસે જ નહીં. તેને ગમે તેવો ઉપદેશ આપે તો પણ તેની વૃત્તિ ઉપદેશ ઉપર ચોંટે નહીં. ઊલટો તે દોષ જુએ કે મારું ધન લેવા માટે આ બધું કહે છે કે શું? જ્યાં સંભવ ન હોય ત્યાં પણ એને શંકા આવ્યા કરે. એક નિપુણ્યકની કથા આવે છે. તેની પોતાના ઠીબકા ઉપર નજર હતી છતાં આચાર્યે દયા લાવી દૃષ્ટાંત આપીને ઘણું કહ્યું કે આ તું નાખી દે. હું તને ઉત્તમ ભોજન આપું. તો પણ કંઈ સાંભળ્યું નહીં. આ કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખ્યું. કારણ તેના કદન્નથી એટલે ખરાબ વાસી અન્નથી ભરેલા ઠીબકાની તેને ફિકર હતી કે તે લઈ લેશે. તે લઈ લેવા માટે જ જાણે આ મને કહે છે એમ તેને લાગ્યું. ‘લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.'' “હોદો સવ્વ વિસખો’ઉત્તરાધ્યયન સૂત્ર. લોભથી સર્વનો નાશ થાય છે. કોઈની સાથે મૈત્રી, કે ગમે તે હોય પણ સ્વાર્થ કે લોભ જ્યાં વચ્ચે આવી પડે તો બીજું બધું ભુલી જવાય છે. અગ્યારમે ગુણસ્થાનેથી લોભને લઈને જીવ પડે છે. લોભ સર્વ વિજયી કહેવાય છે—આ સર્વ પર વિજય મેળવે છે. તીવ્ર લોભ હોય તેને ઉપદેશ લાગતો નથી. માટે આગળ અહીં કંઈ લખ્યું નથી. કૃપણને ઉપદેશ લાગતો નથી. એટલે પોતાનો વખત નકામો કોણ બગાડે? આ દોષ—લોભ એવો છે કે આત્મહિત ન થવા દે, માટે તેને મંદ કરવા વધારે પુરુષાર્થની જરૂર છે. કોઈના કહેવાથી દોષ નીકળવાને બદલે ઊલટો વધે. કહેનારાનો દોષ જાએ કે એને કંઈ સ્વાર્થ હશે તેથી એમ કહે છે. તેથી પોતાનો દોષ વધે છે અને ઊલટો લોભ ગાઢ કરે છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ.’’ ‘દાનથી જીવ ધર્મ પામે છે.’ મુખ્ય કષાય લોભ છે. તે જ્ઞાનીને મૂકાવવો છે. પણ તીવ્ર લોભવાળાને તે મૂકવો નથી, તેને કંઈ બીજું મેળવવું છે—એટલે એનો અને જ્ઞાનીનો મેળ ખાય એમ નથી. બેયનો પક્ષ જુદો હોવાથી જ્ઞાની ખેંચાખેંચ કરવા માગતા નથી. પોતાના હિતની વાત એને ન સાંભળવી હોય તો જ્ઞાની પરાણે કહેવા માગતા નથી. કૃપણને ઘન એ જ એનો પ્રાણ છે. સંસારનું મૂળ કારણ ‘પરવસ્તુને પોતાની માનવી તે છે.’ અને તે છોડ્યા વગર કોઈ કાળે જન્મમરણથી છૂટકારો થનાર નથી. ભોગના આનંદ કરતાં ત્યાગનો આનંદ ચડિયાતો છે કંજૂસ શેઠનું દૃષ્ટાંત :- એક દેશમાં શ્રીમંત રહેતો હતો. હતો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105