Book Title: Pushpmala
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 20
________________ પુષ્પમાળા વિવેચન ૨૧. પ્રજાના દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે હું ઓછાં કર. તું પણ હે રાજા! કાળને ઘેર આવેલો પરૂણો શ્રીમદ્ રાજચંદ્ર ( તે ઉપરાંત એક માણસ પણ એમણે રાખ્યો હતો. તે બોલ બોલ કરતો કે “ભરત ચેત, ભરત ચેત, માથે મરણ ઝપાટા દેત.” એમ પ્રમાદ તજી તેઓ પ્રવર્તતા હતા. બઘા તોરણ બાંધે છે, પણ સૌથી પહેલાં એમણે શરૂઆત કરેલી. બધી ઘંટડીઓનું જ તોરણ દરેક બારણે તેઓએ રખાવેલ. જેથી પેસતાં ને નીકળતાં એમના માથાના મુગુટ સાથે ઘંટડીઓ અથડાતાં અવાજ થતો કે માથે મરણ છે, ચેતતા રહેવાનું છે એમ યાદ આવતું. UTTITI UTUBE ૨૦માં પુષ્પમાં કહ્યું કે પ્રજાના પૈસા તું ખાય છે. તે માટે રાજાની પ્રજા પ્રત્યેની શી ફરજ છે તે હવે અહીં બતાવે છે : પ્રજાને શું શું દુઃખ છે તે રાજાએ વિચાર કરી કર આદિ દૂર કરવા જોઈએ. લોકોની આર્થિક સ્થિતિ કેવી છે, કેળવણી કેટલી છે વગેરે વિચારીને પ્રજાનું ભલું કરવું જોઈએ. મહિનૂરનો રાજા તો થર્મની સંભાળ પણ પોતાના હાથમાં રાખતો હતો. બાહુબળીનો ૧૨-૧૨ વર્ષે અભિષેક થાય છે તે પણ રાજા પોતે જ કરતો હતો. રત્નની બધી પ્રતિમાઓની નોંધ રાખી હતી જેથી કોઈ અમલદાર તપાસ માટે આવે ત્યારે જોઈ શકે કે તે બરાબર છે કે નહીં. એમ સારો રાજા હોય તો ઘર્મમાં પોલ ચાલે નહીં. કેટલાંક કામ લોકોના સમૂહથી થઈ શકે છે. એટલે જનહિતના કામો જે ઘણા પૈસે થઈ શકે તેવા કામો સમૂહથી સરળતાથી થઈ શકે. તે કરાવવાની રાજાની ફરજ છે, બીજાં રાજ્યો દ્વારા જરૂર પડ્યે રક્ષણ મેળવવું કે દુષ્કાળ વખતે કે પ્લેગના વખતે આખી પ્રજાનું જે દુઃખ છે, કે એવા કોઈ પ્રસંગે રાજાએ ખાસ લક્ષ રાખવું જોઈએ. આ સામટી પ્રજાના દુઃખની વાત કહી. હવે અન્યાય વિષે કહે છે, પ્રજામાં જે અન્યાય વર્તતો હોય, નોકરી કરતા હોય કે પોતે પણ જે કંઈ અન્યાય કરતો હોય તે રાજા પોતે રોકી શકે છે. કર તપાસવા કહે છે. અન્યાયથી એણે નાખેલા કે પરંપરાથી ચાલ્યા આવતા કર હોય તે તપાસી ઓછા કરી જવા. કૃપાળુદેવે રાજાઓએ શું કરવું તે વિષે પણ વિચારો કર્યા છે તે નીચે પ્રમાણે છે : (૧) ન્યાય (૨) રાજ્ય વ્યય (રાજના પૈસા કેમ વાપરવા) (૩) નૃપ કુટુંબ. (૧) ન્યાય-કોઈપણ કારણે રાજા અન્યાય કરે નહીં. જેમ વાડ જ ચીભડાંને ખાઈ જાય તો રક્ષણ કોણ કરે. (૨) રાજ્ય વ્યય—એક સમજણું શિશુ પણ જોઈ ઉલ્લાસ પામે એવો સરસ વહીવટ રાજ્યનો હોવો જોઈએ. હિસાબ એવો ચોખ્ખો હોવો જોઈએ કે S તેથી ગૃહસ્થાવસ્થામાં પણ મુનિની પેઠે તેમને નિર્જરા થતી. અને વગર તપે ઘરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તપનું કામ નિર્જરા કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તવાથી નિર્જરા થાય છે. ભરતે તે માર્ગે કર્મોની નિર્જરા કરી. પ્રભુશ્રીજી કહે, “જાગ્રત થા, જાગ્રત થા.” જેવો આહાર તેવો ઓડકાર આવે એમ કહેવાય છે. રાજાની કમાણી, બઘા જીવોએ પાપ કરીને પૈસા એકઠા કર્યા હોય તેમાંથી રાજાનો ભાગ કર-રેક્સ તે રાજાને મળે છે. તેથી રાજેશ્રી તે નરકેશ્રી એમ કહેવાય છે. ચક્રવર્તી પણ પૂર્વે બાંધેલું પુણ્ય ભોગવે પણ ભોગવતાં નવાં પાપ બાંધે તો નરકે જાય છે. કર્માધીન તું રાજા હો તો ફિકર નહીં, પણ ભવિષ્યને માટે ચેતાવે છે કે તું પ્રમાદમાં પડી રહીને પાપ ન બાંઘ. રાજાએ શું કરવું તે હવે આગળના પુષ્યમાં જણાવે છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105