Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 28
________________ ૪૯ પુષ્પમાળા વિવેચન આપણે સારી રકમ આપવી જોઈએ. પછી બીજા શ્રીમંતોએ સારી | રકમ આપી. સાંજે સંત પેલા કંજૂસ શ્રીમંતને ઘેર ગયા અને દસ હજારનો ચેક પાછો આપવા લાગ્યા. “શેઠજી! તમારો ઘણો આભાર! આ તમારો ચેક પરત.” શ્રીમદ્ રાજચંદ્ર ૪૮ અબજોપતિ પણ ભયંકર કંજૂસ. તેલમાં માખી પડી હોય તેને પણ - નીચોવીને તેલ કાઢી લે તેવો. કોઈને પણ દાન તો ન જ આપે. એકવાર નગરમાં મહારોગ ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. એક સંતનું હૃદય લોકોની આ દુર્દશા જોઈને દ્રવી ઊઠ્યું. નિરાઘાર સ્ત્રી પુરુષોને અનાજ કપડાં વગેરે આપવા માટે સંતે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. નિરાધાર લોકોને અનાજ વગેરે આપવું શરૂ કર્યું. ભંડોળ ઓછું થયું હતું આથી સંતે નગરના મોટા શ્રીમંતો પાસેથી દાન લેવાનું શરૂ કર્યું. પણ જોઈએ તેટલી રકમ દાનમાં મળી નહીં. સંત વિચારમાં પડી ગયા. છેવટે તેમને એક યુક્તિ સૂઝી. તેઓ પેલા અબજોપતિ કંજૂસ શેઠ પાસે પહોંચી ગયા અને કહ્યું : તમે નિરાધાર ગરીબોને મદદ કરવા માટે દસ હજારનો ચેક આપો. આ રકમ દાનમાં આપવાની નથી, તે ચેક હું તમને એ જ દિવસે સાંજે પરત કરી દઈશ. G . " - (1 MIN (1) ક) શેઠ કહે: “ના સંતજી! આ ચેક હવે તમે જ રાખો. આ રકમ ગરીબોની સેવા માટે ખર્ચી નાખજો! આ વાત સાંભળી સંત આશ્ચર્ય પામ્યા. અને કહ્યું કે આ ચેક મારે પાછો આપવો જોઈએ અને આપ તે લો, તો તે બરાબર છે. શેઠ કહે: સંતજી! આપને શું કહ્યું? આપ મારો દસ હજારનો ચેક લઈને જે જે શ્રીમંતો પાસે ગયા તે તે શ્રીમંતોમાંથી કેટલાંયે શ્રીમંતો મારા ઘરે આવ્યા અને મેં કરેલા દાન બદલ મને ખૂબ ખૂબ અભિનંદન આપવા લાગ્યા. જીવનમાં આપવાનો આનંદ આટલો અદ્ભુત હોય છે તેની મને આજ દિન સુઘી કલ્પના જ ન હતી. ખરેખર ત્યાગનો આનંદ ભોગના આનંદ કરતા હજારગણો મહાન છે, તે મેં આજે અનુભવ્યું છે. જે બીજા માટે ખર્ચે તે જ ખરું ઘન જે ઘન પ્રભુના ચરણે ઘર્યું તે સોનું થઈ ગયું, જે પોતાના ભોગ માટે સંઘરી રાખ્યું તે ધૂળ બની ગયું. જે ઘન તમે બીજાના સુખ માટે ખર્ચો છો, પ્રભુની ભક્તિમાં, દીન અને દુઃખિયાની સેવામાં ખર્ચો છો, તે જ ખરું ઘન છે. તે જ સાચી સંપત્તિ છે. બાકી બધું ઘન પાપ બંધાવનારું છે. જીવનઘડતર પ્રવેશિકા ત્યારે શેઠે પૂછ્યું “માત્ર એક દિવસ માટે તે ચેક લઈને તમે શું કરી શકશો?’ સંત કહે : એ હું તમને હમણાં નહીં કહું. મારા ઉપર વિશ્વાસ રાખી આજે જ પાછો આપવાની શરતે તમે મને દસ હજારનો ચેક આપો. શેઠે દસ હજારનો ચેક લખી આપ્યો. સંત તો ચેક લઈ બીજા શ્રીમંતો પાસે પહોંચ્યા. કિંજાલ શેઠનો ચેક બતાવ્યો તે જોઈ બીજા શ્રીમંતો વિચારમાં પડી ગયા. જે એક સિક્કો પણ દાનમાં ન આપે તે શેઠે દસ હજારનો ચેક લખી આપ્યો. તેથી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105